Tech News/ કોંગ્રેસ-ભાજપ AI વિડીયો,PM મોદી સહિત પરિવાર અને રાજકીય નેતાઓના નકલી વિડીયો પર ગરમાયો દેશ

તાજેતરમાં કોંગ્રેસે ફરી એક નવો AI વિડીયો પોસ્ટ કર્યો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ચા વેચતા’ બતાવવામાં આવ્યા.

India NATIONAL Trending Tech & Auto
AI વિડીયો અને ફોટોસ વાયરલ થયા હતા

Tech News: ભારતીય રાજકારણમાં સોશિયલ મીડિયા પહેલાથી જ સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે, પરંતુ હવે આ ભૂમિકામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજેનસી (AI)નો ઉમેરો થતાં રાજકીય તંગદિલી નવા સ્તર પર પહોંચી ગઈ છે. AI જનરેટેડ નકલી વિડીયો ( AI વિડીયો )  હવે રાજકીય હથિયાર બની ગયા છે અને તેની સામે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે તીખી ટક્કર વધી ગઈ છે.

તાજેતરમાં કોંગ્રેસે ફરી એક નવો AI વિડીયો પોસ્ટ કર્યો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ચા વેચતા’ બતાવવામાં આવ્યા. વિડીયોમાં PMના હાથમાં ચાની કીટલી અને ગ્લાસ છે અને તેઓ “ચાઇ બોલો ભાઈ, ચાઇ-ચાઇ ચાહિયે” બોલતા દેખાય છે. આ વિડીયો કોંગ્રેસ પ્રવક્તા ડૉ. રાગિણી નાયકે શેર કર્યો હતો. વિડીયો રેડ કાર્પેટ પર ચાલતા PMનો છે અને પાછળ ભારત સહિત અનેક દેશોના ધ્વજ દર્શાવવામાં આવ્યા છે. આ પગલાને ભાજપના નેતા શહઝાદ પૂનાવાલાએ “શરમજનક” ગણાવ્યું અને કહ્યું કે કોંગ્રેસ OBC સમુદાયમાંથી આવતા કામદાર પ્રધાનમંત્રીને સહન કરી શકતી નથી.

https://youtube.com/shorts/7jxp4Oii1ns?si=_pq_CuIJyqFeeZo0

AI વિડીયો દ્વારા PM અને પરિવાર પર હુમલો, આ પહેલી વાર નથી 

આ પહેલો AI વિવાદ નથી. 12 સપ્ટેમ્બરે બિહાર કોંગ્રેસે PM મોદી અને તેમની માતા હીરાબેનનો AI વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં PMની માતા તેમના નિર્ણયોને લઈને નારાજ થઈ બતાવવામાં આવ્યા હતા. વિડીયોમાં હીરાબેન જેવી દેખાતી વૃદ્ધ સ્ત્રી PMના “સપનામાં” આવીને નોટબંધીની લાઈન, રાજકીય ઉપયોગ અને ભાવનાત્મક દુર્વ્યવહાર અંગે વાત કરે છે. આ વિડીયો BJPના મતે ‘માતાના અપમાન’ સમાન છે. બિહાર BJPએ આ વિડીયો રીપોસ્ટ કરીને કોંગ્રેસને “માતા-દીકરાના સંબંધનું અપમાન કરવાનો” આરોપ મૂક્યો.

ટ્રમ્પ અને મોદીનો AI સંવાદ, કોંગ્રેસનો વધુ એક હુમલો

22 ઓક્ટોબરે કોંગ્રેસે એક અન્ય AI વિડીયો પોસ્ટ કર્યો, જેમાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન મોદીને હિન્દીમાં આદેશ આપતા બતાવવામાં આવ્યા. વિડીયોમાં ટ્રમ્પ કહે છે “પાકિસ્તાન પર હુમલો કરવાનું બંધ કરો. ઓપરેશન સિંદૂર રોકી દો.” PM મોદીને AI અવાજ ‘જી હુઝૂર’ કરતા બતાવવામાં આવ્યા.

પછી ટ્રમ્પનો બીજો કોલ બતાવીને, તેઓ રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરવા કહે છે અને PM વિડીયો ફરી “જી હુઝૂર” કહે છે. વિડીયો અંતે અવાજ આવે છે “એક ડરપોક વડાપ્રધાન દેશનું ભલું નથી કરી શકતા.”
સરકારી નોડલ એજન્સી PIBએ આ વિડીયોને નકલી જાહેર કર્યો અને કહ્યું કે AI દ્વારા PM વિરુદ્ધ ખોટો નેરેટિવ ફેલાવવામાં આવી રહ્યો છે.

BJPની પ્રતિક્રિયા: કોંગ્રેસનું “માતૃત્વનો અપમાન” રાજકારણ

BJP પ્રવક્તા અરવિંદ સિંહે કોંગ્રેસ ઉપર “નીચતાનું રાજકારણ” કરવાનો આરોપ મૂક્યો. તેણે કહ્યું કે PMની દિવંગત માતાનો AI વિડીયો બનાવવો અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે અને માનવતા વિરુદ્ધ છે.
બિહાર BJPએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ પાસે ચર્ચા માટે મુદ્દા નથી, તેથી તે નકલી વિડીયો બનાવી નફરત ફેલાવી રહી છે.

રાહુલ ગાંધીની સભામાં ગાળો અને PMની ભાવુક પ્રતિક્રિયા

27 ઓગસ્ટે બિહારના દરભંગામાં રાહુલ ગાંધીની રેલીના મંચ પરથી PM મોદીને અપમાનજનક શબ્દો કહ્યા ગયા. આ ઘટના બાદ PMએ 2 સપ્ટેમ્બરે ઓનલાઈન કાર્યક્રમમાં પોતાની પીડા વ્યક્ત કરી અને કહ્યું “મારી માતાને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. છતાં કોંગ્રેસ-RJDના મંચ પરથી તેમને ગાળો આપવામાં આવી.”
આ ઘટના BJP સમર્થકોમાં ભારે ભાવનાત્મક અસર પાડી હતી.

AI વિડીયોમાં લાલુ પ્રસાદ યાદવ

BJPનો જવાબી AI વિડીયો, ‘ઇન્ડીનો અસલી રંગ’

AI યુદ્ધમાં હવે ભાજપ પણ જોડાઈ ગયું છે. બિહાર BJPએ એક AI વિડીયો પોસ્ટ કર્યો જેમાં લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીને વિવિધ વસ્તુઓ સાથે દેખાડવામાં આવ્યા. કૅપ્શનમાં લખ્યું

“જૂના કારનામા, નવા પ્રોપ્સ! રજૂ છે ઇન્ડીનો અસલી રંગ,ઉકેલો તો જાણો…”

આથી સ્પષ્ટ થાય છે કે AI  આધારિત રાજકીય ટક્કર હવે બંને પક્ષમાં સંપૂર્ણપણે સક્રિય થઈ ગઈ છે.

AI વિડીયો હવે ભારતીય રાજનીતિમાં ખોટી માહિતી ફેલાવવાનું સૌથી શક્તિશાળી હથિયાર બની રહ્યા છે. રાજકીય પાર્ટીઓ એકબીજાના નેતાઓને ટાર્ગેટ કરવા AI જનરેટેડ ઈમેજો અને વિડીયોનો ઉપયોગ કરી રહી છે, જે માત્ર રાજકારણ નહીં, પણ જનમાનસને સીધી અસર કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસને પીએમ મોદી-માતા હીરાબાનો વિવાદાસ્પદ AI વિડીયો દૂર કરવા પટણા હાઇકોર્ટનો આદેશ

આ પણ વાંચો:PM મોદીએ મન કી બાતમાં જનરલ-ઝેડના વખાણ કર્યા, જુઓ તેમણે શું કહ્યું?

આ પણ વાંચો:PM મોદી હૈદરાબાદ ખાતે સેફ્રાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા સુવિધાનું ઉદ્ઘાટન કરશે