hockey/ ભારતનું અદભૂત પ્રદર્શન, વેલ્સને હરાવીને હોકી વર્લ્ડ કપના ક્રોસ ઓવર માટે ક્વોલિફાય

ભારતીય ટીમે ગુરુવારે અદભૂત પ્રદર્શન કર્યું હતું અને FIH વર્લ્ડ કપના ક્રોસ ઓવર માટે ક્વોલિફાય કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ પોતાની પૂલ મેચમાં વેલ્સને 4-2થી હરાવ્યું હતું. હવે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા…

Top Stories Sports
Hockey World Cup

Hockey World Cup: ભારતીય ટીમે ગુરુવારે અદભૂત પ્રદર્શન કર્યું હતું અને FIH વર્લ્ડ કપના ક્રોસ ઓવર માટે ક્વોલિફાય કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ પોતાની પૂલ મેચમાં વેલ્સને 4-2થી હરાવ્યું હતું. હવે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સાથે થશે. આ મેચમાં ભારત માટે આકાશદીપ સિંહે બે ગોલ કર્યા હતા. શમશેર સિંહ અને હરમનપ્રીત સિંહે એક-એક ગોલ કર્યો હતો.

ભુવનેશ્વરમાં ગુરુવારે રમાયેલી મેચમાં ભારતે વેલ્સને 4-2થી હરાવ્યું અને પૂલ-ડીમાં બીજું સ્થાન મેળવ્યું. આ સાથે જ યજમાન ટીમે ‘ક્રોસ ઓવર’ મેચ માટે ક્વોલિફાય કર્યું હતું. હવે ટીમ ઈન્ડિયાનો મુકાબલો FIH હોકી વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવવા માટે ન્યુઝીલેન્ડ સામે થશે.

ભારતે શમશેર સિંહ (21મી મિનિટ) અને આકાશદીપ સિંહ (32મી મિનિટ) દ્વારા 2-0ની સરસાઈ મેળવી હતી પરંતુ વેલ્સે બે મિનિટમાં બે વખત ગોલ કરીને હોમ ટીમને ચોંકાવી દીધી હતી. વેલ્સના બંને ગોલ પેનલ્ટી કોર્નરમાંથી થયા હતા જેમાં ગેરેથ ફર્લોંગ (42મી મિનિટ) અને જેકબ ડ્રેપર (44મી મિનિટ)એ ગોલ કરીને તેમની ટીમને 2-2ની બરાબરી પર લાવી હતી. આકાશદીપે 45મી મિનિટે શાનદાર ફિલ્ડ ગોલ કરીને ભારતને બચાવ્યું હતું અને ત્યારબાદ કેપ્ટન હરમનપ્રીત સિંહે 59મી મિનિટે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવી દીધું હતું. ભારત અને ઈંગ્લેન્ડ બંનેના 3-3 મેચમાં 7 પોઈન્ટ છે. સારા ગોલ તફાવતને કારણે પૂલ-ડીમાં ઈંગ્લેન્ડની ટીમ ટોચ પર છે. પૂલ ડી મેચમાં ઈંગ્લેન્ડે સ્પેનને 4-0થી હરાવ્યું હતું. ઈંગ્લેન્ડ તેમના પૂલમાં ટોચ પર રહીને સીધા ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય થયું છે, જ્યારે ભારત અને સ્પેન અન્ય ચાર ક્વાર્ટર ફાઈનલ સ્થાનો માટે ‘ક્રોસ ઓવર’ મેચો રમશે.

આ પણ વાંચો: Ram Setu/રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરી શકે કેન્દ્ર, સરકારે SCમાં આપી માહિતી

આ પણ વાંચો: Google Case/ગુગલને સુપ્રીમ કોર્ટનો ઝટકો, CCI દ્વારા લગાવવામાં આવેલા દંડના આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર