Lifestyle/ કોબીજ નહિં આ તમામ આહારમાં હાજર હોય છે! મગજમાં કીડા ધૂસવા અંગે ન્યૂરોલૉજીસ્ટે આપી ચેતવણી…

Brain Worms (મગજમાં કીડા) કોબીજ ઉપરાંત અનેક કાચા સલાડ, અડધા રાંધેલા શાકભાજી તથા માંસના કે પોર્કના સેવનથી લોહીમાં ભળે છે…2 ટકા લોકોને સર્જરીની…

Trending Food Health & Fitness Lifestyle
Brain Worms, ,ન્યૂરોલૉજીસ્ટ,ચેતવણી, કોબીજ,મગજમાં કીડા

Lifestyle: ઘણા લોકો એવું માને છે કે, કેવળ કોબીજ (Cabbage) ખાવાથી જ મગજમાં કીડા (Brain Worms) ઘૂસી જાય છે અને એ માણસને ગાંડો (Mad) પણ બનાવી શકે છે! મગજના કીડાથી બ્રેઇન સ્ટ્રોક થઇ શકે છે અથવા તો મૃત્યુ સુદ્ધાં (Brain Stroke or Death) થઇ શકે છે. આ સંજોગોમાં, લોકોના મનમાં એવો સવાલ અવશ્ય ઉઠતો હશે કે સત્ય હકીકત શું છે?

કોબીજના પાંદડામાં કીડા અને ઇંડા છુપાઇ શકે

મગજના નિષ્ણાત ડૉક્ટરના મતે, કોબીજ ખેતરમાં ઉગતી હોય છે અને એ દરમિયાન, માટી તથા ભેજના કારણે એ સરળતાથી કીડાનું નિવાસસ્થાન બની જાય છે! એના પાંદડાના અનેક પડ હોય છે જેની અંદર નાના-નાના કીડા અને એના ઇંડા પણ છુપાઇને રહી શકે છે. પરંતુ, આનો અર્થ એ બિલકુલ પણ નથી કે કોબીજ ખાવા માત્રથી જ કીડા સીધા દિમાગમાં ઘૂસી જાય છે.

દેશના વિખ્યાત ન્યૂરોલૉજીસ્ટ (Neurologist) જણાવે છે કે, મગજમાં કીડા (Brain Worms) થવાને મેડીકલ ભાષામાં ન્યુરોસાયસ્ટીકરોસિસ (Neurocysticercosis) કહે છે. અહિં, ન્યૂરો અર્થાત્ મગજ, સિસ્ટી અર્થાત્ સિસ્ટ અને સરકોસિસ શબ્દ એ એવા વોર્મ કે કીડા (Worm) માટે પ્રયોગ કરવામાં આવે છે, જેનું નામ છે ટીનિયા સોલિયમ (Tinea Solium)..!

Brain Worms, ,ન્યૂરોલૉજીસ્ટ,ચેતવણી, કોબીજ,મગજમાં કીડા

મગજમાં સોજો શાથી આવે છે?

તબીબના કહેવા મુજબ, એવું બિલકુલ નથી કે આ કીડા (Brain Worms) મગજમાં ફર્યા કરે છે અને ચાલ્યા કરે છે! આ કીડાના ઇંડા (Worm Eggs) માટીમાં હાજર હોય છે, ગંદી શાકભાજી (Dirty Vegetables)માં હોય છે અને અડધા રાંધેલા માંસ તથા પોર્ક (Half-cooked Meat and Pork)માં મળી આવે છે.

જ્યારે તમે એમને ખાઓ છો ત્યારે જઠરના એસિડ (Stomach Acid) આ કીડાને ડિસોલ્વ (Dissolve) કરી શકતા નથી. આ જ કારણે આ ઇંડા (Brain Warms or Eggs)લોહી દ્વારા શરીરના વિવિધ ભાગોમાં પહોંચવાની શક્યતા રહે છે. મોટા ભાગે તો એ મગજ, આંખો, લિવર, ફેફસા અને માંસપેશીઓ (Brain, Eyes, Liver, Lungs and Muscles)માં જઇને જમાવડો કરે છે. જ્યારે આ કીડા કે ઇંડા મગજમાં પહોંચે છે ત્યારે મગજ એના વિરુદ્ધ રિએક્ટ કરે છે અને એના કારણે જ મગજમાં સોજો આવી જાય છે.

Brain Worms, ,ન્યૂરોલૉજીસ્ટ,ચેતવણી, કોબીજ,મગજમાં કીડા

મગજમાં કીડો ધૂસવાના લક્ષણો

મગજમાં સોજો (Brain Swelling) આવવાને કારણે દર્દીને માથુ દુ:ખવા લાગે છે અને સ્ટ્રોક આવવા લાગે છે. ઉલટી (Vomit)ની સમસ્યા થાય છે અને ચક્કર આવવા લાગે છે. ન્યુરોસાયસ્ટીકરોસિસ (Neurocysticercosis) દેશમાં બાળકોને ખેંચ આવવાનું સૌથી મોટું કારણ છે. આ સમસ્યા કોઇ પણ ઉંમરના લોકોને થઇ શકે છે. Brain Worms ના ઉપચાર વિશે જોઇએ તો 98 ટકા લોકો દવાઓથી સાજા થઇ જાય છે જ્યારે માત્ર 2 ટકા લોકોના કેસમાં જ સર્જરી (Surgery)ની જરુર પડે છે.

Brain Worms, ,ન્યૂરોલૉજીસ્ટ,ચેતવણી, કોબીજ,મગજમાં કીડા

મગજના કીડા (Brain Worms)થી શી રીતે બચવું?

1. કાચું અથવા અડધું રાંધેલું માંસ તથા પોર્ક બિલકુલ ન ખાવું.

2. શાકભાજીને સારી રીતે પાણીથી ધોવી જોઇએ અને વહેતા પાણીમાં એમને એકવાર અવશ્ય ધોવી.

3. શાકભાજીને સારી રીતે સૂકાવા દેવી કારણ કે ભીની શાકભાજીમાં કીડા ઉદ્ભવે છે.

4. શાકભાજીને મધ્યમ તાપે લાંબો સમય રાંધવાથી એમાં જો જીવાતના ઇંડા હોય તો જીવિત રહેતા નથી.

5. મગજમાં કીડા (Brain Worms)થી બચવા માટે કાચા શાક, સલાડ તથા ગંદી વસ્તુઓનું સેવન ભૂલથીયે ન કરવું હિતાવહ છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સવારમાં માથુ દુ:ખે તો સમજવું મગજમાં ભરાઈ ગયું છે પાણી, 5 લક્ષણો ઓળખી ગંભીર સમસ્યાઓથી બચો

આ પણ વાંચો: મોઢાની ગંદકી વધારી રહી છે મગજ માટે જોખમ, તમે સ્ટ્રોકનો શિકાર પણ બની શકો છો

આ પણ વાંચો: શું રીલ જોવાથી મગજ પર દારુ પીવા જેવી અસર થાય છે? ચોંકી ગયા!! જાણીએ, ન્યુરોલોજિસ્ટ પાસેથી…