નવી દિલ્હી,
વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી સહિતના કૌભાંડીઓ દ્વારા આચરવામાં આવેલા કરોડો રૂપિયાના ગોટાળા બાદ તેઓ સામે એક્શન પ્લાન લેવાનો કેન્દ્ર સરકારનો માર્ગ હવે મોકળો થયો છે. બુધવારે સંસદના ઉપલાગૃહ રાજ્યસભામાં ભાગેડુ આર્થિક અપરાધી બીલ પસાર કરવામાં આવ્યું છે.
The Fugitive Economic Offenders Ordinance, 2018, passed in Rajya Sabha pic.twitter.com/hDDh2woDTk
— ANI (@ANI) July 25, 2018
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ૧૯ જુલાઈ, ગુરુવારના રોજ મોનસૂન સત્રના બીજા દિવસે લોકસભામાં આ બીલ પસાર કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય નાણા મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું હતું કે, “ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ ઓર્ડિનન્સ (PMLA) હેઠળ આ બીલમાં પ્રાવધાન કરવામાં આવ્યા છે, જેથી ED આ મામલા સાથે જોડાયેલા કેસની તપાસ કરશે. કૌભાંડ મામલે સ્પેશિયલ કોર્ટ એક્સક્લુઝિવ કોર્ટમાં જ રહેશે અને આ માટે ૧૦૦ કરોડ રૂપિયાની સીમા નક્કી કરવામાં આવી છે.
રાજ્યસભામાં નાણામંત્રીએ કહ્યું હતું કે, “વિના કોઈ કૌભાંડીને દોષિત ઠેરવ્યા વગર તેઓની સંપત્તિ જપ્ત કરવાનો મતલબ છે કે, લોન લઈને ભાગી જનારા ભાગેડુની સંપત્તિ જપ્ત કરાશે”.
તેઓએ વધુમાં કહ્યું, “મની લોન્ડ્રીગ એક્ટના પ્રાવધાનો પણ આ બીલમાં સમાવેશ કરાયો છે. તેમજ ભાગેડુ આરોપીને દુનિયા ૪૮ દેશોમાંથી પાછા લાવવા માટે પણ સંધિ કરવામાં આવી છે અને તેને આગળ વધારવામાં આવી રહી છે. અમારા દ્વારા કોશિશ કરાઈ રહી છે કે, દુનિયાના દરેક દેશ સાથે આરોપીને પાછા લાવવા માટે સંધિ હોય.
આ બિલ પસાર થયા બાદ કૌભાંડીઓ સામે લેવામાં આવશે એક્શન
હવે આ અધ્યાદેશને મંજૂરી મળ્યા બાદ આ કાયદાની જોગવાઈ હેઠળ કૌભાંડીઓ સામે ગુનો નોધવામાં આવશે તેમજ ૧૦૦ કરોડ રૂપિયાથી વધુ રૂપિયાના કૌભાંડીઓ સામે તેઓની ધરપકડ કરવા માટે વોરંટ પણ બહાર પાડવામાં આવશે. આ ઉપરાંત કૌભાંડીઓને તેમના આરોપો સાબિત થાય પહેલા જ હવે તેઓની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે.
આ પહેલા વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી સહિતના કૌભાંડીઓ દ્વારા આચરવામાં આવેલા કરોડો રૂપિયાના ગોટાળા બાદ તેઓ સામે ગત ૧૨ માર્ચના રોજ લોકસભામાં ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ ઓર્ડિનન્સ ૨૦૧૮ (ભાગેડુ આર્થિક અપરાધી બિલ) રજુ કરવામાં આવ્યું હતું, પરંતુ ભારે હોબાળાના કારણે પસાર થઇ શક્યું ન હતું.
