Surat News/ ‘મારો વીડિયો કેમ બનાવ્યો?’ કહી યુવતીએ કર્યો સવાલ, મહિલા હોમગાર્ડ સાથે રસ્તા પર બબાલ

Home Guard Controversy: સુરતના ખરવરનગર વિસ્તારમાં ફરજ પરની મહિલા હોમગાર્ડે યુવક-યુવતીનો વીડિયો બનાવતાં વિવાદ થયો હતો. બોલાચાલી અને ઝપાઝપીનો વીડિયો વાયરલ થયા બાદ હોમગાર્ડ વિભાગે તપાસના આદેશ આપ્યા છે.

Gujarat Top Stories
Home Guard Controversy: મહિલા હોમગાર્ડના જવાબથી ગરમાયો મામલો

Surat News: શહેરના ખરવરનગર વિસ્તારમાં ફરજ પર હાજર મહિલા હોમગાર્ડ અને બાઈકસવાર યુવક-યુવતી વચ્ચે થયેલા વિવાદનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો ચર્ચામાં (Home Guard Controversy) આવ્યો છે. યુવક-યુવતીનો મોબાઈલથી વીડિયો બનાવવામાં આવતાં તેમણે મહિલા હોમગાર્ડને તેનો કારણ પૂછ્યું હતું. આ દરમિયાન બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મામલો ઝપાઝપી સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે.

Home Guard Controversy: વીડિયો બનાવવાને લઈને યુવતીએ કર્યો સવાલ

મળતી માહિતી મુજબ, યુવક અને યુવતી બાઈક પર ખરવરનગર વિસ્તારમાંથી (Kharwarnagar News) પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તા પર ફરજ બજાવી રહેલી મહિલા હોમગાર્ડે (Female Home Guard) તેમનો મોબાઈલથી વીડિયો બનાવ્યો હતો. વીડિયો બનાવવામાં આવતાં યુવતીએ મહિલા હોમગાર્ડને વીડિયો શા માટે બનાવ્યો તે અંગે સવાલ કર્યો હતો.

સોશિયલ મીડિયા પર મૂકવા અંગે જવાબ

યુવતીના સવાલના જવાબમાં મહિલા હોમગાર્ડે વીડિયો સોશિયલ મીડિયા પર મૂકવા માટે બનાવ્યો હોવાનું જણાવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ જવાબ બાદ યુવક-યુવતી અને મહિલા હોમગાર્ડ વચ્ચે બોલાચાલી વધી હતી.

યુવતીના માતા-પિતાનો નંબર માંગ્યો

વિવાદ દરમિયાન મહિલા હોમગાર્ડે યુવતી પાસેથી તેના માતા-પિતાનો મોબાઈલ નંબર માંગ્યો હતો. યુવતીએ નંબર આપવાનું કારણ પૂછતાં તેની ફરિયાદ કરવા માટે નંબર જોઈતો હોવાનું જણાવાયું હતું. યુવતીએ પોતાની મંજૂરી વગર વીડિયો બનાવવામાં આવ્યો હોવા અંગે પણ સવાલ ઉઠાવ્યો હતો.

ઈન્ચાર્જનો નંબર માંગતા મામલો વધુ વણસ્યો

યુવકે મહિલા હોમગાર્ડ પાસેથી તેના ઈન્ચાર્જનો સંપર્ક નંબર માંગ્યો હતો. જોકે, આ મુદ્દે પણ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. વાતાવરણ ઉગ્ર બનતાં વાહનચાલક અને મહિલા હોમગાર્ડ વચ્ચે ઝપાઝપી થઈ હોવાનું વીડિયોમાં (Viral Video)જોવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં અન્ય મહિલા હોમગાર્ડ કર્મચારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.

વીડિયો વાયરલ થતાં વિભાગે ગંભીર નોંધ લીધી

સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હોમગાર્ડ વિભાગનું ધ્યાન આ મામલે ગયું છે. ઘટનાને લઈને હોમગાર્ડ સુપરિન્ટેન્ડન્ટ પ્રફૂલ શિરોયાએ તપાસના આદેશ આપ્યા છે.

તપાસ બાદ થશે કાર્યવાહી

અધિકારીઓના જણાવ્યા મુજબ, સમગ્ર ઘટના કયા સંજોગોમાં બની અને ફરજ દરમિયાન મહિલા હોમગાર્ડની કામગીરી નિયમો અનુસાર હતી કે નહીં તેની તપાસ કરવામાં આવશે. તપાસમાં જો મહિલા હોમગાર્ડની ભૂલ અથવા શિસ્તભંગ સાબિત થશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.


આ પણ વાંચો: રાજકોટ મનપાની જનરલ બોર્ડ બેઠકમાં ગરમાયો માહોલ, કોંગ્રેસ-વિજિલન્સ વચ્ચે ઝપાઝપી

આ પણ વાંચો: ભાજપ કોર્પોરેટરના પતિનો યુવક સાથે ઝપાઝપીનો વીડિયો વાયરલ, હિસાબની બાબત હોવાનું નિવેદન

આ પણ વાંચો: વંથલી નગરપાલિકાનો પોતાની જ સરકાર સામે મોરચો: ઓઝતની રેતી લીઝ સામે 19 સભ્યોનો વિરોધ, હાઇકોર્ટ જવાની તૈયારી