National News/ દિલ્હી સ્લીપર બસમાં 16 વર્ષની સગીરા સાથે ગેંગરેપ, ડ્રાઇવર-કંડક્ટરની ધરપકડ

નોઈડાથી Delhi વચ્ચે દોડતી સ્લીપર બસમાં 16 વર્ષની સગીરા પર ડ્રાઈવર અને કંડક્ટરે ગેંગરેપ આચર્યો છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

NATIONAL Top Stories India
Delhi

Delhi Crime News: દિલ્હીમાં એક સગીરા સાથે સ્લીપર બસમાં સામૂહિક દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. નોઈડાથી દિલ્હી તરફ જઈ રહેલી બસમાં 16 વર્ષની સગીરા સાથે ડ્રાઇવર અને કંડક્ટરે કથિત રીતે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. ફરિયાદ બાદ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને બસને પણ કબજે લઈને તપાસ શરૂ કરી છે.

ભારે વરસાદ વચ્ચે સગીરા નોઈડાથી નીકળી હતી

Delhiની આ ઘટના 4 ઓગસ્ટની રાત્રે બની હોવાનું સામે આવ્યું છે. ઉત્તર પ્રદેશના મૈનપુરીની રહેવાસી 16 વર્ષની સગીરા પોતાના પરિવારથી નારાજ થઈને નોઈડામાં રહેતા પિતરાઈ ભાઈના ઘરે જવા નીકળી હતી. ભારે વરસાદ અને અંધારાના કારણે તે નોઈડાના પરી ચોક પર ભૂલથી ઉતરી ગઈ હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતી એક ખાલી સ્લીપર બસના ડ્રાઇવર અને કંડક્ટરે તેને યોગ્ય સ્થળે પહોંચાડવાની વાત કહીને બસમાં બેસાડી લીધી હતી.

47 કિલોમીટરની મુસાફરી દરમિયાન અત્યાચારનો આરોપ

પોલીસ ફરિયાદ અનુસાર, બસ સુરજપુર વર્કશોપથી રિપેરિંગ બાદ કાશ્મીરી ગેટ તરફ જઈ રહી હતી. પરી ચોકથી કાશ્મીરી ગેટ સુધીની આશરે 47 કિલોમીટરની મુસાફરી દરમિયાન ડ્રાઇવર અને કંડક્ટરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. સગીરાએ વિરોધ કરતાં તેને ગંભીર પરિણામોની ધમકી આપવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. બસની સ્લીપર બર્થ અને પડદાઓને કારણે બહારના લોકોને અંદર શું થઈ રહ્યું હતું તેની જાણ થઈ શકી નહોતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના બાદ બંને આરોપીઓ સગીરાને કાશ્મીરી ગેટ બસ સ્ટેશન નજીક રિંગ રોડ પર છોડીને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ સગીરા હિંમત કરીને કાશ્મીરી ગેટ પોલીસ સ્ટેશન પહોંચી અને પોતાની સાથે બનેલી ઘટનાની જાણકારી આપી.

Delhi પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા

સગીરાની ફરિયાદ મળ્યા બાદ દિલ્હી(Delhi) પોલીસે તપાસ શરૂ કરી અને અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી. તપાસ દરમિયાન તિમારપુર વિસ્તારમાં આવેલી બસ પાર્કિંગમાંથી આરોપી ડ્રાઇવર અને કંડક્ટરની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી સ્લીપર બસ પણ જપ્ત કરી છે. બસનું ફોરેન્સિક પરીક્ષણ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મામલે આગળની કાનૂની તપાસ ચાલુ છે.


આ પણ વાંચો: દિલ્હીમાં ફરી નિર્ભય જેવી ઘટના:મહિલા સાથે બસમાં ગેંગરેપ

આ પણ વાંચો: દિલ્હીની એક કોર્ટે ગેંગરેપ કેસમાં ત્રણ લોકોને આજીવન કેદની સજા ફટકારી

આ પણ વાંચો: દિલ્હીના સરાય કાલે ખાન ગેંગરેપના આરોપીઓ ભંગારના વેપારી, ભિખારી અને ઓટો વેચનાર.