New Delhi News/ PM મોદી હૈદરાબાદ ખાતે સેફ્રાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા સુવિધાનું ઉદ્ઘાટન કરશે

PM નરેન્દ્ર મોદી હૈદરાબાદમાં GMR એરોસ્પેસ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે સેફ્રાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા (SAESI) ની અત્યાધુનિક સુવિધાનું ઉદ્ઘાટન કરશે.

NATIONAL India Trending

New Delhi News: PM નરેન્દ્ર મોદી આજે  હૈદરાબાદમાં GMR એરોસ્પેસ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે સેફ્રાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા (SAESI) ની અત્યાધુનિક સુવિધાનું ઉદ્ઘાટન કરશે.

PM નરેન્દ્ર મોદી સવારે 10 વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાશે. SAESI એ સેફ્રાનની સમર્પિત જાળવણી, સમારકામ અને ઓવરહોલ (MRO) સુવિધા છે, જે એરબસ A320neo અને બોઇંગ 737 MAX એરક્રાફ્ટમાં ઉપયોગમાં લેવાતા LEAP એન્જિનને સેવા આપશે.

PM Modi to Inaugurate Safran Aircraft Engine Services India MRO Facility in  Hyderabad

તે વિશ્વની સૌથી મોટી એરક્રાફ્ટ એન્જિન MRO સુવિધાઓમાંની એક છે અને પ્રથમ વખત વૈશ્વિક એન્જિન (Global engine) ઉત્પાદકે ભારતમાં MRO કામગીરી શરૂ કરી છે. 45, 000 ચોરસ મીટરમાં ફેલાયેલી આ સુવિધા આશરે 1,300 કરોડ રૂપિયાના પ્રારંભિક રોકાણ સાથે શરૂ કરવામાં આવી છે.

તે વાર્ષિક 300 LEAP એન્જિનની સેવા આપશે અને 2035 સુધીમાં સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચશે ત્યારે એક હજારથી વધુ ભારતીય ટેકનિશિયન (Indian technician) અને ઇજનેરોને રોજગારી આપશે.

એવું માનવામાં આવે છે કે આ પગલું ભારતને ઉડ્ડયન ક્ષેત્ર (Aviation sector)માં આત્મનિર્ભર બનાવવાની દિશામાં મોટું પરિવર્તન લાવશે. MRO ક્ષમતાઓનો વિકાસ વિદેશી હૂંડિયામણ (Foreign exchange)ની બચત કરશે, ઉચ્ચ મૂલ્યની નોકરી (High value job)ઓનું સર્જન કરશે અને ભારતને વૈશ્વિક ઉડ્ડયન કેન્દ્ર (Global Aviation Center) બનાવવામાં મદદ કરશે.

GMR Hyderabad Aviation SEZ, Safran sign MRO deal

આ MRO સુવિધા ઉડ્ડયન ક્ષેત્ર (Facility Aviation Sector)માં આત્મનિર્ભરતાના લક્ષ્ય તરફ એક મોટું પગલું હશે. MROમાં સ્વદેશી ક્ષમતાઓનો વિકાસ વિદેશી હૂંડિયામણ (Foreign exchange)ના પ્રવાહને ઘટાડશે, ઉચ્ચ મૂલ્યની નોકરી (High value job)ઓનું સર્જન કરશે, પુરવઠા-સાંકળની તાકાતને વધુ મજબૂત બનાવશે અને ભારતને વૈશ્વિક ઉડ્ડયન કેન્દ્ર  (Global Aviation Center)તરીકે સ્થાન આપશે.

MROએ પ્રદાતાઓ માટે કામગીરી સરળ બનાવી

કેન્દ્ર સરકાર (Central Government) આ ક્ષેત્રના ઝડપી વિકાસને ટેકો આપવા માટે એક મજબૂત MRO ઇકો-સિસ્ટમ (Eco-system) બનાવવા માટે સક્રિયપણે કામ કરી રહી છે. વર્ષ 2024માં GST સુધારા, MRO માર્ગદર્શિકા 2021 અને રાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન નીતિ 2016 (National Civil Aviation Policy 2016) સહિત સરકારની મુખ્ય નીતિગત પહેલો(A) કરવેરાના માળખાને તર્કસંગત બનાવીને અને રોયલ્ટીનો બોજ ઘટાડીને MRO પ્રદાતાઓ માટે કામગીરીને સરળ બનાવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે આજે દિલ્હીમાં એક ભવ્ય કાર્યક્રમ,PM મોદી કરશે ઉદ્ઘાટન

આ પણ વાંચો:PM મોદી 7 નવેમ્બર 2025ના રોજ રાષ્ટ્રગાન “વંદે માતરમ”ના 150 વર્ષ પૂરા થવાના સ્મૃતિ સમારોહનું ઉદ્ઘાટન કરશે

આ પણ વાંચો:કમળના આકારમાં ડિઝાઇન કરવામાં આવ્યું નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે