Gujarat News/ ગુજરાત સરકારના તમામ વિભાગોમાં પોલીસ ડિપાર્ટમેન્ટ લાંચ લેવામાં અવ્વલ

રાજ્યમાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ લાંચ લેવાની નવી પદ્ધતિ અપનાવી છે

Gujarat

Gujarat News : લાંચ લેવી અને આપવી બન્ને ગુનો છે. તેમછત્તા લાંચ લેવાનું ચલણ અટકતું નથી. નવાઈની વાત એ છે કે ગુજરાત સરકારના તમામ વિભાગોમાં પોલીસ ડિપાર્ટમેન્ટ લાંચ લેવામાં અવ્વલ હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા લાંચ-રિશ્વતના જે કેસ થયા તેમાં ગુજરાત પોલીસ સૌથી આગળ છે. છેલ્લા પાંચ વર્ષમાં એન્ટી કર્પ્શન બ્યુરો (ACB) દ્વારા કુલ 238 લાંચના છટકા ગોઠવવામાં આવ્યા હતા.

જેમાં 407 જણાને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં 122 પ્રજાજન હતા. હોમ ડિપાર્ટમેન્ટ પછી ગુજરાતમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર પંચાયત, ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ ડિપાર્ટમેન્ટમાં થયો છે. ભ્રષ્ટાચાર કરવામાં રાજ્યનો મહેસુલ વિભાગ ત્રીજા નંબર પર છે. ગુજરાત પોલીસમાં જે લોકો સામે લાંચના કેસ થયા છે અથવા લાંચ લેતા પકડાયા છે તેમાંથી મોટા ભાગના પોલીસકર્મી પોતાના મળતિયા દ્વારા વ્યવહારો ચલાવતા હતા. લાંચની રકમ સીધે સીધી સ્વીકારવાના બદલે બીજી વ્યક્તિ મારફત નાણાં લેવામાં આવે છે તેના કારણે કેસ વિકટ બની જતા હોય છે.

રાજ્યમાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ લાંચ લેવાની નવી પદ્ધતિ અપનાવી છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ ઘટસ્ફોટ કરતા જણાવ્યું કે અધિકારીઓ EMI પદ્ધતિથી લાંચ લઈ રહ્યા છે. ગુજરાતમાં આવા અનેક કિસ્સાઓને લઈને ફરિયાદ થતાં ACBએ તપાસ હાથ ધરી હતી. જેમાં સામે આવ્યું કે લોકોને વધુ આર્થિક બોજ ન ઉઠાવવો પડે માટે ભ્રષ્ટ અધિકારીઓ હપ્તા પદ્ધતિથી લાંચ લઈ રહ્યા છે. આ અધિકારીઓ પીડિતો પાસેથી માસિક હપ્તામાં લાંચની રકમ લે છે. આ વર્ષે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ જણાવ્યું કે રાજ્યમાં EMIના રૂપમાં લાંચ લેવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.

માર્ચ મહિનામાં એક કેસમાં GST નકલી બિલિંગ કૌભાંડમાં 21 લાખ રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી. આ રકમને 2 લાખ રૂપિયાના દસ હપ્તામાં અને 1 લાખ રૂપિયાના એક હપ્તામાં વહેંચવામાં આવી હતી. મોટી રકમની ચૂકવણી ટાળવા માટે આ કરવામાં આવ્યું હતું. 4 એપ્રિલે સુરતના એક ડેપ્યુટી સરપંચે એક ગ્રામજનોના ખેતર સમતળ કરવા માટે 85,000 રૂપિયાની લાંચ માંગી હતી. ગ્રામજનોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને અધિકારીએ ઈએમઆઈનો વિકલ્પ સૂચવ્યો. તેણે 35,000 રૂપિયા આગળ અને બાકીના ત્રણ સમાન હપ્તામાં ચૂકવવાનું કહ્યું.

તાજેતરમાં સાબરકાંઠાના રહેવાસી પાસેથી 4 લાખ રૂપિયા લઈને બે પોલીસ અધિકારીઓ ફરાર થઈ જતાં આ કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા હતા . આ રકમ તેના દ્વારા માંગવામાં આવેલ 10 લાખ રૂપિયાની લાંચનો પ્રથમ હપ્તો હતો. અન્ય એક ઘટનામાં, સાયબર ક્રાઈમનો એક પોલીસ અધિકારી રૂ. 10 લાખની લાંચને ચાર માસિક હપ્તામાં વહેંચવા સંમત થયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં હોમગાર્ડ કંપની કમાન્ડર લાંચ લેતા ઝડપાયો

આ પણ વાંચો:અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ-2025 આગામી પાંચમી ડિસેમ્બરથી 16 જાન્યુઆરી 2026 સુધી યોજાશે

આ પણ વાંચો:અમદાવાદમાં સાઉથ બોપલ દુર્ઘટનામાં વધુ એક મજૂરનું મોતઃ મૃત્યુઆંક થયો ત્રણ