Entertainment News/ ‘ગદર’ પછી કેમ અટકી ગયુ હતુ સની દેઓલનુ કરિયર? સફળતા અને રાજકારણ પર તોડ્યું મૌન

સની દેઓલે (Sunny Deol) તાજેતરમાં જ આપેલા ઇન્ટરવ્યુમાં દારૂ-સિગારેટની આદતો, કરિયરમાં આવેલા ઉતાર-ચઢાવ અને પોતાની નવી ફિલ્મ ‘બંટવારા 1947’ ને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

Entertainment
Sunny Deol They do not drink alcohol

Entertainment News : બોલિવૂડના દિગ્ગજ એક્ટર સની દેઓલ (Sunny Deol)પોતાની આગામી ફિલ્મ ‘બંટવારા 1947’ ને લઈને ભારે ચર્ચામાં છે અને ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. તાજેતરમાં આપેલા એક ખાસ પોડકાસ્ટ (Podcast)ઇન્ટરવ્યુમાં સની દેઓલે પોતાની કરિયરના ઉતાર-ચઢાવ, બદલાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી, દારૂ-સિગારેટની આદતો અને પિતા ધર્મેન્દ્ર પાસેથી મળેલા સંસ્કારો વિશે ખુલ્લીને વાત કરી છે. તેમણે જણાવ્યું કે કરોડો દર્શકોના દિલ પર રાજ કરવા છતાં તેમનામાં ક્યારેય સફળતાનો અહંકાર કેમ નથી આવ્યો.

Sunny Deol : વિદેશમાં ભણતી વખતે અજમાવ્યો હતો દારૂ

પોતાની પર્સનલ લાઈફ વિશે વાત કરતા સની દેઓલે સ્પષ્ટ કર્યું કે તેઓ દારૂ કે સિગારેટનું સેવન નથી કરતા. તેમણે ખુલાસો કર્યો કે જ્યારે તેઓ યુવાનીની ઉંમરે વિદેશમાં અભ્યાસ કરતા હતા, ત્યારે મિત્રોને જોઈને તેમણે પણ એકવાર અજમાવ્યો હતો. પરંતુ તેમને દારૂનો સ્વાદ અને ગંધ બિલકુલ પસંદ આવ્યા નહોતા. તેઓ સવારે વહેલા ઉઠવાનું અને સકારાત્મક જીવનશૈલી (Lifestyle)જીવવાનું પસંદ કરે છે.

‘ગદર’ અને ‘ઈન્ડિયન’ ની સુપરહિત સફળતા પછી કેમ આવ્યો ડાઉનફોલ?

કરિયરમાં આવેલા ડાઉનફોલ અંગે વાત કરતા અભિનેતાએ જણાવ્યું કે ‘ગદર’ અને ‘ઈન્ડિયન’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપ્યા બાદ ઈન્ડસ્ટ્રીમાં ડિજિટલ અને કમ્પ્યુટર યુગ આવતા જ કામ કરવાની રીત બદલાઈ ગઈ હતી.તેમણે ઉમેર્યું કે ‘બોલે સો નિહાલ’ જેવી ફિલ્મોને પણ રાજકારણનો ભોગ બનવું પડ્યું હતું. ફિલ્મો વચ્ચે રાજકારણ (Politics)ન આવવું જોઈએ, કારણ કે સિનેમા માત્ર મનોરંજન છે.પિતા ધર્મેન્દ્રના સંસ્કારોને કારણે સફળતાનો નશો કે કરિયરના ઉતાર-ચઢાવનો ડર તેમના પર ક્યારેય હાવી થયો નથી.

સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ નક્કી કર્યું હતું એક્ટિંગ ક્ષેત્રે જવાનું

સની દેઓલે ખુલાસો કર્યો કે સ્કૂલિંગ પૂર્ણ કર્યા પછી જ તેમણે એક્ટર બનવાનું વિચાર્યું હતું. તેઓ પિતા ધર્મેન્દ્રની જૂની ફિલ્મો અને હોલીવુડ સિનેમા જોઈને એક્ટિંગ તરફ આકર્ષાયા હતા. હાલમાં તેમની નવી ફિલ્મ ‘બંટવારા 1947’ રિલીઝ થવા જઈ રહી છે, જેમાં તેમની સાથે પ્રીતિ ઝિન્ટા અને શબાના આઝમી છે. આ ફિલ્મનું નિર્માણ આમિર ખાને કર્યું છે અને દિગ્દર્શન રાજકુમાર સંતોષીએ કર્યું છે.


આ પણ વાંચો :Kareena Kapoorનો બોલ્ડ લુક થયો વાયરલ, Saif Ali Khanના બર્થડે પર શેર કરી રોમેન્ટિક તસવીરો

આ પણ વાંચો :ગોવિંદા પત્ની સુનીતા પર ભડક્યો! ‘હદમાં રહો’ કહી આપી ચેતવણી, ‘શુગર ડેડી’ના નિવેદનથી થયો ગુસ્સો

આ પણ વાંચો :રશ્મિકા મંદાનાની ઈજાથી અટક્યું Allu Arjunની Raakaનું શૂટિંગ? જાણો મોટું અપડેટ