Sports News : ભારત-પાકિસ્તાન એશિયા કપમાં સાથે રમશે. સરકારનું કહેવું છે કે પાકિસ્તાન સાથે મલ્ટી-નેશનલ ટુર્નામેન્ટ રમવા પર કઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી.તે સિવાય દ્વિપક્ષીય શ્રેણીમાં ભારતનું તે સિવાય દ્વિપક્ષીય શ્રેણીમાં ભારતનું વલણ અકબંધ રહેશે,એમ મંત્રાલયે જણાવ્યું હતું
રમત મંત્રાલયના એક અધિકારીનું કહેવું છે કે ઈન્ટરનેશનલ કાર્યક્રમો માટે ભારતની નીતિ જણાવવામાં આવી છે. આ મુજબ, ભારતીય ટીમ પાકિસ્તાનમાં થતી સ્પર્ધાઓમાં ભાગ લેશે નહીં અને પાકિસ્તાની ટીમને ભારતમાં રમવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
જોકે, ઈન્ટરનેશનલ અને મલ્ટી-નેશન ઇવેન્ટ્સમાં (ભારતમાં હોય કે વિદેશમાં), ભારત ઈન્ટરનેશનલ રમત સંગઠનોના નિયમો અને તેના ખેલાડીઓના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેશે. ભારતીય ટીમ અને ભારતીય ખેલાડીઓ તે ઈન્ટરનેશનલ ઇવેન્ટ્સમાં ભાગ લેશે જેમાં પાકિસ્તાની ટીમ અને ખેલાડીઓ પણ ભાગ લેશે. આ એવું જ છે જેમ પાકિસ્તાની ટીમ અને ખેલાડીઓ પણ ભારતમાં યોજાનારી મલ્ટી-નેશન ઇવેન્ટ્સમાં ભાગ લઈ શકશે.
બે દિવસ પહેલા 19 ઓગસ્ટના રોજ BCCIએ એશિયા કપમાં ભાગ લેવા માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ક્રિકેટ એશિયા કપમાં ભારત દ્વારા પાકિસ્તાન સામે રમવાનો વિરોધ થઈ રહ્યો છે. આ અંગે ગૃહમાં એક પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ ક્રિકેટરોની ભારતીય ટીમે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL)માં પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કરી દીધો હતો.
ભારત એશિયા કપનું યજમાન છે, પરંતુ આ ઇવેન્ટ UAEમાં યોજાઈ રહી છે આ વર્ષે ભારત ક્રિકેટ એશિયા કપનું યજમાન છે. પાકિસ્તાને ભારતમાં રમવાનો ઇનકાર કર્યા બાદ તે UAEમાં યોજાઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. ટીમ ઈન્ડિયાનો પહેલો મુકાબલો 10 સપ્ટેમ્બરે UAE સામે થશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 મેચ રમાઈ શકે છે
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 મેચ રમાઈ શકે છે. પહેલી મેચ 14 સપ્ટેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. 2 મેચ વિશે વધુ જાણો અને તે કેવી રીતે શક્ય છે…બીજી મેચ: એશિયા કપમાં લીગ સ્ટેજ પછી, સુપર-4 રાઉન્ડ થશે. જો ભારત અને પાકિસ્તાન સુપર-4 રાઉન્ડમાં પહોંચે છે, તો ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજો મુકાબલો 21 સપ્ટેમ્બરે થઈ શકે છે.
ત્રજો મેચ: જો બંને ટીમો ફાઇનલમાં પહોંચે છે, તો એશિયા કપનો ત્રીજો મેચ 28 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે.
આ પણ વાંચો: sports news/એશિયા કપ UAEમાં 9થી 28 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે, પાકિસ્તાન સાથે ખરાબ સંબંધના કારણે ભારતમાં નહીં રમાય
આ પણ વાંચો: sports news/એશિયા કપ 2025: શું પાકિસ્તાની ટીમ એશિયા કપ 2025 રમવા ભારત આવશે? જાણો આ ટુર્નામેન્ટ ક્યારે યોજાશે?
આ પણ વાંચો: Asia Cup 2025/એશિયા કપ 2025 સપ્ટેમ્બરમાં શરૂ થશે! ભારત-પાકિસ્તાન અંગે પણ મોટી અપડેટ સામે આવી
