નવી દિલ્હી,
આજથી લગભગ ૭૫ વર્ષ પહેલા ૨૧ ઓક્ટોબર, ૧૯૪૩ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝે આઝાદ ભારતની પ્રથમ સરકાર બનાવી હતી, ત્યારે સરકારના રવિવારે ૭૫ વર્ષ પૂર્ણ થયા છે. આ ખાસ અવસર પર રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આઝાદ હિન્દ સરકારના ૭૫ વર્ષ પૂર્ણ થયા પર આયોજિત ખાસ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યા છે. આ સમયે તેઓએ લાલ કિલ્લા ખાતે એક નવી પરંપરા કાયમ કરતા રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે. આ સાથે પીએમ મોદીએ લાલ કિલ્લા ખાતે વર્ષમાં બે વાર તિરંગો લહેરાવી ઈતિહાસ સર્જ્યો છે.
Delhi: Prime Minister Narendra Modi hoists the national flag at the Red Fort to mark the 75th anniversary of the proclamation of ‘Azad Hind Sarkar’, today. pic.twitter.com/m17Jr46sz9
— ANI (@ANI) October 21, 2018
પીએમ મોદીએ કહ્યું હતું કે, “આ ખાસ મૌકા પર લાલ કિલ્લા પર તિરંગો ફરકાવવો એ મારું સૌભાગ્ય છે”.
આઝાદ્સ હિન્દ સરકારના ૭૫ વર્ષ પૂર્ણ થયા પાર વડાપ્રધાન મોદીએ કહ્યું,
આ જ લાલ કિલ્લો છે, જ્યાં ૭૫ વર્ષ પહેલા વિકટ્રી પરેડનું સપનું નેતાજી સુભાષચંદ્ર બોઝે જોયું હતું.
હું પોતાને સૌભાગ્યશાળી મનુ છું કે, નેતાજીએ બતાવેલા રસ્તાઓનું હું એ અનુશરણ કર્યું છે.
આઝાદી માટે લડી રહેલા દુનિયાના ઘણા દેશોએ નેતાજીમાંથી પ્રેરણા લીધી હતી.
લાખો બલિદાન લઈને અમે સ્વરાજ સુધી પહોચ્યા છે, તેને બનાવી રાખવું એક પડકાર છે.
એક પરિવારને મોટો બનાવવા માટે બાબા સાહેબ આંબેડકર અને સરદાર પટેલની જેમ જ નેતાજીના યોગદાનને ઓછું આંકવાની કોશિશ કરવામાં આવી છે.
રાષ્ટ્રીયતા કે ભારતીયતાની ભાવના ખુબ મહત્વપૂર્ણ છે.
આઝાદીના આટલા વર્ષો બાદ પણ નેતાજીનું સપનું પૂર્ણ થયું નથી. ભારત દેશ આગળ વધ્યો છે, પરંતુ નવી ઉંચાઈઓ પર પહોચાવાનું બાકી છે.
સુભાષ બાબુ એ સૈનિકોમાંથી છે જેઓએ સમયની સાથે પોતાને બદલ્યા અને લક્ષ્ય ના હિસાબથી પગલા ઉઠાવ્યા છે.
નેતાજી એ એ સત્તાની વિરુધ લડત લડી હતી, જેનો સૂરજ ક્યારેય [પણ અસ્ત થયો ન હતો.
ભારતની ગુલામીને લઈ નેતાજીના મનમાં ખુબ દુઃખ હતું. આ દુઃખથી વ્યથિત થઈને તેઓએ માત્ર ૧૫-૧૬ વર્ષની ઉંમરમાં જ પોતાની માતાને એક પત્ર લખીને પૂછ્યું હતું કે, શું ભારતમાતાની સ્થિતિ આ જ પ્રમાણે જર્જર રહેશે.
