Russia Ukraine War Major Attack 2026: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે વધુ ભયાનક તબક્કામાં પહોંચ્યું છે. નવા વર્ષની શરૂઆતમાં જ રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી વિનાશક મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલાએ યુક્રેનના અનેક શહેરોમાં વિનાશની સ્થિતિ સર્જી અને લાખો નાગરિકોને કડકડતી ઠંડીમાં વીજળી વગર રહેવાની નોબત આવી છે.
ઠંડી બની જીવલેણ: હીટિંગ સિસ્ટમ ઠપ
યુક્રેનની રાજધાની કિવ સહિતના વિસ્તારોમાં હાલ તાપમાન માઈનસ 13 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. રશિયાએ વ્યૂહાત્મક રીતે યુક્રેનના પાવર સ્ટેશનો અને એનર્જી ગ્રીડને નિશાન બનાવ્યા છે. પરિણામે, કડકડતી ઠંડીમાં લાખો લોકોના ઘરોમાં હીટિંગ (ગરમી)ની સુવિધા બંધ થઈ ગઈ છે. વીજળી અને ગરમી વગર નાગરિકોની હાલત અત્યંત કફોડી બની છે અને લોકો ફફડતા જીવે અંધારામાં રહેવા મજબૂર બન્યા છે.

હુમલાના આંકડા અને નુકસાન
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આ હુમલાની ગંભીરતા જણાવતા કહ્યું કે, રશિયાએ 300 જેટલા ડ્રોન, 18 બેલિસ્ટિક મિસાઈલો અને 7 ક્રૂઝ મિસાઈલો દ્વારા 8 પ્રદેશોને નિશાન બનાવ્યા છે. જોકે, યુક્રેનની એરફોર્સે વળતો પ્રહાર કરીને 247 ડ્રોન અને 7 મિસાઈલો તોડી પાડી હોવાનો દાવો કર્યો છે. તેમ છતાં, ખાર્કિવ, ઓડેસા અને ડોનેત્સ્ક જેવા શહેરોમાં બોમ્બમારાથી વિનાશની સ્થિતિ સર્જાઈ છે ખાર્કિવમાં જ એક પોસ્ટલ ટર્મિનલ પર થયેલા હુમલામાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે.

શા માટે પુતિન બન્યા આક્રમક?
આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના માનવું છે કે પશ્ચિમી દેશો ખાસ કરીને બ્રિટન દ્વારા યુક્રેનને જે સૈન્ય મદદ મળી રહી છે, તેનાથી વ્લાદિમીર પુતિન લાલઘૂમ છે. બ્રિટન યુક્રેન માટે સ્પેશિયલ ‘નાઈટફોલ’ (Nightfall) મિસાઈલો તૈયાર કરી રહ્યું હોવાના અહેવાલો વચ્ચે રશિયાએ આ આક્રમક વલણ અપનાવ્યું છે. પુતિન આ Russia Ukraine War દ્વારા પશ્ચિમી દેશોને સ્પષ્ટ ચેતવણી આપી રહ્યા છે.
Майже 300 ударних дронів, з яких більшість – «шахеди», 18 балістичних і 7 крилатих ракет випустили росіяни по Україні цієї ночі. Знову основна ціль удару – наша енергетика: генерація, підстанції. На жаль, багато руйнувань є житлової та цивільної інфраструктури. Під ударами були… pic.twitter.com/IsXkxLRIWd
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) January 13, 2026
યુક્રેનની વધતી ચિંતા
ઝેલેન્સ્કીએ ફરી એકવાર વિશ્વ સમક્ષ એર ડિફેન્સ સિસ્ટમની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે જો સૈન્ય સહાય અટકશે, તો નાગરિકો પરનું જોખમ વધી જશે. હાલ પૂર્વ યુક્રેનમાં લોહિયાળ જંગ ચાલુ છે અને Russia Ukraine War માં અત્યારે શાંતિની કોઈ શક્યતા દેખાઈ રહી નથી.
આ પણ વાંચો:ઝેલેન્સ્કી અમેરિકા સાથે શાંતિ મંત્રણા કરવા તૈયાર, અમેરિકા-યુક્રેન સાઉદી અરેબિયામાં સામસામે બેસશે
આ પણ વાંચો:ઝેલેન્સ્કી અમેરિકા સાથે શાંતિ મંત્રણા કરવા તૈયાર, અમેરિકા-યુક્રેન સાઉદી અરેબિયામાં સામસામે બેસશે
