Surat News/ સુરતમાં અઢી લાખ રૂપિયાની લાંચ લેતા સબ રજીસ્ટાર ઝડપાયો

જમીન ખરીદી મામલે દસ્તાવેજમાં વાંધા નહી કાઢી ઓર્ડકર કરવા માટે લાંચ લેતા ACBએ ઝડપી લીધો

Gujarat Surat

Surat News : સુરતમાં જમીન ખરીદી મામલે દસ્તાવેજમાં કોઈ વાંધા નહી કાઢી ઓર્ડર કરવાની કાર્યવાહી પેટે રૂ.2.5 લાખની લાંચ લેતા સુરતના અડાજણ સબ રજીસ્ટાર ઓફિસનો સબ રજીસ્ટાર મહેશ આર.પરમાર ACBની જાળમાં ફસાઈ ગયો હતો.

આ કેસની વિગત મુજબ ફરીયાદીના અસીલ ખેતીની જમીન ખરીદવાના હતા. , જે માટે સબ રજીસ્ટાર કચેરી, અડાજણ, સુરત ખાતે દસ્તાવેજ નોંધવા નિયમોનુસાર ભરવાની થતી તમામ ફી ભરી દસ્તાવેજની નોંધણી કરાવી હતી. જે દસ્તાવેજનો અન્ય કોઇ વાંધા નહિ કાઢી ઓર્ડર કરવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે આરોપી મહેશ પરમારે રૂ. 3,00,000 ની લાંચની માંગણી કરી હતી.

જે લાંચની રકમ ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોવાથી તેમણે ACB નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેને આધારે સબ-રજીસ્ટાર, સુરત-૮, અડાજણની કચેરીમાં લાંચના છટકાનું આયોજન કરાયું હતું. જેમાં ફરિયાદી પાસેથી રૂ.2.5 લાખની લાંચ લેતા મહેશ પરમાર ઝડપાઈ ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખેડૂતોના હિત માટે પ્રયત્નશીલ રહેવા માટે કૃષિ મંત્રીએ આભાર વ્યક્ત કર્યો

આ પણ વાંચો:નોઈડાથી કુરિયરમાં અમદાવાદ નકલી નોટો મંગાવનારો શખ્સ ઝડપાયો, રૂ.100ની 373 નકલી નોટ પકડાઈ

આ પણ વાંચો:કચ્છના ગાંધીધામ ખાતે કંપનીમાં બોઇલર ફાટતા બે કામદારોના મોત