Junagadh News/ મેંદરડા ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ ઝડપાઈ: 8 પુરુષ-2 મહિલાની અટકાયત, રૂ.1.95 લાખનો મુદ્દામાલ જપ્ત

મેંદરડાના નતાડિયા ગામે ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ (Mendarda Liquor Party) પર જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચનો દરોડો, 8 પુરુષ અને 2 મહિલાની અટકાયત

Top Stories Gujarat Others Breaking News
Mendarda Liquor Party: ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ માણતા 10 ઝડપાયા: રૂ.1.95 લાખનો મુદ્દામાલ જપ્ત

Junagadh News: જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે મેંદરડા તાલુકાના નતાડિયા ગામની સીમમાં આવેલા એક ફાર્મહાઉસમાં ચાલતી દારૂની મહેફિલ (Mendarda Liquor Party) પર દરોડો પાડ્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં 8 પુરુષો અને 2 મહિલાઓ સહિત કુલ 10 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, નતાડિયા રોડ પર આવેલા વાઈલ્ડ વાડી કોટેજ ફાર્મહાઉસના રૂમ નંબર 402માં કેટલાક લોકો એકઠા થઈ દારૂની મહેફિલ (Mendarda Liquor Party) માણી રહ્યા હોવાની માહિતી મળી હતી. માહિતી મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થળ પર પહોંચીને ફાર્મહાઉસની ઘેરાબંધી કરી દરોડો પાડ્યો હતો.

બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચનો દરોડો

જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ મેંદરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન નતાડિયા રોડ પર આવેલા ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ (Mendarda Liquor Party) ચાલી રહી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીની ખરાઈ કર્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ટીમે ફાર્મહાઉસને કોર્ડન કરી રૂમ નંબર 402માં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કેટલાક લોકો નશાની હાલતમાં જોવા મળ્યા હતા, જ્યારે કેટલાકના હાથમાં દારૂ ભરેલા ગ્લાસ હોવાનું પોલીસને જણાયું હતું.

Mendarda Liquor Party: 10 લોકોની અટકાયત

દરોડા દરમિયાન પોલીસે કુલ 10 સ્ત્રી-પુરુષોની અટકાયત કરી છે. તેમાં 8 પુરુષોનો સમાવેશ થાય છે. ઉપલબ્ધ પોલીસ વિગતો અનુસાર ઝડપાયેલા લોકોમાં જુનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોના રહેવાસીઓનો સમાવેશ થાય છે.

ઝડપાયેલા પુરુષોના નામ આ મુજબ છે:

મેહુલભાઈ બાબુભાઈ વઘાસિયા, ઉંમર 41 વર્ષ, રહે. જુનાગઢ

દિવ્યેશ ઉર્ફે શ્યામભાઈ ભરતભાઈ દંતણી, ઉંમર 33 વર્ષ, રહે. પોરબંદર

અખિલભાઈ બળવંતભાઈ ભુવા, ઉંમર 40 વર્ષ, રહે. રાજકોટ

અર્પિતભાઈ મનસુખભાઈ હિંગરાજીયા, ઉંમર 39 વર્ષ, રહે. જામનગર

વિમલભાઈ ચીમનભાઈ ખાંટ, ઉંમર 43 વર્ષ, રહે. જામનગર

મીતભાઈ કરણભાઈ કંડોરીયા, ઉંમર 25 વર્ષ, રહે. દેવભૂમિ દ્વારકા

રાજદીપભાઈ સોમાભાઈ બારીયા, ઉંમર 20 વર્ષ, રહે. જામનગર

કલ્પેશભાઈ શાંતિલાલભાઈ વાછાણી, ઉંમર 39 વર્ષ, રહે. જામનગર

પોલીસ દ્વારા બે મહિલાઓને પણ આ કાર્યવાહી દરમિયાન ઝડપી લેવામાં આવી છે.

કાર, મોબાઈલ અને બિયરની બોટલો જપ્ત

દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી એક મારુતિ સુઝુકી બ્રેઝા કાર, 9 મોબાઈલ ફોન અને 500 એમએલની સીલબંધ 6 બિયર બોટલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસની વિગતો પ્રમાણે જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત આ મુજબ છે:

મારુતિ સુઝુકી બ્રેઝા કાર (GJ-10-DA-7567) – રૂ.1.50 લાખ

9 મોબાઈલ ફોન – રૂ.45 હજાર

500 એમએલની 6 સીલબંધ બિયર બોટલ – રૂ.807

આમ, પોલીસે કુલ રૂ.1,95,807નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ફાર્મહાઉસમાં ચાલતી પાર્ટીઓ પર પોલીસની નજર

શહેરથી દૂર આવેલા ફાર્મહાઉસ અને વાડી વિસ્તારોમાં એકાંતનો લાભ લઈને ગેરકાયદેસર દારૂની મહેફિલો (Mendarda Liquor Party) યોજાતી હોવાની ફરિયાદો વચ્ચે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જૂનાગઢ પોલીસ વડાની સૂચનાના પગલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પેટ્રોલિંગ અને બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. નતાડિયા ગામની સીમમાં થયેલી આ કાર્યવાહીને પગલે આવા સ્થળોએ ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની કાર્યવાહી વધુ કડક બને તેવી શક્યતા છે.


આ પણ વાંચો:સુરતમાં ફરી દારૂની મહેફિલ! રાજહંસ બેલીઝાના ફ્લેટમાંથી 6 વેપારીઓ ઝડપાયા

આ પણ વાંચો:અમદાવાદના ભાજપ કોર્પોરેટરના નામે દારૂની મહેફિલનો વીડિયો વાયરલ

આ પણ વાંચો:વસ્ત્રાપુરમાં દારૂની મહેફિલ માણતા 3 યુવતી અને 2 યુવકો ઝડપાયા