Lifestyle/ લંચ સમયે બનાવો ખાટી-મીઠી તીખી મારવાડી કઢી…ટેસ્ટી એવી કે આંગળા ચાટી જશો!!

ઘરે જ આસાનીથી બનાવી શકાય એવી આ મારવાડી સ્ટાઇલ મસાલેદાર કઢીની રેસિપી (Marwari Kadhi Recipe) આંગળા ચાટી જવા મજબૂર કરી દે એવી છે!!

Trending Tips & Tricks Food Lifestyle
Marwari Kadhi Recipe...રાજસ્થાનની પારંપરિક સ્વાદિષ્ટ વાનગી!

Lifestyle: આજ સુધી તમે કેટલાયે પ્રકારની કઢી ખાધી હશે પરંતુ શું કદીયે મારવાડી સ્ટાઇલ મસાલેદાર કઢી (Marwari Kadhi Recipe) ટ્રાય કરી છે ખરી? જો હજુ સુધી તમે આ ચટાકેદાર વાનગીનો સ્વાદ ચાખ્યો નથી તો આજે તમારા માટે ઘરે જ આસાનીથી બનાવી શકાય એવી આ મારવાડી સ્ટાઇલ મસાલેદાર કઢીની રેસિપી દર્શાવવા જઇ રહ્યા છીએ જેને ખાનારા એનો ગજબ સ્વાદ જરાય ભૂલી નહિં શકે!

ગરમા-ગરમ ભાત કે ખીચડી સાથે આ ચોમાસાની ઋતુ (Monsoon Season)માં વિવિધ પ્રકારની કઢી ખાવાનો આનંદ જ કંઇક ઓર હોય છે! ગરમાગરમ ભાત અને એની સાથે દહીં અને ચણાના લોટમાંથી બનેલી ટેસ્ટી-ટેસ્ટી કઢી…આ બેનો સંગમ જ અનોખો છે! આ એક એવી વાનગી છે કે જે ખાધા પછી સંતોષનો ઓડકાર આવે છે. કઢી ખાવામાં તો સ્વાદિષ્ટ હોય જ છે પરંતુ, હૅલ્ધી પણ એટલી જ હોય છે. જો તમે દરરોજ એક જ પ્રકારની કઢી ખાઇને કંટાળી ગયા હો અને કશુંક નોખા પ્રકારનું વ્યંજન બનાવવા માગતા હો તો આ મારવાડી સ્ટાઇલ મસાલેદાર કઢી તમારા માટે એક બહેતરીન વિકલ્પ બની રહેશે.

શી રીતે બનાવશો મારવાડી કઢી? (Marwari Kadhi Recipe)

આપણા ભોજનની થાળીમાં કઢી (Kadhi)નું સ્થાન અનોખું છે. સાવ સામાન્ય લાગતી કઢી અમુક વખતે દાળ કે શાકથી પણ વધારે ટેસ્ટી લાગતી હોય છે. જો કઢીને ધ્યાનથી બનાવવામાં આવે, એમાં તાજા લીમડાનો વઘાર પડે અને આ સાધારણ કઢી આંગળા ચાટી જવા મજબૂર કરી દે છે!! ઘણા લોકોને કઢી બનાવવી કઠિન કાર્ય લાગતું હોય છે પરંતુ, હકીકતમાં એ સૌથી સરળ વાનગી (Recipe) છે! તમારે એને કેટલી વાર પકાવવી અને એમાં કેવો વઘાર કરવો એની ખબર પડી જાય તો તમારી કઢી લાજવાબ બનશે જ!

રાજસ્થાનની આ પારંપરિક વાનગી (Traditional Rajasthani Recipe) છે અને એના ખાટા-તીખા અને મસાલેદાર સ્વાદ માટે મશહૂર છે. આ કઢીની ખાસિયત એ છે કે, એને ડુંગળી કે લસણ વિના જ બનાવવામાં આવતી હોવા છતાંયે કેટલાક વિશેષ મસાલાના વઘારથી એનો ટેસ્ટ અનેકગણો વધી જાય છે! તો ચાલો જાણીએ એને બનાવવાની સરળ રેસિપી વિશે વિસ્તૃતપણે….

besan and curd

સામગ્રી (Ingredients)

1 કપ બેસન

1 કપ દહીં

1 કપ છાશ

1 નાની ચમચી હળદર

1/2 નાની ચમચી હીંગ

1 નાની ચમચી રાઈ

1 નાની ચમચી જીરું

1 ઈંચ આદુનો ટુકડો

1 નાની ચમચી સૂકવેલો ફુદીના પાવડર

2 તમાલપત્ર

4 લવિંગ

4 આખા સૂકા લાલ મરચાં

3-4 આખા કાળા મરી

1 નાની ચમચી મેથી પાવડર

2 નાના ટુકડા તજ

8-10 મીઠા લીમડાના પાન

2 ચમચા દેશી ઘી

સ્વાદાનુસાર મીઠું

આવશ્યકતા અનુસાર પાણી

rajasthani kadhi thal
rajasthani kadhi thal

બનાવવાની વિધિ (Marwari Kadhi Recipe)

1. સૌપ્રથમ એક મોટા બાઉલમાં દહીં અને છાશ (Curd & Buttermilk) ઉમેરીને સારી રીતે ફેંટી લો.

2. હવે એમાં બેસન, હળદર અને થોડું પાણી મિક્સ કરીને એક ગાઢ મિશ્રણ તૈયાર કરી લો અને એમાં ગાંઠા ન પડે એનું ધ્યાન રાખવું.

3. એક કડાઇમાં દેશી ઘી (Desi Ghee)ગરમ કરો અને ત્યારબાદ એમાં જીરું, તજ, લવિંગ, કાળા મરી અને હીંગ ઉમેરીને થોડી સેકન્ડ સુધી શેકી લો.

4. ત્યારબાદ સુગંધ આવે એટલે એમાં બારીક કરેલું અથવા તો છીણેલું આદુ, મેથી પાવડર, સૂકાયેલા ફુદીનાનો પાવડર અને મીઠા લીમડાના પાન ઉમેરીને આ તમામ સામગ્રીને હળવી શેકી લો.

5. હવે તૈયાર બેસન-દહીંના મિશ્રણને કડાઇમાં ઉમેરો અને સતત ચલાવતા રહો જેથી દહીં ફાટે નહિં.

6. કઢીમાં એક ઉભરો આવે એટલે ગૅસની ઝાળને ધીમી કરીને 20-25 મિનિટ સુધી પકાવી લો અને વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું.

7. એક વઘારિયામાં થોડું ઘી ગરમ કરો અને એમાં રાઈ, આખા લાલ મરચાં અને થોડો લાલ મરચાનો પાવડર ઉમેરીને વઘાર રેડી કરવો.

8. આ વઘારને તૈયાર થયેલી કઢી ઉપર રેડો અને તરત ઢાંકીને 2-3 મિનિટ સુધી રાહ જુઓ જેથી વઘારની સુગંધ કઢીમાં સારી રીતે ભળી જાય!

તો તૈયાર છે ગરમા-ગરમ મારવાડી સ્ટાઇલ કઢી (Marwari Kadhi Recipe)! આ કઢીને બાજરીના રોટલા, સાદા ભાત, જીરા રાઇસ અથવા તો ખીચડી સાથે પીરસો. એનો ખાટો-તીખો અને મસાલેદાર સ્વાદ તમારા ભોજનની મજા બમણી કરી દેશે!


આ પણ વાંચો: કૂકરમાં એકસાથે કઢી-ભાત બનાવો, એટલો મસ્ત ટેસ્ટ આવશે કે આંગળા ચાટી જશો! નોંધી લો રેસિપી…

આ પણ વાંચો: ઢાબા સ્ટાઇલ પંજાબી કઢી પકોડા બનાવવાની પરફેક્ટ રીત, જાણી લો ઘરે બનાવવાની ટિપ્સ

આ પણ વાંચો: ભાત વધ્યા હોય તો શું કરવું? નો ટેન્શન…બ્રેકફાસ્ટમાં બનાવો વધેલા ભાતના ચીલા…ઝટપટ ટેસ્ટી રેસિપી..!