કાશ્મીર,
દક્ષિણ કાશ્મીરના શોપિયા જીલ્લામાં સેનાને વધુ એક સફળતા મળી છે.જ્યાં સેના દ્વારા બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.ગહંડ વિસ્તારમાં બે થી ત્રણ આતંકીઓ હોવાની સૂચના સેનાને મળી હતી સેનાનાએ ચારે બાજુથી ઘેરીને કાર્યવાહી શરૂ કરી.આ કાર્યવાહીમાં સેનાએના 34 આરઆર ટુકડી એન એસઓજી શોપિયા એક સાથે લાગ્યા હતા. આતંકીઓની તપાસ માટે સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે.
Jammu and Kashmir: Encounter underway between security forces and terrorists in Shopian district. More details awaited. (Visuals deferred by unspecified time) pic.twitter.com/xioVUQFXLH
— ANI (@ANI) April 13, 2019
અગાઉ શનિવારે પણ આતંકવાદીઓ સુરક્ષા દળોની સાથે અથડામણ થઇ હતી.જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલ હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીઓમાંના એક એમ.ટેકના વિદ્યાર્થી હતો. ગાંદરબલ જીલ્લાના નુનેર ગામથી જોડાયેલ રાહિલ રશીદ શેખ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો અને તે ત્રણ દિવસ પહેલા આતંકતવાદી બન્યો હતો. અન્ય આતંકવાદી શંકાએ શોપયા જિલ્લાના કિગમ ગામના નિવાસી બિલાલ અહમદ તરીકે ઓળખ થઇ છે.
અથડામણ પરગુચી ગામમાં તે સમય થઇ જયારે રાષ્ટ્રી રાયફલ્સની અગ્રવાદ રોધી વિસ્તારમાં અને રાજ્ય પોલીસનાવિશેષ ઝુંબેશ જૂથો શોધ કામગીરી હાથ ધર્યા ત્યારે પરગુચી ગામમાં આ એન્કાઉન્ટર થયું હતું. પોલીસના જણાવ્યા મુજબ, આ ભયંકર આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો, જેના પછી એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.
