Dharma & Bhakti/ શ્રાવણનો પ્રથમ સોમવાર: શિવકૃપા મેળવવાનો પવિત્ર અવસર, જાણો શાસ્ત્રોક્ત પૂજન વિધિ અને જળાભિષેકનું ગૂઢ રહસ્ય

શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે (The first Monday of Shravan) ભગવાન શિવની પૂજન વિધિ, જળાભિષેકની પૌરાણિક કથા અને બિલિપત્ર અર્પણ કરવાના શાસ્ત્રોક્ત નિયમો વિશે વિસ્તૃત માહિતી મેળવો.

Aaj Nu Rashifal Trending Dharma & Bhakti
The first Monday of Shravan Perform Shiva

Dharma & Bhakti News : પવિત્ર શ્રાવણ માસ એટલે ભગવાન શિવની સાધના અને ભક્તિનો શ્રેષ્ઠ સમયગાળો. તેમાં પણ શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર (The first Monday of Shravan) શિવભક્તો માટે વિશેષ આધ્યાત્મિક ઉર્જા લઈને આવે છે. સનાતન માન્યતા મુજબ, આ દિવસે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતી આરાધના, વ્રત અને શિવલિંગ પર જળાભિષેક કરવાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

The first Monday of Shravan : શિવપુરાણ અનુસાર પ્રથમ સોમવારનું મહાત્મ્ય અને જ્યોતિષીય મહત્વ

શિવપુરાણની વિદ્યોશ્વર સંહિતા દર્શાવે છે કે શ્રાવણ માસ દરમિયાન મહાદેવ (Mahadev)મા પાર્વતી સાથે પૃથ્વી લોક પર નિવાસ કરીને ભક્તો પર કૃપાવર્ષા કરે છે. પ્રથમ સોમવારે વ્રત અને પૂજન (ShivPuja)કરવાથી કુંડળીમાં રહેલો ચંદ્ર દોષ શાંત થાય છે તથા માનસિક સ્થિરતા અને શાંતિ પ્રાપ્ત થાય છે.

પ્રાતઃકાલે સ્નાન કરીને વ્રતનો સંકલ્પ લો. શિવલિંગ પર શુદ્ધ જળ, પંચામૃત (દૂધ, દહીં, ઘી, મધ અને સાકર) અને ગંગાજળનો અભિષેક કરો.શિવજીને અક્ષત (Akshat), સફેદ ચંદન, ભસ્મ, આંકડાના ફૂલ અને ધતુરો અર્પણ કરો. પૂજા દરમિયાન ‘ઓમ નમઃ શિવાય’ અથવા મહામૃત્યુજય મંત્રનો જાપ કરતા રહેવું.

સમુદ્ર મંથન અને શીતળ જળાભિષેક પાછળની કથા

પૌરાણિક કથા મુજબ સમુદ્ર મંથન વખતે નીકળેલું અત્યંત ઝેરી ‘હલાહલ’ વિષ સૃષ્ટિની રક્ષા માટે મહાદેવે પોતાના કંઠમાં ધારણ કર્યું હતું. વિષના પ્રચંડ દાહને શાંત કરવા માટે દેવો અને ઋષિઓએ તેમના પર શીતળ જળ તથા દૂધનો અભિષેક કર્યો હતો અને ઠંડક આપતું બિલિપત્ર ચડાવ્યું હતું. આ જ કારણસર શિવપૂજામાં જળાભિષેકનું અનન્ય મહત્વ છે.

બિલિપત્ર અર્પણ કરવાના શાસ્ત્રોક્ત નિયમો

બિલિપત્રના ત્રણ પાંદડાં ભગવાન શિવની ત્રણ આંખો અને ત્રિદેવ (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ)નું પ્રતીક માનવામાં આવે છે.બિલિપત્ર હંમેશાં તેની ચીકણી સપાટી શિવલિંગને સ્પર્શે તે રીતે ઊંધું અર્પણ કરવું જોઈએ.પાંદડું ક્યાંયથી તૂટેલું ન હોવું જોઈએ. બિલિપત્ર પર ચંદનથી ‘રામ’ નામ લખીને ચડાવવાથી અનંત ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.


આ પણ વાંચો :‘ગદર’ પછી કેમ અટકી ગયુ હતુ સની દેઓલનુ કરિયર? સફળતા અને રાજકારણ પર તોડ્યું મૌન

આ પણ વાંચો :Kareena Kapoorનો બોલ્ડ લુક થયો વાયરલ, Saif Ali Khanના બર્થડે પર શેર કરી રોમેન્ટિક તસવીરો

આ પણ વાંચો :ગોવિંદા પત્ની સુનીતા પર ભડક્યો! ‘હદમાં રહો’ કહી આપી ચેતવણી, ‘શુગર ડેડી’ના નિવેદનથી થયો ગુસ્સો