New Delhi/ દિલ્હીમાં ફરી નિર્ભય જેવી ઘટના:મહિલા સાથે બસમાં ગેંગરેપ

દેશની રાજધાની દિલ્હીમાં મહિલાઓની સુરક્ષાને લઈને ફરી ગંભીર સવાલો ઊભા થયા છે. કામ પરથી ઘરે પરત ફરી રહેલી 30 વર્ષીય મહિલા સાથે ખાનગી સ્લીપર બસમાં સામૂહિક દુષ્કર્મ (Delhi Gangrape Case)ની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસે બસના ડ્રાઈવર અને કંડક્ટરની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

Top Stories India Breaking News
Delhi Gangrape Case: મહિલા સાથે બસમાં સામૂહિક દુષ્કર્મ

New Delhi:  દેશની રાજધાની દિલ્હીમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે ફરી એક વખત ચિંતાજનક ઘટના સામે આવી છે. કામ પરથી ઘરે પરત ફરી રહેલી 30 વર્ષીય મહિલા સાથે ખાનગી સ્લીપર બસમાં સામૂહિક દુષ્કર્મ (Delhi Gangrape Case) આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને બસના ડ્રાઈવર અને કંડક્ટરની ધરપકડ કરી છે.

સમય પૂછવો બન્યો દુર્ભાગ્યનું કારણ

માહિતી અનુસાર, પીડિત મહિલા પીતમપુરાની ઝૂંપડપટ્ટીમાં રહે છે અને મંગોલપુરીની એક ફેક્ટરીમાં કામ કરે છે. સોમવારે રાત્રે કામ પૂર્ણ કરીને તે ઘરે જઈ રહી હતી. સરસ્વતી વિહારના બી-બ્લોક બસ સ્ટેન્ડ પાસે ઊભેલી ખાનગી સ્લીપર બસ પાસે તેણે સમય પૂછ્યો હતો. આરોપ છે કે બસના દરવાજા પાસે ઉભેલા શખસોએ મહિલાને જબરદસ્તી બસમાં ખેંચી લીધી હતી.

ચાલતી બસમાં બે કલાક સુધી અત્યાચાર

પોલીસ તપાસ મુજબ, આરોપીઓએ બસનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અને બસને રાની બાગથી નાંગલોઈ તરફ દોડાવી હતી. ચાલતી બસમાં મહિલા સાથે બે કલાક સુધી સામૂહિક દુષ્કર્મ (Delhi Gangrape Case) આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે. બાદમાં આરોપીઓ મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં રસ્તા પર ફેંકીને ફરાર થઈ ગયા હતા.

મહિલાએ પોલીસ સુધી પહોંચાડી વાત

ઘટના બાદ પીડિતાએ હિંમત બતાવી પોલીસનો સંપર્ક કર્યો હતો. હોસ્પિટલમાં કરાયેલી મેડિકલ તપાસમાં દુષ્કર્મ (Delhi Gangrape Case)ની પુષ્ટિ થઈ હોવાનું પોલીસે જણાવ્યું છે. દિલ્હી પોલીસે રાની બાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગુનામાં વપરાયેલી બસ જપ્ત કરી છે.

ડ્રાઈવર અને કંડક્ટર ઝડપાયા

પોલીસે Delhi Gangrape Caseમાં બસના ડ્રાઈવર અને કંડક્ટરની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. પીડિત મહિલા પરિણીત છે અને તેને ત્રણ સંતાનો છે. હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે, પરંતુ તે ભારે માનસિક આઘાતમાં હોવાનું જાણવા મળ્યું છે.


આ પણ વાંચો:મધ્યપ્રદેશમાં હેવાનિયતની હદ પાર! 90 વર્ષની વૃદ્ધા સાથે 4 નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મ

આ પણ વાંચો:આસામના સિલચર નજીક મહિલાની સાથે બોયફ્રેન્ડની સામે સામૂહિક દુષ્કર્મ, બે આરોપીની ધરપકડ

આ પણ વાંચો:ઉનામાં આધેડ મહિલા પર સામૂહિક દુષ્કર્મ મામલે વધુ એક આરોપીની ધરકપડ