Ahmedabad News/ મહેસાણામાં કલેક્ટર કચેરીનો રેવન્યુ ક્લાર્ક અમદાવાદમાં 9 લાખની લાંચ લેતા ઝડપાયો

જમીન બિનખેતીલાયક કરાવવા લાંચ લેતા ACBની જાળમાં ફસાયો

Gujarat Ahmedabad

Ahmedabad News : મહેસાણામાં એક વ્યક્તિની જમીન બિનખેતી કરવા બદલ 9 લાખ રપિયાની લાંચ લેતા મહેસાણા કલેક્ટર કચેરીનો રેવન્યુ ક્લાર્ક વિશ્વજીત ખેંગારભાઇ કમલેકર ACBની જાળમાં રેગંહાથ ઝડપાઈ ગયો હતો.

આ કેસની વિગત મુજબ ફરીયાદીની માલીકીની ખેતીની જમીન જોટાણા તાલુકાનાં ઇજપુરા (જેઠાજી) ગામે આવેલી છે. આ જમીન બીનખેતી ( N.A.) કરાવવા માટે ફરીયાદીએ મહેસાણા કલેકટર કચેરી માં અરજી કરી હતી .જેમાં રેવન્યુ ક્લાર્ક વિશ્વજીત ખેંગારભાઇ કમલેકરે ફરીયાદીની આ જમીન બીનખેતી ( N.A.) કરવા પેટે એક ચોરસફૂટ નાં રૂ.50 લેખે ઉચ્ચક 23,00,000 ની લાંચની માંગણી કરેલ હતી.

પરંતુ ફરીયાદી એ રકઝક કરતાં , એક ચોરસફૂટ નાં રૂ.25 લેખે રૂ.12,00,000ની માંગણી કરા હતા. પરંતુ ફરીયાદી એ વઘુ રકઝક કરતાં છેલ્લે રૂ.10,00,000 ની માંગણી કરીને છેલ્લે રૂ. 9,00,000 આપવાનો વાયદો કર્યો હતો .

પરંતુ આ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા હોવાથી ACBનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જેને આધારે આર.ટી.ઓ સર્કલ પાસે , જાહેર માર્ગ પર , સુભાષ બ્રીજ , અમદાવાદ ખાતે ACBએ છટકુ ગોઢવ્યું હતું. જેમાં આરોપી વિશ્વજીત કમલેકર લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  Panchmahal News/હાલોલ GIDC માં એગ્રો કંપનીની ગંભીર બેદરકારીને કારણે અકસ્માત, પાંચ કામદારો દાઝી ગયા, તપાસ શરૂ

આ પણ વાંચો:  Vadodara News/વડોદરા સાવલી HPCL ચોકડી પાસે અકસ્માતઃ ડમ્પર વીજલાઇનને અડી જતાં બેના સળગી જતાં મોત

આ પણ વાંચો: Bharuch-Gas Leak/કેમિકલ ફેક્ટરીમાં મોટો અકસ્માત, ઝેરી ગેસ લીક થવાથી 28 લોકો હોસ્પિટલમાં દાખલ