Surat News : સુરતના અમરોલી-કોસાડ વિસ્તારમાંથી આગામી દિવાળીના તહેવાર પહેલા જ નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીઓ ઝડપાઈ છે. ફેક્ટરીમાં બ્રાન્ડેડ ઘીની આડમાં નકલી ઘી બનાવવા અને વેચવાના કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. ચોક્કસ બાતમીના આધારે સુરત SOGની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં 4 આરોપીઓની ધરપકડ કરી રૂ. 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. .
પોલીસે દરોડા દરમિયાન રૂપિયા 67,00,550ની કિંમતનું 9,919 કિલોગ્રામ નકલી ઘી જપ્ત કર્યું છે. આ સાથે ઘી બનાવવા માટેના મશીનરી અને રો મટિરિયલ પણ કબજે કર્યું છે, જેની અંદાજિત કિંમત રૂ. 53,55,950 જેટલી થાય છે. પોલીસે આમ કુલ મળીને રૂ. 1,20,56,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓની પુછપરછમાં તેઓ આર્થિક ફાયદા માટે આ ભેળસેળયુક્ત ડુપ્લીકેટ ઘી આજુબાજુના જિલ્લાઓમાં અને સ્લમ વિસ્તારની કિરાણાની દુકાનો પર બજારભાવ કરતાં સસ્તા દરે છૂટક વેચાણ કરતા હતા. આરોપીઓ ભેળસેળયુક્ત નકલી ઘી કેટલા સમયથી બનાવતા હતા અને અત્યાર સુધી કોને-કોને વેચવામાં આવતું હતું, કોણ તેના ખરીદારો હતા તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ચોંકાવનારી વાત તો એ છે કે, અમરોલી પોલીસ સ્ટેશનની હદમાં આ નકલી ઘીનો કારોબાર ધમધમતો હતો છતાં તેને આ વાતની જાણ કેમ નહોતી? કે પછી ખુદ પોલીસે આંખ આડા કાન કર્યા હતા તે સવાલ ચર્ચાઈ રહ્યો છે. જો SOG બાતમીના આધારે આવી મોટી કાર્યવાહી કરી શકતી હોય તો પછી સ્થાનિક પોલીસ કેમ ન કરી શકે?પોલીસે કરેલી પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે, આરોપીઓ આર્થિક ફાયદા માટે આ ભેળસેળયુક્ત ડુપ્લીકેટ ઘી સ્લમ વિસ્તારની કિરાણાની દુકાનો પર અને આજુબાજુના જિલ્લાઓમાં બજારભાવ કરતાં સસ્તા દરે છૂટક વેચાણ કરતા હતા.
આરોપીઓ ભેળસેળયુક્ત નકલી ઘી કેટલા સમયથી બનાવતા હતા અને અત્યાર સુધી કોને-કોને વેચવામાં આવતું હતું, કોણ તેના ખરીદારો હતા તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.આરોપીઓ વિરુદ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે દિવાળીના તહેવારમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા અટકાવવા માટે આ મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં જયેશકુમાર મહેસુરીયા, અંકીતભાઇ પંચીવાલા, સુમીતકુમાર મૈસુરીયા અને દિનેશકુમાર ગેહલોતનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Panchmahal News/હાલોલ GIDC માં એગ્રો કંપનીની ગંભીર બેદરકારીને કારણે અકસ્માત, પાંચ કામદારો દાઝી ગયા, તપાસ શરૂ
આ પણ વાંચો: Vadodara News/વડોદરા સાવલી HPCL ચોકડી પાસે અકસ્માતઃ ડમ્પર વીજલાઇનને અડી જતાં બેના સળગી જતાં મોત
આ પણ વાંચો: Bharuch-Gas Leak/કેમિકલ ફેક્ટરીમાં મોટો અકસ્માત, ઝેરી ગેસ લીક થવાથી 28 લોકો હોસ્પિટલમાં દાખલ
