Bhavnagar News/ 32 હજારની લાંચ લેતા વલ્લભીપુર મામલતદાર કચેરીનો કોમ્પ્યુચર ઓપરેટર ઝડપાયો

વારસદારમાં નામ દાખલ કરાવવા લાંચ લેતા ACBએ જાળ બિછાવી ધરપકડ કરી

Gujarat Others

Bhavnagar News : ભાવનગર મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર રસિક રાઠોડે એક વ્યક્તિ પાસે વારસાઈમાં નામ દાખલ કરાવવા માટે રૂ.32 હજારની લાંચ માંગતા ACBએધરપકડ કરી હતી.

આ કેસની વિગત મુજબ ફરીયાદીના કુટુંબી કાકાનુ અવસાન થયું હતું. આથી તેઓના નામે રહેલ તોતણીયાળા, તા.વલ્લભીપુર ખાતે આવેલ સંયુક્ત ખેતીની જમીનમાં સીધી લીટીના વારસદાર ફરીયાદીના કાકી અને તેઓના બે બાળકોના નામ વારસાઇમાં નોંધ કરાવવાની હતી. ફરીયાદીના કાકીએ વલ્લભીપુર મામલતદારની કચેરીમા અરજી કરી હતી. જેમા નામમા વિસંગતતાને લીધે મામલતદાર કચેરીમાથી તેઓની અરજી નામંજુર થઈ હતી.

આ બબતે નાયબ કલેક્ટર કચેરી શિહોર, ભાવનગર ખાતે અપીલ દાખલ કરેલ. જે અપીલમા થયેલ ઓર્ડરમાં સહી થઇ ગઈ હોવા છતાં આ ઓર્ડરની નકલની બજવણી કરવા અને વારસાઇ નોંધ દફતરે કરાવવા સારૂ નાયબ કલેક્ટર કચેરી શિહોર, ભાવનગરમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા રસીકભાઇ રાઠોડે ફરીયાદી પાસે પાસે રૂપિયા 32,000ની લાંચની માંગણી કરી હતી.

જે લાંચની રકમ ફરીયાદી આપવા માગતા ન હોવાથી ACB નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેમાં ACBની ટીમે રાજપરા ચોકડી પર આવેલ શ્રી ક્રિષ્ના આઇ માતા હોટલ અને રેસ્ટોરન્ટ,શિહોર, જીલ્લો-ભાવનગર ખાતે જાળ બિછાવી રસિક રાઠોડને લાંચ લેતા ઝડપી લીધો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Junagadh News/જુનાગઢ જિલ્લા ભાજપ મંત્રી પર સરપંચોએ લગાવેલા આક્ષેપને ભાજપ મંત્રીએ ફગાવ્યો

આ પણ વાંચો: Junagadh News/જુનાગઢમાં સાંસદની ગ્રાન્ટ વેચાતી હોવાનો સરપંચનો ખુલાસો, જિલ્લા BJP મંત્રીને ટકાવારી આપવી પડે તેવી સરપંચની વેદના

આ પણ વાંચો: Junagadh News/જુનાગઢના ગોવિંદ ગીરી પર ટ્રાન્સજેન્ડર યુવતીનો યૌન શોષણનો આરોપ