હરિયાણામાં ભાજપ અને કોંગ્રેસ પક્ષ સિવાય જો કોઇ અન્ય પાર્ટી વિશે ચર્ચા ચાલી રહી હોય તે જનનાયક જનતા પાર્ટી છે. જનનાયક જનતા પાર્ટીનાં નેતા દુષ્યંત ચૌટાલાએ શુક્રવારે કહ્યું કે, ભાજપ કે કોંગ્રેસ બન્ને તેમના માટે અછૂત નથી અને તેઓ તેમની સંસ્થાના સામાન્ય લઘુતમ કાર્યક્રમમાં સહમત આપનાર કોઈપણ પક્ષને સમર્થન આપશે.
10 સભ્યોની જેજેપી વિધાનસભા પક્ષની બેઠક બાદ ચૌટાલાએ તેમનો પક્ષ ભાજપ કે કોંગ્રેસને ટેકો આપશે કે કેમ તે અંગે પોતાનું કાર્ડ ખોલ્યું ન હતું. ચૌટાલાએ કહ્યું કે તેમણે આ મામલે હજુ સુધી ભાજપ કે કોંગ્રેસ સાથે વાત કરી નથી. જેજેપીએ તેની પ્રથમ વખતની ચૂંટણીમાં 10 બેઠકો અને 15% મતો સાથે હરિયાણામાં મજબૂત હાજરી નોંધાવી છે. દુષ્યંત ચૌટાલાએ તિહાર જેલમાં તેમના પિતાને મળ્યા બાદ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે ભાજપ-કોંગ્રેસને ટેકો આપવા અંગે ખુલ્લેઆમ કંઈ કહ્યું નહીં, પરંતુ તેમના દરવાજા બધા માટે ખુલ્લા હોવાનો સંકેત આપ્યો છે.
Dushyant Chautala, JJP: The party which will agree to our Common Minimum Program under which we had taken the resolution of 75% jobs reservation for Haryanvis, & that of Chaudhary Devi Lal's idea of old age pension, JJP will give its support to that party. #HaryanaAssemblyPolls pic.twitter.com/yUkUTOOpoh
— ANI (@ANI) October 25, 2019
તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય દ્વારા કયા વિષયો પર આગળ આવીને પગલા ઉઠાવવામાં આવે તે અંગે કારોબારી ચર્ચા ચાલી રહી છે. અમે જેજેપીનાં એજન્ડાને ટેકો આપતી પાર્ટી સાથે જઈશું. રાજ્યની અંદર હરિયાણવી રોજગારનાં અધિકાર, વૃદ્ધાવસ્થા પેન્શન, જે પણ રાજકીય પક્ષ આ વિષયો પર સહમત થશે, તેને જનનાયક જનતા પાર્ટી સંપૂર્ણ સરકાર બનાવવાનો પ્રયત્ન કરશે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
