Mahua Moitra Suvendu Adhikari News: પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી એક અત્યંત ચોંકાવનારા અને રસપ્રદ સમાચાર સામે આવ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ફાયરબ્રાન્ડ સાંસદ મહુઆ મોઇત્રાએ વિપક્ષના નેતા અને ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીના મુક્તકંઠે વખાણ કર્યા છે. મહુઆ મોઇત્રાએ શુભેન્દુ અધિકારી સાથેના પોતાના જૂના અને ઊંડા ‘ઇમોશનલ કનેક્શન’ ને યાદ કરતાં એક મોટો ખુલાસો કર્યો છે કે, કરિયરના શરૂઆતના દિવસોમાં જ્યારે તેમને લોકસભાની ટિકિટ નહોતી મળી, ત્યારે તેઓ આખી રાત રડ્યા હતા અને એ મુશ્કેલ સમયમાં માત્ર શુભેન્દુ અધિકારીએ જ તેમને હિંમત આપી હતી.
કરીમપુર ચૂંટણીનો કિસ્સો અને ગાઢ મિત્રતા
સાંસદ મહુઆ મોઇત્રાએ(Mahua Moitra) જૂના દિવસોને યાદ કરતા જણાવ્યું કે, જ્યારે તેઓ કરીમપુરથી ચૂંટણી લડી રહ્યા હતા, ત્યારે પાર્ટીના અન્ય કોઈ નેતાએ તેમના માટે પ્રચાર કર્યો નહોતો. તે સમયે શુભેન્દુ અધિકારીએ સામે ચાલીને તેમના માટે જોરદાર કેમ્પેઈનિંગ કર્યું હતું અને પૂરો સાથ આપ્યો હતો. મહુઆએ શુભેન્દુને પોતાના બેસ્ટ ફ્રેન્ડ ગણાવતા કહ્યું કે, જ્યારે અમે બંને TMCમાં સાથે હતા ત્યારે તેમણે મને ખૂબ સપોર્ટ કર્યો હતો અને જ્યારે પણ મારે કોઈ પ્લાનિંગની જરૂર પડતી, ત્યારે શુભેન્દુ મને મોકલી આપતા. જો કે, શુભેન્દુ હવે ભાજપમાં જતા રહ્યા હોવાથી તેમની વચ્ચે વાતચીત નથી થતી, પણ ભૂતકાળમાં મળેલી મદદને તેઓ ક્યારેય ભૂલી શકે તેમ નથી.
BIG NEWS – Mahua Moitra praises CM Suvendu Adhikari 🤯
“I have an emotional connection with Suvendu”
“I cried the whole night when I was denied Loksabha seat. Suvendu reassured me”
“When I contested from Karimpur, nobody campaigned for me. Nobody. Only Suvendu came and… pic.twitter.com/9kf0XBvdDT
— News Algebra (@NewsAlgebraIND) June 23, 2026
TMC નું કોંગ્રેસમાં વિલય નહીં થાય – Mahua Moitra
આ સાથે જ મહુઆ મોઇત્રાએ (Mahua Moitra) TMC ના કોંગ્રેસમાં વિલય થવાની અફવાઓ પર પણ પૂર્ણવિરામ મૂક્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, વૈચારિક રીતે અમે હંમેશા કોંગ્રેસની સાથે છીએ અને મમતા બેનર્જી પણ અગાઉ કોંગ્રેસના જ સભ્ય હતા, જેમણે અલગ થઈને પોતાના દમ પર ત્રણ વાર સરકાર બનાવી. પરંતુ TMCનું કોંગ્રેસમાં વિલય થવા જઈ રહ્યું છે એવી વાતોમાં બિલકુલ સચ્ચાઈ નથી. મમતા દીદી જ અમારી પાર્ટીના બંધારણ મુજબ આજીવન ચેરપર્સન રહેશે અને હાવડાથી તેમની જગ્યાએ કોઈને લાવવાની અફવાઓ તદ્દન પાયાવિહોણી છે.

