Uttar Pradesh News:/ ઉત્તર પ્રદેશમાં વાવાઝોડામાં 54 લોકોના મોત, પ્રયાગરાજમાં 16 લોકોએ ગુમાવ્યો

ઉત્તર પ્રદેશમાં આવેલા જોરદાર વાવાઝોડા (ThunderStorm) અને વરસાદે ભારે વિનાશ સર્જ્યો છે. ભદોહી, પ્રયાગરાજ, મિર્ઝાપુર સહિતના જિલ્લાઓમાં કુલ 54 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે અને મોટા પ્રમાણમાં સંપત્તિને નુકસાન પહોંચ્યું છે.

Top Stories India Breaking News
ThunderStorm

Uttar Pradesh News:બુધવારે મોડી સાંજે ઉત્તર પ્રદેશમાં આવેલા ભયંકર વાવાઝોડાએ (ThunderStorm) ભારે તબાહી મચાવી હતી. ઘણી જગ્યાએ મોટા વૃક્ષો ઉખડી ગયા હતા અને માટીના મકાનો જમીનદોસ્ત થઈ ગયા હતા. ઘરની દિવાલો ધરાશાયી થવાની ઘણી ઘટનાઓ બની હતી, જેના કારણે અનેક લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ વાવાઝોડાને કારણે ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં 54 લોકોના મોત થયા છે. રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ વીજળી પડવાના અહેવાલ છે.

ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં, ભારે વાવાઝોડાને (ThunderStorm) કારણે 15 લોકો માર્યા ગયા હતા અને આઠ ઘાયલ થયા હતા.આ કુદરતી આફતે 16 પશુઓના પણ જીવ લીધા હતા. સાંજે 5:30 વાગ્યાની આસપાસ, હવામાન અચાનક બદલાયું અને જોરદાર પવન ફૂંકાયો. આ ભયંકર વાવાઝોડાને કારણે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો અને વીજળીના થાંભલા પડી જવાના બનાવો બન્યા હતા.

 આંધી-તોફાન (ThunderStorm), વરસાદમાં 17 લોકો ઇજાગ્રસ્ત 

ભદોહીમાં અનેક સ્થળોએ વૃક્ષો પડી ગયા હતા, જેમાં 15 લોકોના મોત થયા હતા. ભદોહીના સુરિયાવાન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ખાર્ગસેન પટ્ટીમાં એક ઘર પર ઝાડ પડવાથી એક મહિલા અને તેની બે પુત્રીઓના મોત થયા હતા. ઔરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝાડ નીચે ઉભેલા લોકોનું મોત નીપજ્યું હતું.

જિલ્લા મેજિસ્ટ્રેટ શૈલેષ કુમારે વાવાઝોડા (ThunderStorm) સંબંધિત ઘટનાઓમાં 15 લોકોના મોતની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે આઠ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણ લોકોની હાલત ગંભીર હોવાથી તેમને BHU (વારાણસી) રિફર કરવામાં આવ્યા હતા. જિલ્લાવાર, પ્રયાગરાજમાં 16 અને મિર્ઝાપુરમાં 10 લોકોના મોત થયા હતા.

જિલ્લા વહીવટીતંત્રે મિર્ઝાપુરમાં ભારે વાવાઝોડાને (ThunderStorm) કારણે 10 લોકોના મોતની પુષ્ટિ કરી છે. એકલા મિર્ઝાપુર સદર તાલુકામાં સાત લોકોના મોત થયા છે. ચુનાર તાલુકામાં ત્રણ લોકોના મોત થયા છે. જિલ્લામાં અનેક સ્થળોએ વૃક્ષો, વીજળીના થાંભલા અને દિવાલો ધરાશાયી થયા છે. ફતેહપુર જિલ્લામાં નવ, હરદોઈ જિલ્લામાં બે અને કાનપુર દેહાત અને કૌશાંબી જિલ્લામાં એક-એક વ્યક્તિનું મોત થયું છે.


આ પણ વાંચો:ઉત્તરપ્રદેશમાં થયેલા ભીષણ માર્ગ અકસ્માતમાં છનાં મોત

આ પણ વાંચો:ઉત્તરપ્રદેશના શાહજહાપુરમાં રેલ્વે ટ્રેક પર મોતનું તાંડવ,એક સાથે પાંચ લોકોનું મોત

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશના ગોંડામાં ગેરકાયદેસર બંધ મકાનમાં ફટાકડા બનાવતા વિસ્ફોટ, 2ના મોત અને 3 ઘાયલ