રાજકોટ: રંગીલા રાજકોટમાં વરસાદની Rajkot Rain રમઝમ જોવા મળી છે. ચોમાસાની સીઝનના પ્રારંભમાં જ રાજકોટમાં વરસાદની ધુઆંધાર બેટિંગે રાજકોટ શહેરની એક વર્ષની પાણીની તકલીફો દૂર કરી દીધી છે. આવો વરસાદ થોડો સમય પણ જારી રહ્યો તો રાજકોટ જિલ્લાની પાણીની તકલીફો પણ દૂર થઈ જશે તેમ મનાય છે.
જિલ્લામાં 29 જૂનથી 30 જૂન સવાર સુધીમાં Rajkot Rain સાર્વત્રિક વરસાદ થયો હતો. જિલ્લાના તમામ 11 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં 6 ઇંચ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે જામકંડોરણા તાલુકામાં આવેલા ચેક ડેમો ઓવરફ્લો થયા છે. ધોરાજી તાલુકામાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. ધોરાજી નજીક આવેલા ભાદર બે ડેમ પણ ભરાઈ ગયો હતો.
ઉપલેટા તાલુકામાં પણ પાંચ ઇંચ વરસાદ નોંધાયો Rajkot Rain હતો પાણીના નવા નીરથી ભરાઈ ગયા હતા. જેતપુર તાલુકામાં પણ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે જેતપુર તાલુકાની આસપાસના જળાશયોમાં પણ નવા નીર આવ્યા હતા. ભારે વરસાદના કારણે જેતપુર શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
આ ઉપરાંત રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં Rajkot Rain પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. પડધરી તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદ વરસતા પડધરી તાલુકામાં આવેલા નાના-મોટા જળાશયોમાં નવા નીર આવ્યા હતા.
આ ઉપરાંત જસદણ તાલુકામાં પણ અઢી ઇંચ વરસાદ Rajkot Rain વરસ્યો હતો. તેમજ ગોંડલ તાલુકામાં પણ બે ઇંચ વરસાદ વરસ્યો હતો. ગોંડલ તાલુકામાં વરસાદના વરસાદના કારણે ગોંડલી નદીમાં નવા નીર આવ્યા હતા, ભારે વરસાદના કારણે ગોંડલ શહેરની નાની બજાર મોટી બજારમાં પણ પાણી ભરાયા હતા. આ ઉપરાંત ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
કોટડા સાંગાણી તાલુકામાં પણ સવા ઈંચ વરસાદ Rajkot Rain વરસ્યો હતો. આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં પાણી ભરાયા હતા. જોકે, વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી. લોધીકા તાલુકામાં પણ એક ઇંચ વરસાદ વરસ્યો હતો.
આ પણ વાંચોઃ Building Collapse/ અમદાવાદમાં વધુ એક બિલ્ડિંગ ધરાશાયીઃ 30થી વધુ લોકો ફસાયાની શંકા
આ પણ વાંચોઃ Gujarat Heavy Rain/ જૂનાગઢમાં મેઘતાંડવઃ 24 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો, રાજયના 224 તાલુકામાં વરસાદ
આ પણ વાંચોઃ AHMEDABAD RAIN/ ચોમાસાના પ્રારંભમાં જ અમદાવાદ પાણીપાણી
આ પણ વાંચોઃ Tamilnadu/ તમિલનાડુના રાજ્યપાલે મંત્રી સેંથિલ બાલાજીને બરતરફ કરવાનો આદેશ પરત ખેંચ્યો
આ પણ વાંચોઃ Cricket/ શિખર ધવન ભારતીય ટીમમાં થઇ શકે છે જોરદાર વાપસી,મળી શકે છે મોટી જવાબદારી
