National News : સુપ્રીમ કોર્ટમાં ‘વંદે માતરમ્’ રાષ્ટ્રીય ગીતના તમામ છ ચરણ ગાવાની ફરજિયાતતા અને આ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ (Vande Mataram Controversy) સામે દાખલ કરવામાં આવેલી અરજી પર મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ખ્યાતનામ કર્નાટક સંગીતકાર ટી.એમ. કૃષ્ણા (T.M. Krishna)દ્વારા કરવામાં આવેલી રીટ અરજી પર સર્વોચ્ચ અદાલતે (Supreme Court)કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને બે અઠવાડિયાની અંદર જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

Vande Mataram Controversy :અદાલતની મહત્વપૂર્ણ ટિપ્પણી
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યકાન્ત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠે મૌખિક અવલોકન કરતા જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ ધાર્મિક કે અન્ય અંગત કારણોસર વંદે માતરમ્ ન ગાય, તો તેની સામે આકરી કે ફોજદારી કાર્યવાહીની અપેક્ષા રાખી શકાય નહીં. આ સાથે પીઠે ઉમેર્યું હતું કે ‘રાષ્ટ્રીય ગીત’ (National Anthem)કયું છે કે તેમાં કેટલા પદોનો સમાવેશ થાય છે તે નક્કી કરવું અદાલતના અધિકારક્ષેત્રની બહારની બાબત છે.
6 કડીઓ ગાવાની ફરજિયાતતા સામે સવાલ
અરજદાર ટી.એમ. કૃષ્ણાએ રાષ્ટ્રીય ગીતની તમામ છ કડીઓ ગાવાના નિર્દેશો તેમજ રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ હેઠળની કડક જોગવાઈઓને સર્વોચ્ચ અદાલતમાં પડકારી છે. તેમનો દાવો છે કે આવા નિયમો વ્યક્તિગત સ્વતંત્રતા પર અસર કરે છે. આ બાબતે કેન્દ્ર સરકારનો જવાબ આવ્યા બાદ સુપ્રીમ કોર્ટ આ મામલે આગળની સુનાવણી હાથ ધરશે.
આ પણ વાંચો :રાજ્યસભા ચૂંટણીની તારીખો જાહેર: UPની 10 અને ઉત્તરાખંડની 1 સીટ પર 16 ઓક્ટોબરે મતદાન
આ પણ વાંચો :દિલ્હીમાં સગીરા સાથે ગેંગરેપનો આરોપ, એન્કાઉન્ટર બાદ એક આરોપી ઝડપાયો; 2ની શોધખોળ
આ પણ વાંચો :UPની સ્કૂલમાં મહિલા શિક્ષિકાની હત્યા, CCTVમાં આરોપી શિક્ષિકાને પહેલા માળે લઈ જતો દેખાયો
