Gujarat News: ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેરની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો એવરેજ 33.51 ટકા વરસાદ નોંધાયો છે. સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ જિલ્લાના તમામ સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 41 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ લખપતમાં એક ઈંચ, તેમજ તાલાલા, કોટડા-સાંગાણી, વલસાડ, નડિયાદ અને કેશોદમાં અડધો ઈંચ સહિત રાજ્યના અન્ય તાલુકામાં વરસાદી ઝાંપટા વરસ્યા હતા.

Gujarat Rain Live Update
અમરેલીના ખાંભાના ગ્રામ્યમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભાણીયાનાનુડી, ધાવડીયા, તાંતણીયામાં વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે નદી નાળાઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ભાણીયા ગામની નદીમાં ઘોડાપુર આવ્યું છે,. તાંતણીયા ગામની નદીમાં પણ આવ્યું ઘોડાપુર આવ્યું છે.
રાજકોટમાં ધોધમાર વરસાદ
રાજકોટના ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપલેટાના તલગણાં ગામમાં ભારે વરસાદ પડતા તલગણા સહિત ગ્રામ્ય વિસ્તારમાં નદી જેવો પ્રવાહ જોવા મળ્યો છે. ધોધમાર વરસાદને લઈ ઠેર ઠેર પાણી ભરાયા છે.
દ્વારકામાં ગાજવીજ સાથે વર્ષા
દ્વારકામાં વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો છે. વરસાદથી બજારોમાં પાણી ભરાયા છે. વરસાદને પગલે લોકોને ગરમીથી રાહત મળી છે.
વલસાડમાં ધોધમાર વરસાદથી અંડરપાસ બંધ
વલસાડ તાલુકામાં સવારે 8થી 12 વાગ્યા સુધીમાં 44 મીમી વરસાદ પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારમાં આવતા મોગરાવાડી રેલવે અંડરપાસ અને છીપવાડ રેલવે અંડર પાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. સ્થાનિક લોકો, વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વલસાડના બંને રેલવે અંડર પાસમાં વરસાદી પાણીનો ભરાવો થતા વાહન વ્યવહાર માટે બંને અંડર પાસ બંધ કરવામાં આવ્યા છે. બંને અંડર પાસ પાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેને કારણે વાહન ચાલકો તેમજ નોકરિયાત વર્ગ અને શાળાએ જતા બાળકોને 10 કિલોમીટરથી વધુનો ચકરાવો કરવાની નોબત આવી છે.
જૂનાગઢમાં વર્ષાની હેલી
જૂનાગઢમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ છે. ધીમી ધારે વરસાદથી ખેડૂતોને રાહત મળી છે. વરસાદ વચ્ચે રહેણાંક વિસ્તારમાં મગર જોવા મળ્યો હતો. ખલીલપુર રોડ ઉપર મગર દેખાતા રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો છે. સિદ્ધિવિનાયક સોસાયટીના ગેટ પાસે જ મગર દેખાયો હતો. વંથલીમાં વરસાદ વરસી રહ્યો છે.

વલસાડમાં મેઘાની રિ-એન્ટ્રી
વલસાડ શહેર આસપાસના ગામોમાં વરસાદ સવારથી વરસી રહ્યો છે. એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી કરી છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે.
ભરૂચમાં ધોધમાર વરસાદ
ભરૂચમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો છે. ભરૂચના નવ તાલુકામાં વરસાદ પડયો છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક મુશળધાર વરસાદ વરસ્યો છે. વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
મહેસાણા અંડરપાસ બંધ કરાયો
મહેસાણા શહેરનો અંડરપાસ બંધ સામાન્ય વરસાદમાં દબાઈ ગયો હોવાથી બંધ કરાયો છે. અમદાવાદ-દિલ્લીને જોડતા હાઇવેને ત્રણ વર્ષ પહેલા જ અંડરપાસ બનાવ્યો હતો, ત્યારથી જ વિવાદોમાં સપડાયો છે. અંડરપાસમાં વારંવાર ક્ષતિઓ સામે આવે છે, અંડરપાસ બંધ કરાયો હોવાથી વાહનચાલકો સર્વિસ રોડ ઉપર ચાલવા લાચાર થયા છેેે. અંડરપાસ દબાઈ જતા તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવ્યું છે. રીપેરીંગ બાદ હાલમાં અંડરપાસ બંધ કરાયો છે.
નવસારીમાં વરસાદ
બે દિવસના વિરામ બાદ ફરી નવસારી જિલ્લામાં મેઘમહેર શરૂ થઈ છે. જિલ્લાના ગણદેવી તાલુકામાં વરસાદ શરૂ થયો છે. ગણદેવી તાલુકામાં આવેલા અજરાઈ, ધમડાછા, અમલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે અંબિકા નદીના પાણીમાં સતત વધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચો: બનાસકાંઠા અને જૂનાગઢમાં થયેલા અકસ્માતમાં બેના મોત
આ પણ વાંચો: વાયુવેગે ફેલાતા ચાંદીપુરા વાયરસે 15નો ભોગ લીધો, આરોગ્ય વિભાગ સતર્ક
આ પણ વાંચો: અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાંથી મળી આવ્યું ડુપ્લીકેટ દવાખાનું
