મુંબઈ
ફિલ્મ ‘દંગલ’ના નિર્માતા નિતેશ તિવારીની આવનારી ફિલ્મ ‘છિછોરે’નું શુટિંગ રવિવારે શરૂ થઈ ગયું છે. તિવારીએ ખાસ દિવસે ટ્વિટ કરી હતી અને કહ્યું હતું કે, “આજે એક ખાસ દિવસ છે કારણ કે મારી આગામી ફિલ્મ ‘છિછોર’ ની શૂટિંગ શરૂ થયું, સાજીદ નડિયાદવાલા અને ફોક્સ સ્ટાર હિન્દીની આ નવી અને ઉત્તેજક મુસાફરીમાં ભાગ લેવા બદલ આભાર.”
Today is a special day as the shooting of my next film #Chhichhore starts. Thank you #SajidNadiadwala and @foxstarhindi for joining me in this new and exciting journey. @NGEMovies
— Nitesh Tiwari (@niteshtiwari22) September 30, 2018
ફિલ્મ સાજીદ નડિયાદવાલા દ્રારા નિર્મિત છે અને ફોક્સ સ્ટાર હિન્દી આના પ્રેજેંટ કરશે. ફિલ્મની શરૂઆત પછી ચર્ચા થઇ રહી છે. ફિલ્મમાં લીડ રોલમાં કામ કોણ કરશે. આ વિશે ડાયરેક્ટરે કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ સોશિયલ મીડિયા પર સુશાંત સિંહ રાજપૂતની પોસ્ટ આ સિક્રેટનો ખોલાસો કરી દીધો છે. આ હીરો છે સુશાંત સિંહ રાજપૂત છે.
https://www.instagram.com/p/BoVKqgMgJX9/?utm_source=ig_embed
જો કે સુશાંત સિંહ રાજપૂતે તાજેતરમાં એક વીડીયો તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો અને લખ્યું કે કઇંક નવું કરવા જઈ રહ્યો છું. સુશાંતે એ વાતનો ઉલ્લેખ કર્યો નથી કે તેઓ શા માટે તૈયરીઓ કરી રહ્યા છે. પરંતુ એક બીજા એક્ટરે સુશાંતની પોસ્ટ પર કોમેન્ટ કરતા તેઓ ‘છિછોરે’ની શુભેચ્છા જરૂર આપી દીધી.
હવે ફાઈનલ સ્ટાર કાસ્ટ કોણ હશે તેની ઓફિસીયલી માહિતી આપવામાં આવી નથી.
