mp news/ મધ્યપ્રદેશમાં હેવાનિયતની હદ પાર! 90 વર્ષની વૃદ્ધા સાથે 4 નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મ

મધ્યપ્રદેશના ખંડવામાં 90 વર્ષની વૃદ્ધા સાથે 4 શખ્સોએ ગેંગરેપ (Gangrape) કર્યો. ખેતરમાં લોહીલુહાણ હાલતમાં મળ્યા. કૂવામાં ફેંકવાનો પણ પ્રયાસ થયો હતો. વાંચો શરમજનક અહેવાલ.

Top Stories India
MP Khandwa Gangrape News

MP Khandwa Gangrape News: દેશમાં મહિલા સુરક્ષાના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં એક એવી ઘટના બની છે જેણે આખા દેશને હચમચાવી દીધો છે. અહીં માનવતા મરી પરવારી હોય તેમ, 90 વર્ષના અતિ વૃદ્ધ માજી સાથે 4 બુકાનીધારી નરાધમોએ ગેંગરેપ કર્યો છે. આ હેવાનોએ વૃદ્ધાના મોઢામાં કપડું ઠાંસીને તેમની સાથે ક્રૂરતા આચરી હતી.

રાત્રે ખેતરમાં બની Gangrapeની ઘટના

ઘટના ખંડવા મુખ્યાલયથી 70 કિમી દૂર આવેલા પુનાસા વિસ્તારની છે. શુક્રવારની રાત્રે પીડિત વૃદ્ધા પોતાના ખેતરમાં બનેલી એકલી ઝૂંપડીમાં સૂતા હતા. ત્યારે જ ચાર અજાણ્યા શખ્સો ત્યાં ઘૂસી આવ્યા હતા. આ નરાધમોએ વૃદ્ધા પર એ હદે અત્યાચાર ગુજાર્યો કે તેમના પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઇજાઓ પહોંચી છે.

MP Khandwa Gangrape News

કૂવામાં ફેંકી દેવાનો પ્રયાસ

હેવાનોની દરિંદગી આટલેથી જ અટકી ન હતી. દુષ્કર્મ આચર્યા બાદ તેઓ વૃદ્ધાને પુરાવાનો નાશ કરવા માટે ખેતરના કૂવામાં ફેંકી દેવા માંગતા હતા. પરંતુ સદનસીબે તે સમયે આસપાસના ખેતરોમાં લોકોની અવરજવર જણાતા તેઓ વૃદ્ધાને લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ફેંકીને નાસી છૂટ્યા હતા.

12 કલાક સુધી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા

ગંભીર રીતે ઘાયલ વૃદ્ધા આખી રાત દર્દથી કણસતા રહ્યા. શુક્રવારે સવારે જ્યારે કેટલાક લોકો ખેતરમાં ઘાસચારો લેવા પહોંચ્યા ત્યારે દ્રશ્ય જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. વૃદ્ધા લોહીથી લથબથ હાલતમાં ખાટલામાં પડ્યા હતા અને આખો ખાટલો લોહીથી ભીંજાયેલો હતો. ગ્રામજનોએ તાત્કાલિક પોલીસ અને તેમની દીકરીને જાણ કરી હતી.

પોલીસ તપાસ અને દીકરીનું નિવેદન

હાલમાં હુમલાનો ભોગ બનેલા વૃદ્ધાને અત્યંત ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, વૃદ્ધાની શારીરિક સ્થિતિ અત્યારે એવી નાજુક છે કે તેઓ કોઈ પણ નિવેદન આપવા કે બોલવા માટે સક્ષમ નથી. આ ઘટના અંગે શંકા વ્યક્ત કરતા પીડિતાની દીકરીએ ખુલાસો કર્યો હતો કે, થોડા દિવસો પહેલાં પણ તેમના ઘરે ચોરીનો એક પ્રયાસ થયો હતો, જેથી આ કૃત્ય કોઈ સ્થાનિક નશાખોરો કે જાણભેદુનું હોવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. આ દિશામાં કડીઓ મેળવીને પોલીસની વિવિધ ટીમો આરોપીઓને સત્વરે ઝડપી પાડવા માટે દોડધામ કરી રહી છે.

આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે રાક્ષસી માનસિકતા ધરાવતા લોકો માટે ઉંમર કે સંબંધ કોઈ માયને નથી રાખતા. સમાજ અને તંત્ર માટે આ એક લાલબત્તી સમાન કિસ્સો છે.


આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં ભિંડ-ગ્વાલિયર હાઇવે પર ભયાનક અકસ્માત, ચારના મોત અને સાત ઘાયલ

આ પણ વાંચો: મધ્યપ્રદેશના મહુમાં દૂષિત પાણીથી 19 બાળકો સહિત 25 લોકો બીમાર 

આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, 5 મહિલાઓના મોત