Gujarat Weather News: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગે આજે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
અમદાવાદમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં વરસાદની આગાહી છે. જ્યારે મહેસાણા, અરવલ્લી અને ખેડામાં પણ વરસાદની શક્યતા છે.
મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, મહીસાગર અને દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ, આણંદ અને વડોદરામાં પણ વરસાદની શક્યતા છે. છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે વલસાડ, દાદરા અને નગર હવેલી તથા દમણમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો: દેશના 19 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, દિલ્હી-NCR સહિત અનેક વિસ્તારોમાં વાવાઝોડાની ચેતવણી
આ પણ વાંચો: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, ઉત્તર-પૂર્વમાં પૂર-ભૂસ્ખલનથી સ્થિતિ ગંભીર
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામશે, 6 વરસાદી સિસ્ટમ સક્રિય; અનેક જિલ્લામાં યલો એલર્ટ
