Gandhinagar News/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- 2081’ નું વિમોચન…

આ વર્ષે ગુજરાત દીપોત્સવી–2081 માં ગુજરાતના મુર્ધન્ય સાહિત્યકારોની સર્જનશીલ કલમે રજૂ થયેલા સાહિત્યની સૌરભથી વાચક મિત્રોનું મન પ્રફુલ્લિત બને…

Gujarat Gandhinagar

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘‘ગુજરાત દીપોત્સવી અંક’’ વિક્રમ સંવત-2081 નું વિમોચન ગાંધીનગર (Gandhinagar)માં કર્યું હતું.

27 અભ્યાસલેખો, 31 નવલિકાઓ, 17 વિનોદિકાઓ, 11 નાટિકા અને 97 જેટલી કાવ્ય રચનાઓ અને માનવીય સંવેદનાઓને અભિવ્યક્ત કરતી 51 જેટલી રંગીન તસવીરો અને મનમોહક ચિત્રો સાથેનો દળદાર દીપોત્સવી અંકનું વિમોચન કરાયું હતું.

રાજ્યના માહિતી ખાતા દ્વારા દર વર્ષે પ્રકાશિત કરવામા આવતાં દીપોત્સવી અંક (Gujarat Dipotsavi -2081)ની પરંપરામાં આ વર્ષે ગુજરાત (Gujarat) ના સાહિત્ય, કલા, ઇતિહાસ, સાંસ્કૃતિક વિરાસત, સંસ્કાર વારસાને ‘ગુજરાત દીપોત્સવી અંક’ના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ દીપોત્સવી અંકના વિમોચન અવસરે મુખ્યમંત્રી (CM Bhupendra Patel)ના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, મુખ્યમંત્રીના અધિક અગ્રસચિવ અને માહિતી – પ્રસારણ વિભાગના સચિવ અવંતિકા સિંઘ, માહિતી નિયામક કે. એલ. બચાણી, અધિક માહિતી નિયામક અરવિંદભાઇ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ વર્ષે ગુજરાત દીપોત્સવી–2081 માં ગુજરાતના મુર્ધન્ય સાહિત્યકારોની સર્જનશીલ કલમે રજૂ થયેલા સાહિત્યની સૌરભથી વાચક મિત્રોનું મન પ્રફુલ્લિત બને તેવા ચિંતનાત્મક વિચારો, કાવ્યો, નવલિકાઓ, વિનોદિકાઓ, નાટિકાઓ સાથેનો સાહિત્ય રસથાળ પીરસવામાં આવ્યો છે.

એટલું જ નહિં, ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારોની સર્જનશીલ કલમે લખાયેલી સાહિત્યકૃતિ (Literature)ઓ દીપોત્સવી અંકમાં પ્રસિધ્ધ કરવામાં આવી છે. આ દળદાર અંક 27 અભ્યાસલેખો, 31 નવલિકાઓ, 17 વિનોદિકાઓ, 11 નાટિકા અને 97 જેટલી કાવ્ય રચનાઓથી સંપન્ન છે. સાથેસાથે પ્રકૃતિ, લોકજીવન અને માનવીય સંવેદનાઓને અભિવ્યક્ત કરતી 51 જેટલી રંગીન તસવીરો અને મનમોહક ચિત્રો આ અંકને વધુ નયનરમ્ય બનાવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સપ્ટેમ્બર-2025ના રાજ્ય સ્વાગતમાં જનફરિયાદોનું નિવારણ કર્યું

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2025નો શુભારંભ કરાવ્યો

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ફરિયાદોના નિવારણનો ‘રાજ્ય સ્વાગત’ કાર્યક્રમ 25 મી સપ્ટેમ્બરે યોજાશે…