Letter Bomb/ સુકેશ ચંદ્રશેખરનો LGને ત્રીજો પત્રઃ ‘સત્યેન્દ્ર જૈન દ્વારા સતત ધમકીઓ’ મળે છે

AAM AADAMI PARTYના ફંડિંગની (Funding) વિગતો પર પ્રકાશ પડવા લાગ્યો છે. દિલ્હીના(LG)ને લખેલા પત્રમાં સુકેશે (Sukesh) તેની અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચેની કથિત પૈસાની લેવડ-દેવડની સંપૂર્ણ માહિતી આપી છે

Top Stories India
  • સત્યેન્દ્ર જૈનના નજીકના માણસને દસ કરોડ રૂપિયા ચૂકવ્યાનો આરોપ
  • કેજરીવાલે રાજ્યસભાની સીટ માટે 50 કરોડ માંગ્યા
  • અન્ય ઉદ્યોગપતિઓ સાથે જોડાઈ 500 કરોડ એકત્રિત કરવા કહ્યું હતું
  • કર્ણાટકમાં મને મોટું પદ આપવાની ઓફર કરવામાં આવી હતી

AAM AADAMI PARTYના ફંડિંગની (Funding) વિગતો પર પ્રકાશ પડવા લાગ્યો છે. દિલ્હીના(LG)ને લખેલા પત્રમાં સુકેશે (Sukesh) તેની અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચેની કથિત પૈસાની લેવડ-દેવડની સંપૂર્ણ માહિતી આપી છે. ત્રણ પાનાના આ પત્રમાં સુકેશે સત્યેન્દ્ર જૈન (Satyendra Jain) અને સંદીપ ગોયલ (Sandeep Goyal) પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેની સાથે સત્યેન્દ્ર જૈન દ્વારા તેને સતત ધમકીઓ મળી રહી હોવાનો પણ દાવો કર્યો છે. આમ આમ આદમી પાર્ટી પર સુકેશના વધુ એક લેટર બોમ્બનો વિસ્ફોટ થયો છે.

આ પહેલા સુકેશે પહેલા પત્રમાં સત્યેન્દ્ર જૈન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. સુકેશે પોતાના પત્રમાં દાવો કર્યો હતો કે તેણે આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને પ્રોટેક્શન મની તરીકે દસ કરોડ રૂપિયા આપ્યા હતા. સુકેશે તેના પત્રમાં લખ્યું હતું કે સત્યેન્દ્ર જૈને મને સતત પૈસા આપવા દબાણ કર્યું હતું. દબાણના કારણે મારી પાસેથી 2-3 મહિનાના ગાળામાં 10 કરોડની રકમ વસૂલ કરવામાં આવી હતી. સુકેશે દાવો કર્યો હતો કે આ સમગ્ર પૈસા કોલકાતામાં સત્યેન્દ્ર જૈનના નજીકના સાથી ચતુર્વેદીએ લીધા હતા. આ રીતે મેં સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા ચૂકવ્યા

એલજીને સુકેશ ચંદ્રશેખરનો આ ત્રીજો પત્ર છે. એલજીને લખેલા પત્રમાં સુકેશે તેની અને આમ આદમી પાર્ટી વચ્ચેના કથિત પૈસાની લેવડ-દેવડની સંપૂર્ણ માહિતી આપી છે. ત્રણ પાનાના આ પત્રમાં સુકેશે સત્યેન્દ્ર જૈન અને સંદીપ ગોયલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે આ સમગ્ર મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે.

અગાઉ પણ સુકેશના આક્ષેપોથી ખળભળાટ

મની લોન્ડરિંગ (Money Laundering) અને છેતરપિંડીના (Fraud) કેસમાં જેલમાં રહેલા સુકેશ આમ આદમી પાર્ટી અને સત્યેન્દ્ર જૈન પર સતત ગંભીર આરોપો લગાવી રહ્યા છે. આ પહેલા તેમણે એલજીને લખેલા પત્રમાં દિલ્હીના સીએમ કેજરીવાલને (Kejariwal) સવાલ પૂછ્યો છે કે જો હું દેશનો સૌથી મોટો ઠગ છું તો મારા જેવા ગુંડાને રાજ્યસભાની સીટ આપીને 50 કરોડ રૂપિયા કેમ લીધા? એમ પણ કહ્યું કે તમે મને અને અન્ય ઉદ્યોગપતિઓને પાર્ટીમાં જોડાઈને 500 કરોડ રૂપિયા એકત્ર કરવા કહ્યું હતું.

બદલામાં મને કર્ણાટકમાં પાર્ટીમાં મોટા પદની ઓફર પણ કરવામાં આવી રહી હતી. એટલું જ નહીં, સુકેશે પોતાના ત્રણ પાનાના પત્રમાં આરોપ લગાવ્યો છે કે કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ લખેલા પત્ર બાદ મને તિહાર જેલના પૂર્વ ડીજી અને વહીવટીતંત્ર દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે. પરંતુ હું કેજરીવાલ અને તેમના મંત્રી સત્યેન્દ્ર જૈનના વહીવટથી ડરવાનો નથી. સુકેશે દાવો કર્યો છે કે આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી છે.