Delhi Kalkaji Mandir Astha Kunj Park Gangrape: દેશની રાજધાની દિલ્હીના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં આવેલા કાલકાજી મંદિર નજીક 17 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. આસ્થા કુંજ પાર્કમાં બનેલી આ ઘટનાની જાણ થતાં દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે કાર્યવાહી દરમિયાન અમર કોલોની વિસ્તારમાં એન્કાઉન્ટર બાદ કેસના મુખ્ય આરોપીઓમાંના એક આસિફ નામના શખ્સને પકડી લીધો હોવાની માહિતી સામે આવી છે.
નકલી પોલીસ બનીને સગીરોને ધમકાવ્યા
પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, સોમવારે સાંજે આશરે 7 વાગ્યે સગીરા પોતાના એક મિત્ર સાથે કાલકાજી મંદિરે(Delhi Gangrape) દર્શન કરવા ગઈ હતી. ત્યારબાદ બંને નજીક આવેલા આસ્થા કુંજ પાર્કમાં ગયા હતા. લગભગ 7:30 વાગ્યે 25થી 30 વર્ષની ઉંમરના ત્રણ અજાણ્યા યુવકો ત્યાં પહોંચ્યા હતા. આરોપીઓએ પોતાને પોલીસકર્મી તરીકે ઓળખાવીને બંને સગીરોને ધમકાવ્યા હોવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ સગીર યુવકને કાબૂમાં લીધો હતો અને ત્યારબાદ સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. ઘટના બાદ ત્રણેય આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. રાત્રે આશરે પોણા નવ વાગ્યે પોલીસને PCR કોલ મળતાં ટીમ તાત્કાલિક આસ્થા કુંજ પાર્ક પહોંચી હતી.
પીડિતાને તબીબી તપાસ માટે હોસ્પિટલ લઈ જવાઈ
ઘટનાની (Delhi Gangrape) જાણ થયા બાદ પોલીસે સગીરાને તબીબી તપાસ માટે હોસ્પિટલ ખસેડી હતી. સાથે જ પોલીસ દ્વારા ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોમાંથી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. કેસની તપાસ દરમિયાન પોલીસ આરોપીઓની ઓળખ અને તેમની હિલચાલ અંગે માહિતી મેળવવા માટે CCTV ફૂટેજની તપાસ કરી રહી હતી. દિલ્હી પોલીસે POCSO એક્ટ અને બળાત્કાર સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. તપાસ દરમિયાન આસપાસના CCTV ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવામાં આવી હતી. આ તપાસના આધારે અમર કોલોની(Delhi Gangrape) વિસ્તારમાં પોલીસ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.
એન્કાઉન્ટર બાદ આસિફ ઝડપાયો, બે આરોપીઓની શોધખોળ
પોલીસની કાર્યવાહી દરમિયાન અમર કોલોની વિસ્તારમાં એન્કાઉન્ટર થયું હતું, જેમાં આસિફ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી છે. તે ઓખલા મંડી વિસ્તારમાં કામ કરતો હોવાનું પ્રાથમિકરીતે સામે આવ્યું છે. હવે દિલ્હી(Delhi Gangrape) પોલીસ બાકીના બે ફરાર આરોપીઓને શોધવા માટે દરોડા પાડી રહી છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાક્રમ, આરોપીઓની ભૂમિકા અને અન્ય પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે. બાકીના આરોપીઓની ધરપકડ બાદ કેસ અંગે વધુ વિગતો સામે આવી શકે છે.
