National News: મોબાઇલનો વધુપડતો ઉપયોગ માનસિક સ્વાસ્થ્ય માટે ઘણું મોટું જોખમી પરિબળ બની રહ્યું છે! જેમને મોબાઇલ (Mobile Phone)ની લત લાગેલી હોય એવા 500 વ્યક્તિઓ પર કરવામાં આવેલા અધ્યયનમાં આવું જાણવા મળ્યું છે. આ ઉપરાંત, 73% લોકો મોબાઇલ પર અત્યંત નિર્ભર અર્થાત્ ડિજિટલ ડિપેન્ડન્સી (Digital Dependency)થી પીડિત છે.
મોબાઇલનો વધુપડતો ઉપયોગ વ્યક્તિને અજાણપણે એક સાઇલેન્ટ ડિપ્રેશન (Silent Depression) તરફ ધકેલી દે છે. ઇન્દોરની એમજીએમ મેડિકલ કૉલેજ (MGM Medical College, Indore)ના મનોરોગ વિભાગ દ્વારા 500 વ્યક્તિઓ પર કરવામાં આવેલા એક અભ્યાસ (Research)માં આમ જાણવા મળ્યું છે.
મોબાઇલનો વધુપડતો ઉપયોગ માનસિક સ્વાસ્થ્ય (Mental Health) માટે આ ડિજિટલ સકંજો ઘણું મોટું જોખમી પરિબળ બની રહ્યું છે! આ અધ્યયન દરમિયાન, જાણવા મળ્યું હતું કે, 73% લોકો મોબાઇલ પર અત્યંત નિર્ભરતા ધરાવે છે અર્થાત્ ડિજિટલ ડિપેન્ડન્સીથી પીડિત છે.

સાઇલેન્ટ ડિપ્રેશનનો શિકાર બની ચૂક્યા છે
જે લોકો મોબાઇલ ફોનનો વધારે પડતો ઉપયોગ કરે છે એમની જાણ બહાર જ, એક મૌન અવસાદ (સાઇલેન્ટ ડિપ્રેશન) એમને ઘેરી વળે છે. જ્યારે આ રિસર્ચમાં ભાગ લેનારાઓ પૈકી 80% લોકોમાં હળવું પરંતુ, સતત ચાલતું ડિપ્રેશન જોવા મળ્યું હતું.
વારંવાર ફોન ચૅક કરવો એક સમસ્યા બની ચૂકી છે
વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ, આ અભ્યાસમાં સામેલ લોકોને મોબાઇલ ન મળે તો તેઓમાં એક પ્રકારની ગભરામણ અર્થાત્ નોમોફોબિયા (Nomo Phobia), ઊંઘની કમી, તણાવ વધવો અને વારંવાર ફોન ચૅક કરવા (Frequent Mobile Checking) જેવા અસહજ લક્ષણો (Abnormal Characteristics) જોવા મળ્યાં હતા.

બાળકો અને કિશોરોમાં આની અસર અત્યંત ગંભીર
કોઇ પણ વ્યક્તિ ડિપ્રેશનમાં હોવાની શ્રેણીમાં આ લક્ષણો ગણાય છે, પરંતુ આ કોઇ સામાન્ય અવસાદગ્રસ્ત વ્યક્તિથી પણ વધુ ઘાતક છે કારણ કે, જાણ હોય તો કોઇ જાતની સમસ્યાથી ગ્રસિત અવસાદની શિકાર વ્યક્તિ તો સમાધાનની આશામાં ડિપ્રેશનથી મુક્ત થઇ શકે છે પરંતુ, એમાંથી બહાર આવવા માટે પ્રબળ ઇચ્છાશક્તિની આવશ્યકતા હોવી જરુરી છે.
સૌથી મોટી ચિંતાની બાબત એ છે કે, મોબાઇલ હવે એક લત (Mobile Addiction) ચૂક્યો છે! બાળકોમાં મોબાઇલ એક લત બની ચૂક્યો છે. ખાસ કરીને, બાળકો અને કિશોરો (Children & Teen Agers)માં તો એની અત્યંત ગંભીર અસરો જોવા મળી રહી છે. ટીન એજર્સમાં અવસાદનું જોખમ અત્યંત વધી રહ્યું છે અને 10 થી 14 વર્ષની વયના બાળકોનો માનસિક વિકાસ પણ પ્રભાવિત થઇ રહ્યો છે!
આત્મવિશ્વાસમાં ઉણપ અને વાસ્તવિક જીવનથી અંતરનું જોખમ
મનોરોગ વિશેષજ્ઞ ડૉ. કૌસ્તુભ બાગુલ દ્વારા જણાવ્યા મુજબ, ડિજિટલ નોટિફિકેશન (Notification) અને સતત સ્ક્રિનની રોશની મગજને આરામ કરવા દેતી નથી જેથી વ્યક્તિ ધીરે-ધીરે માનસિક રીતે થાકેલો, ચિડીયેલ અને અવસાદનો શિકાર બનતો જાય છે. આ ઉપરાંત, ગરદન અને કરોડરજ્જુની તકલીફો (Spinal Problems) પણ ઉદ્ભવી શકે છે.

માનસિક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા વિકરાળ રુપ ધારણ કરશે
વિશેષ કરીને નાના બાળકો અને કિશોરો પર નાનપણથી જ મોબાઇલની ખરાબ અસરો જોવા મળી રહી છે. વધુપડતા મોબાઇલના વપરાશને કારણે કિશોરોમાં આત્મવિશ્વાસની ઉણપ (Lack of Confidence) અને રીયલ લાઇફથી અંતર વધતું જોવા મળી રહ્યું છે. આ ઉંમર શીખવાની, સમજવાની અને સામાજીક કૌશલ્ય (Social Skills)ના વિકાસનો મહત્વપૂર્ણ સમય ગણાય છે. પરંતુ, વધુપડતો સ્ક્રિન ટાઇમ (Screen Time) એના ભવિષ્ય પર નકારાત્મક પ્રભાવ પાડી શકે છે. આ અંગે શાળાઓ (Schools)માં એક મૉડલ વિકસિત કરવાની આવશ્યકતા છે. જો સમયસર મોબાઇલના વપરાશને નિયંત્રિત નહિં કરવામાં આવે તો એના પરિણામસ્વરુપે, માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ વિકરાળ સ્વરુપ ધારણ કરી લેશે!
આનો ઉપાય શું છે?
1. દરરોજ મોબાઇલનો ઉપયોગ કરવાનો સમય નિશ્ચિત કરવો.
2. ઘરમાં જ એક મોબાઇલ પાર્કિંગ ઝોન (Mobile Parking Zone) બનાવવો જ્યાં ઘરના તમામ સભ્યો ફોન મૂકી દે અને એને વારે-વારે હાથમાં ન લે!
3. બિનજરુરી નોટિફિકેશન બંધ કરીને રાખવું. આનાથી વારંવાર ફોન જોવાની આદત ઓછી થશે.
4. નવરાશના સમયમાં મોબાઇલના સ્થાને પુસ્તક વાંચો, સંગીત સાંભળો અથવા વૉક પર જાઓ.
5. ઇન્ટરનેટ મીડિયા એપ (Internet Media App) દિવસમાં 2 કે 3 વાર જ ખોલો, એમના ઉપયોગ માટે તમે ટાઇમ લિમિટ નક્કી કરી શકો છો.
6. દિવસમાં અમુક સમયે મોબાઇલથી દૂર રહો જેમ કે, ખાતી વખતે, ભણતી વખતે કે કુટુંબના સભ્યો સાથે સમય વિતાવતી વખતે ફોનનો ઉપયોગ ટાળવો.
7. સૌથી મહત્વની વાત એ છે કે, રાત્રે સૂતી વખતે મોબાઇલને પથારીથી દૂર રાખવો જોઇએ.
આ પણ વાંચો: રાજ્યમાં ડિજિટલ અરેસ્ટનો ગંભીર કેસ, રાજકોટના દંપતી પાસેથી 1.14 કરોડ ઠગાયા
આ પણ વાંચો: મોબાઈલ ફોનનો વધતો ઉપયોગ, CMએ વ્યક્ત કરી ચિંતા
આ પણ વાંચો: ડિજિટલ અરેસ્ટ કેસમાં CBIનું દેશ વ્યાપી સર્ચ ઓપરેશન
