Gir Somnath News/ શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભક્તોની ભીડ,ગોંડલમાં 3 કિલો ભસ્મથી ભસ્મ આરતી

શ્રાવણના પ્રથમ સોમવાર ((Shravan Somvar))નિમિત્તે સોમનાથ મંદિર (Somnath Temple)ખાતે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી

Top Stories Gujarat Others
શ્રાવણ માસના પ્રથમ સોમવારે (Shravan Somvar)ગુજરાતના પ્રસિદ્ધ શિવધામોમાં વહેલી સવારથી જ ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો

Gir Somnath News : શ્રાવણ માસના પ્રથમ સોમવારે (Shravan Somvar)ગુજરાતના પ્રસિદ્ધ શિવધામોમાં વહેલી સવારથી જ ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ (Somnath Mahadev)ના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વહેલી સવારે 4 વાગ્યે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ સમગ્ર પરિસર ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

સોમનાથમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ

શ્રાવણના પ્રથમ સોમવાર ((Shravan Somvar))નિમિત્તે સોમનાથ મંદિર (Somnath Temple)ખાતે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભીડને ધ્યાનમાં રાખીને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર્શન વ્યવસ્થાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

 

મંદિર પરિસરમાં ઝીગઝેગ લાઈન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેના કારણે મોટી સંખ્યામાં ભક્તો હોવા છતાં દર્શન વ્યવસ્થા સુચારુ રહી હતી. વિશાળ સંકીર્તન હોલમાં ધ્વજાપૂજા સહિત વિવિધ ધાર્મિક વિધિઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

સોમનાથમાં આજે પાલખીયાત્રાનું આયોજન

શ્રાવણના પ્રથમ સોમવાર નિમિત્તે સોમનાથ મહાદેવ (Somnath Mahadev)ની પાલખીયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પાલખીયાત્રા (Palakhi Yatra)દરમિયાન સમગ્ર સોમનાથ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠશે. શ્રદ્ધાળુઓ માટે પૂજા-આરાધના અને દર્શનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગોંડલમાં 3 કિલો ભસ્મથી ભવ્ય આરતી

ગોંડલના શ્રી મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત મુક્તિધામ ખાતે પણ શ્રાવણના પ્રથમ સોમવારે વિશેષ ભસ્મ આરતી યોજાઈ હતી. વહેલી સવારે 6:30 વાગ્યે યોજાયેલી ભસ્મ આરતી (Bhasma Aarti)માં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

આ દરમિયાન શિવલિંગ પર આશરે 3 કિલો ભસ્મ વડે અભિષેક કરવામાં આવ્યો હતો. ઘંટારાવ, ડમરુના ધ્વનિ અને ‘હર હર મહાદેવ’ના નાદથી સમગ્ર મુક્તિધામ પરિસર ભક્તિમય બની ગયું હતું.

શ્રાવણના ચારેય સોમવારે સવારે 4 વાગ્યે ખુલશે દ્વાર

શ્રાવણ માસ દરમિયાન સોમનાથમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચવાના હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સોમવાર તેમજ તહેવારોના દિવસોમાં મંદિરના દ્વાર સવારે 4 વાગ્યે ખોલવામાં આવશે.

સોમનાથમાં 13 ઓગસ્ટથી શરૂ થયેલો 30 દિવસીય શ્રાવણ શિવ મહોત્સવ 11 સપ્ટેમ્બરે શ્રાવણ વદ અમાસના દિવસે પૂર્ણ થશે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ ભજન, ભોજન અને ભક્તિના સંગમસ્થળ તરીકે ધમધમતું રહેશે.

તહેવારોને લઈને વિશેષ વ્યવસ્થા

શ્રાવણ દરમિયાન ચાર સોમવાર ઉપરાંત અગીયારસ, રક્ષાબંધન, સાતમ-આઠમ, જન્માષ્ટમી, માસિક શિવરાત્રિ અને અમાસ જેવા દિવસોમાં પણ મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ પહોંચવાની શક્યતા છે. તેને ધ્યાનમાં રાખીને યાત્રી સુવિધા, પૂજન અને દર્શન વ્યવસ્થાને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

ઝેડ પ્લસ સુરક્ષા વચ્ચે ચાંપતો પોલીસ બંદોબસ્ત

 

સોમનાથ મંદિરને ઝેડ પ્લસ સુરક્ષા પ્રાપ્ત હોવાથી શ્રાવણ માસ દરમિયાન સુરક્ષાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની રાહબરી હેઠળ મંદિર અને આસપાસના વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ભીડ નિયંત્રણ, વાહન વ્યવહાર અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત તકેદારી રાખવામાં આવી રહી છે.


આ પણ વાંચો : 7 કરોડ વર્ષ જૂનું સોમનાથ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ, જાણો શા માટે અને કેવી રીતે થઈ હતી સ્થાપના!

આ પણ વાંચો : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા

આ પણ વાંચો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન પૂજન કર્યા!