સુરત: સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનારા સુરતના ગ્રીષ્મા હત્યા કેસની યાદ ફરી સુરતવાસીઓને તાજી છે. શહેરના જીઆઇડીસી વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીની હત્યા કરી નાખતા સનસનાટી મચી જવા પામી હતી. પોલીસે હત્યારા પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના જીઆઇડીસી વિસ્તારમાં રહેતા શૈલેષ વિશ્વકર્માને પાડોશમાં જ રહેતી નીલુ ગુલામશંકર વિશ્વકર્મા સાથે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધમાં હતો. જોકે, નીલુના પરિવારે તેની સગાઇ અન્ય યુવક સાથે નક્કી કરી દીધા હતા. જેને લઈને શૈલેષમાં રોષ જોવા મળ્યો હતો. સગાઇને લઇ આજે શૈલેષ અને નીલુ વચ્ચે ફરીથી ઉગ્ર ઝઘડો થયો હતો. દરમિયાન ગુસ્સામાં આવી જઈ પોતાની પાસે રહેલું તીક્ષ્ણ હથિયાર વડે નીલુ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.
શૈલેષનો જીવ આટલે નહીં ભરાતા જાહેરમાં નીલુના માથા ઉપર પથ્થર વડે હુમલો કર્યો હતો. આ ઘટના સમયે નીલુના પરિવારજનો મૃક પ્રેક્ષક બની સમગ્ર ઘટના જોતા રહ્યા હતા. આ ઘટનામાં નીલુને સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
આ ઘટનાની જાણ સચિન જીઆઇડીસી પોલીસને થતાં સ્થળ પર આવી આવી હતી. પોલીસ આવે તે પહેલા જ શૈલેષ ભાગી છુટ્યો હતો. જોકે, પોલીસે ગણતરીના સમયમાં જ હત્યારા શૈલેષની ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો.
