Lifestyle: ક્યારેક કેઇ સૂઝ ન પડે તો શું બનાવવું કે જેનાથી જમ્યાનો સંતોષ પણ થાય અને ફટાફટ બની પણ જાય! આ એક સ્વાદિષ્ટ અને હૅલ્ધી ફૂડ (Tasty & Healthy Food) એક ઉત્તમ વિકલ્પ છે. હવે તમે કઢી-ભાતને વધારે ઝડપથી બનાવી શકો છો. અહિં અમે તમને કૂકરમાં કઢી-ભાત શી રીતે બનાવવા એની સરળ અને ઝટપટ રેસિપી (Quick Recipe) જણાવીશું.

ગરમાગરમ ભાત અને એની સાથે દહીં અને ચણાના લોટમાંથી બનેલી ટેસ્ટી-ટેસ્ટી કઢી…આ બેનો સંગમ જ અનોખો છે! આ એક એવી વાનગી છે કે જે ખાધા પછી સંતોષનો ઓડકાર આવે છે. કઢી ખાવામાં તો સ્વાદિષ્ટ હોય જ છે પરંતુ, હૅલ્ધી પણ એટલી જ હોય છે. કારણ કે, તમે એને ઘણા ઓછા ઘી કે તેલ (Ghee or Oil)નો ઉપયોગ કરીને તૈયાર કરી શકો છો. પરંતુ, સમસ્યા એ છે કે કઢી બનાવવામાં વાર લાગે છે અને આથી જ ઘણા લોકો એને બનાવવાનું ટાળતા હોય છે. જો તમને પણ કઢી-ભાત (Curry-Rice) ભાવે છે તો તમારી પાસે હવે એને એકસાથે બનાવવાનો વિકલ્પ હાજર છે. અને એ છે કૂકરમાં કઢી-ભાતને એકસાથે બનાવવા! સાંભળવામાં નવાઇ લાગશે પણ આ રેસિપી જોઇને તમે આ વાતને માની જશો!! અહિં અમે તમને એવી ટ્રિક (Trick) દર્શાવીશું કે જેથી તમે એકસાથે કઢી અને ભાત આ બંને વસ્તુઓને તૈયાર કરી શકશો. તો ચાલો જાણીએ, કૂકર (Cooker)માં કઢી-ભાત બનાવવાની રેસિપી વિશે…
કૂકરમાં કઢી-ભાત શી રીતે બનાવશો?
કઢી-ભાત બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની જરુર પડશે.

સામગ્રી
1 કપ દહીં
4 ચમચી ચણાનો લોટ
2 ચમચી આદુ-લસણની પેસ્ટ
1 ચમચી લાલ મરચાં પાઉડર
1/2 ચમચી હળદર
1 ચમચી ધાણાજીરું
સ્વાદાનુસાર મીઠું
2 કપ ચોખા
પાણી (આવશ્યકતા અનુસાર)
વઘાર માટે-
1/2 ચમચી રાઇ
1/2 ચમચી આખું જીરું
2 સૂકા લાલ મરચાં
4-5 મીઠાં લીમડાની ડાળખી
1 તમાલપત્ર

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ ચોખા (Rice)ને સારી રીતે બે વાર ધોઇને પલાળી દો.
2. હવે એક મોટા બાઉલમાં ચણાનો લોટ અને દહીં (Besan & Curd)ને મિક્સ કરીને સારી રીતે ઝેરણીથી ફેંટી લો. એમાં ગાંઠા ન પડવા જોઇએ. હવે જે રીતે કઢીનું મિશ્રણ બનાવીએ એ જ રીતે, એમાં જોઇતું પાણી ઉમેરીને મિશ્રણ તૈયાર કરી લેવું.
3. હવે આ મિશ્રણમાં આદુ-લસણની પેસ્ટ (Ginger-Garlic Paste), લાલ મરચું, હળદર, ધાણાજીરું તથા સ્વાદાનુસાર મીઠું ઉમેરી લો. ફરીથી એને ઝેરણી વડે સારી રીતે ફેંટી લો.
4. હવે ગૅસ પર કૂકરને મૂકીને એમાં ઘી અથવા તો સરસવનું તેલ ઉમેરો. સરસવનું તેલ ન હોય તો અન્ય કોઇ પણ તેલ ચાલશે પણ ઘી કે સરસિયામાં સ્વાદ સરસ આવે છે.
5. ઘી કે તેલ ગરમ થાય એટલે એમાં રાઇ, જીરું, સૂકા લાલ મરચાં, મીઠા લીમડાની ડાળખીઓ અને તમાલપત્ર નાંખો. વઘાર તતડી જાય એટલે હળદર ઉમેરો.
6. હવે તરત જ દહીં-ચણાના તૈયાર કરેલા મિશ્રણને કૂકરમાં ઉમેરી દો અને સારી રીતે હલાવતા રહો. એક ઉકાળો આવે ત્યાં સુધી એને સતત હલાવતા રહેવું. જ્યારે કઢી ઉકળે એટલે એમાં મીઠું (Salt) ઉમેરી દેવું.
7. કઢીને ઉકળતા અડધો કલાક થાય એટલે એમાં પલાળેલા ચોખાને ઉમેરી દેવા અને સારી રીતે મિક્સ કરી લેવા.
8. કૂકરને બંધ કરવું નહિં પણ એને ખુલ્લું રાખીને જ ચોખાને એમાં ધીમા તાપે રંધાવા દેવા.
9. થોડી જ મિનિટોમાં તમે જોશો કે કઢી સાથે ચોખા સારી રીતે રંધાઇ ગયા છે. તમારા ગરમાગરમ હૅલ્ધી અને ટેસ્ટી કઢી-ભાત સર્વ કરવા માટે તૈયાર છે!
આ પણ વાંચો:ફટાફટ ટેસ્ટી-હૅલ્ધી પાલખ ઇડલી બનાવો, બાળકોને ખવડાવો..ખુશ થઇ જશે!!
આ પણ વાંચો:રાજમા-રાઇસ ખાઇને બોર થઇ ગયા? તો પ્રસ્તુત છે રાજમા પરોઠાની અફલાતૂન રેસિપી…

