Kutch News/ કચ્છમાં ટ્રકે ટેમ્પોને ટક્કર મારતાં બે શ્રમિકોનાં મોત

કચ્છના હાઇવે જાણે અકસ્માતોનું કેન્દ્ર બની ગયા છે. ભચાઉમાં જાણે અકસ્માતો એક પરંપરા બની ગઈ છે. આવા જ એક અકસ્માતમાં ટ્રકે ટેમ્પોને ટક્કર મારતા બેના મોત થયા હતા.

Top Stories Gujarat Others Breaking News
કચ્છના ભચાઉમાં આજે અકસ્માત ટ્રક બની યમદૂત

Kutch News: કચ્છના ભચાઉમાં આજે સવારે એક મોટો Accident થયો. બે કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા. ત્રણ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.

ભચાઉના નવી મોતી ચિરાઈ ગામ નજીક બુંગી કંપનીમાં કામ કરતા 15 થી 17 કામદારો તેમની રાત્રિ શિફ્ટ પૂર્ણ કર્યા પછી ટેમ્પોમાં મજૂર વસાહત તરફ જઈ રહ્યા હતા ત્યારે આ Accident થયો હતો. ટેમ્પો ટ્રક સાથે અથડાયો અને પલટી ગયો.

કચ્છ મા અકસ્માત

ટ્રક સાથે અથડાયા બાદ, ટેમ્પો પલટી ગયો, જેમાં બે કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા. ત્રણ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં એક કામદારની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. ટેમ્પો ડ્રાઈવર સહિત અન્ય કામદારોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. વહેલી સવારે, નેશનલ હાઇવે ઓફિસર શૈલેષ રામી હાઇવે પેટ્રોલ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા, ઘાયલોને સારવાર માટે ખસેડ્યા અને હાઇવે પર ટ્રાફિક જામ દૂર કર્યો.

આ અગાઉ થોડા સમય પહેલાં Kutchમાં ભચાઉમાં Accidentમાં બેના મોત નીપજ્યા છે. જ્યારે એકને ગંભીર ઇજા થઈ હતી.  ટ્રેલરે રીક્ષાને અડફેટે લેતા આ પ્રાણઘાતક Accident સર્જાયો હતો. આ Accident ભચાઉ-ગાંધીધામ હાઇવે પર મોડી રાત્રે થયો હતો. Accidentમાં મૃત્યુ પામેલાઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભચાઉ આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હતો.

Accidentના પગલે સ્થાનિકો ધસી આવ્યા હતા અને તેમણે એમ્બ્યુલન્સ બોલાવી હતી. જો કે એમ્બ્યુલન્સ પણ તેમના જીવ બચાવી શકી ન હતી. તેમને ઘટનાસ્થળે જ મૃત્યુ પામેલા જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે એક ઇજાગ્રસ્તને ગંભીર સ્થિતિમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પોલીસે Accident મોત નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતકોના મોબાઇલ ફોન પરથી તેમના સગાસંબંધીઓને જાણ કરી છે. આ ઉપરાંત આ મોબાઇલ ફોન પરથી પોલીસને વધુ વિગતો મળે તે માટે તેમના ફોન ફોરેન્સિકમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.

Kutchના ભચાઉમાં Accident સર્જનાર ટ્રેલર ચાલક ભાગી ગયો હતો. પોલીસે તેને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ માટે પોલીસે નજીકના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજમાં ખંગાળવા માંડ્યા છે. પોલીસનું માનવું છે કે ટ્રેલર ચાલકને તેઓ ટૂંક સમયમાં જ ધરપકડ કરી લેશે. તેના પછી જ તેમને તે દારૂના નશામાં ચલાવતો હતો કે રાત્રિના લીધે Accident સર્જાયો હતો તે ખ્યાલ આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ કચ્છના ભુજમાં શેખધીર પાસે ગંભીર અકસ્માત, લકઝરી બસે રિક્ષાને ટક્કર મારતા એકનું મોત

આ પણ વાંચોઃ કચ્છમાં ભુજ-ભચાઉ હાઈવે પર વહેલી સવારે અકસ્માતમાં એકનું મોત

આ પણ વાંચોઃ  કચ્છના રાપરમાં ત્રણ બાઇક અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે મોત