Not Set/ WELCOME 2019 : ગોવા, મુંબઈ, વિજયવાડા, ભુવનેશ્વર, કોલકાતા અને સુવર્ણ મંદિરમાં આવા રહ્યા નવા વર્ષના વધામણા

વાત નવા વર્ષની હોય તો ભારત પણ કેમ બાકી રહી જાય ! દેશના જુવાનીયાઓ ૧૨ વાગ્યાની કાગડોળે રાહ જોઇને બેઠા હતા. દેશમાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. ડીજેના તાલે શહેરીજનો જુમી ઉઠ્યા હતા અને શહેરને પણ નવી નવેલી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું. #Visuals of celebrations on new year's eve from Panaji in […]

Top Stories India Trending

વાત નવા વર્ષની હોય તો ભારત પણ કેમ બાકી રહી જાય ! દેશના જુવાનીયાઓ ૧૨ વાગ્યાની કાગડોળે રાહ જોઇને બેઠા હતા. દેશમાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.

Image result for new year welcome in india

ડીજેના તાલે શહેરીજનો જુમી ઉઠ્યા હતા અને શહેરને પણ નવી નવેલી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું.

ગોવામાં મોટી સંખ્યમાં લોકો ન્યુ યર સેલીબ્રેટ કરવા માટે પહોચી ગયા હતા.

છત્તીસગઢમાં થાનોદ ખાતે સેન્ટ્રલ રીઝર્વ પોલીસ પર્સનલ દ્વારા નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.

ઓરિસ્સામાં ભુવનેશ્વર શહેરમાં જુવાનીયાઓ ડીજેના તાલે જુમી ઉઠ્યા હતા અને નવા વર્ષને હર્ષોલ્લાસ સાથે વધાવી લીધું હતું.

પાર્ટીનું નામ આવે તો મુંબઈ કેમ બાકી રહી જાય. મુંબઈમાં પણ લોકો રસ્તા પર ઉમટી પડ્યા હતો તો કેટલાક લોકોએ ક્લબમાં જઈને નવા વર્ષને વેલકમ કર્યું હતું .

આંધ્રપ્રદેશમાં વિજયવાડા ભવ્ય આતશબાજી કરીને નવા વર્ષની ઉજવણી  કરવામાં આવી હતી.

પશ્ચિમ બંગાળમાં કોલકાતામાં રસ્તાઓને રોશનીથી સજાવવામાં આવ્યા હતા. ઉલ્લાસ સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી.

પંજાબમાં ગોલ્ડન ટેમ્પલ ખાળે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. ગોલ્ડન ટેમ્પલ સાથે આ આતશબાજીનો નજરો ઘણો અદ્ભુત હતો.