જકાર્તા,
સુનામી અને ભૂકંપની ચપેટમાં આવી ગયેલા ઇન્ડોનેશિયામાં હાલ પરિસ્થિતિ ખુબ વિકટ હોવા મળી રહી છે. ૭.૫ તીવ્રતાના ભૂકંપ બાદ આવેલા સુનામીના કારણે થયેલી અનેક ધટનાઓમાં રવિવારે મરનારાઓની સંખ્યા વધીને ૮૩૨ સુધી પહોંચી ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે, આ આંકડો હજી સુધી આગળ વધી શકે છે.

સુલાવેસી દ્વીપ પાર આવેલા ભૂકંપ બાદ પાણી બિલ્ડીંગમાં ઘુસી ગયા હતા અને ૩,૫૦,૦૦૦ લોકોની વસ્તીવાળા તટીય શહેર પાલુના ઘરોને ખુબ નુકશાન પહોચાડ્યું હતું.

રાહત અને બચાવ કાર્યમાં લાગેલી એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પાલુ શહેરમાં સૌથી વધુ નુકશાન પહોચ્યું છે. બે દિવસ પહેલા જ ૧.૫ મીટર ઉંચા મોજાઓ ઉછળતા હતા અને પાણી દ્વીપની અંદર સુધી ધસી આવ્યું હતું.

જો કે આ દરમિયાન પાલુના ઉત્તરમાં સ્થિત ડોંગ્ગાલા ક્ષેત્રમાં ૧૧ લોકોના માર્યા ગયા હોવાની સુચના મળી રહી છે.

ઇન્ડોનેશિયાની સરકારી ન્યુઝ એજન્સી અંતારાના જણાવ્યા મુજબ, “આ વિનાશક ભૂકંપ અને સુનામીના કારણે ૫૪૦ લોકો ખુબ જ ગંભીર રીતે ઘાયલ થયા છે.

હોસ્પિટલોમા પણ મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવેલા ઘાયલોની સારવાર માટે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

અમેરિકાની ભૂગર્ભ સર્વેમાં જણાવ્યા અનુસાર, શુક્રવારે ઇન્ડોનેશિયાના મધ્ય સુલાવેસીના ડોંગ્ગાલા વિસ્તારમાં આવેલા ભૂકંપની તીવ્રતા ૭.૫ હતી.
