Rajkot News/ રાજ્યમાં ડિજિટલ અરેસ્ટનો ગંભીર કેસ, રાજકોટના દંપતી પાસેથી 1.14 કરોડ ઠગાયા

તેણે નિવૃત્ત શિક્ષકને જણાવ્યું હતું કે તેના નામે આતંકવાદી પ્રવૃત્તિ, ચાઇલ્ડ પોર્નોગ્રાફી અને મની લોન્ડરિંગ જેવા ગંભીર આરોપોની તપાસ ચાલી રહી છે.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજ્યમાં ફરી એક વખત ડિજિટલ અરેસ્ટ કેસ મામલો બન્યો છે. ટેક્નોલોજીના વધતા ઉપયોગ સાથે સાયબર ગુનેગારો સતત નવી રીતો શોધી લોકોને ઠગવાનું કામ કરી રહ્યા છે. આ બનાવ રાજકોટ શહેરના એક નિવૃત્ત શિક્ષક અને તેની પત્ની સાથે બન્યો છે, જેને સાયબર ક્રિમીનલોએ ‘ડિજિટલ એરેસ્ટ’ નામની ભયજનક ચાલમાં ફસાવી 1.14 કરોડ રૂપિયા ઠગ્યા હતા.

સંપૂર્ણ ઘટના કઈ રીતે બની 

સૂત્રો અનુસાર, આ દંપતીને પહેલા અજાણ્યા નંબર પરથી એક કોલ આવ્યો. કોલ કરનાર વ્યક્તિએ પોતાને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો અધિકારી ગણાવ્યો હતો. તેણે નિવૃત્ત શિક્ષકને જણાવ્યું હતું કે તેના નામે આતંકવાદી પ્રવૃત્તિ, ચાઇલ્ડ પોર્નોગ્રાફી અને મની લોન્ડરિંગ જેવા ગંભીર આરોપોની તપાસ ચાલી રહી છે. આ આરોપો સાંભળ્યા બાદ દંપતી ભયભીત થઈ ગયા. ગુનેગારે આ ડરને જ હથિયાર બનાવીને 1.14 કરોડ ઠગ્યા હતા.

આ કોલની વધુ માહિતી મુજબ, કોલરે દંપતીને જણાવ્યું કે, તેની તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી તે ‘ડિજિટલ એરેસ્ટ’ અંતર્ગત રહેશે, એટલે કે તેને મોબાઈલ પર સતત વીડિયો કૉલ પર રહેવું પડશે, બહાર જવું નહીં, કોઈ સાથે સંપર્ક ન કરવો અને તેના બધા બેંક ખાતાં, પેનકાર્ડ અને અન્ય નાણાકીય વિગતો તપાસ માટે આપવા પડશે.
દંપતીને કહ્યુ કે જો તેઓ સહકાર નહીં આપે તો તાત્કાલિક તેની ધરપકડ થશે અને આખો  પરિવાર કેસમાં ફસાઈ જશે.

ડરના કારણે દંપતી ગુનેગારોની વાતોમાં આવ્યા 

આ ગુનેગારોએ તેને કથિત રીતે તપાસ ફીમાં, સિક્યોરિટી ડિપોઝિટ (Security deposit) અને આઈડી વેરિફિકેશન (ID verification) નામે ધીમે ધીમે મોટી રકમ ટ્રાન્સફર કરાવી. કુલ મળી 1 કરોડ 14 લાખ રૂપિયા અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરી લીધા.

આ ઠગાઇ કાંડ દરમિયાન ગુનેગારો સતત વીડિયો કોલ પર જ હતા. દંપતીને એમ જણાવી રાખવામાં આવ્યું કે જો તે કૉલ બંધ કરશે તો સિસ્ટમ તેને “મુખ્ય આરોપી” તરીકે દર્શાવી દેશે. આ ભયને કારણે દંપતી આખો દિવસ વીડિયો કૉલ પર જ રહ્યા અને સતત પૈસાનું ટ્રાન્સફર થતું હતું.

સાયબર ક્રાઇમને જાણ થતાં 

જ્યારે અંતે દંપતીને કોઈ રકમ પાછી ન મળી અને કોલરનો સંપર્ક તૂટી ગયો, ત્યારે તેને છેતરપિંડીની શંકા થઈ. પરિવારજનોએ દંપતીને સમજાવી કે તરત પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ. ત્યારબાદ આ મામલો રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન (Rajkot Cyber ​​Crime Police Station)માં કેસ  નોંધવામાં આવ્યો હતો. સાયબર ક્રાઈમ વિભાગે પ્રાથમિક તપાસમાં જણાવ્યું કે, ગુનેગારો વિદેશી વોઇપ નંબર, નકલી આઈડીઓ અને ફેક કોર્ટ/પોલીસ લેટરનો ઉપયોગ કરતા હતા.

ડિજિટલ એરેસ્ટ શું છે?
આ એક નવી સાયબર ફ્રોડ ટેકનિક છે, જેમાં ગુનેગારો પોતે પોલીસ, CBI, NIA અથવા ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપે છે. તે તમારા નામે ગંભીર ગુનાઓ બતાવી તને ડરાવીને પૈસા પડાવે છે અને વીડિયો કૉલ પર રાખી માનસિક દબાણ કરે છે. રાજકોટ સાયબર ક્રાઈમે જણાવ્યું છે કે દંપતી દ્વારા ચુકવેલ રકમના ટ્રેસ તપાસવા માટે ફોરેન્સિક ટીમની મદદ લેવામાં આવી રહી છે.

આ કેસ રાજ્યમાં વધતી ડિજિટલ ચોરીની ગંભીરતા બતાવે છે. સામાન્ય માણસને ડર, વિશ્વાસ અને અજ્ઞાનને આધાર બનાવી ગુનેગારો ભારે રકમની લૂંટ આચરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડિજિટલ અરેસ્ટ કરી અમદાવાદના વેપારી સાથે 1 કરોડની ઠગાઈ : રાજસ્થાની ગેંગ ઝડપાઈ

આ પણ વાંચો:ED એ ડિજિટલ અરેસ્ટના 2 માસ્ટરમાઇન્ડની કરી ધરપકડ, વૃદ્ધ મહિલા સાથે 33 લાખ રૂપિયાની કરી હતી છેતરપિંડી

આ પણ વાંચો:સુરતમાં NRI વૃદ્ધ ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા, 64 લાખ રૂપિયા પડાવતાં ફરિયાદ નોંધાવી