Gujarat News/ ગુજરાતમાં આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ; 12 થી 17 સપ્ટેમ્બર અતિભારે વરસાદની આગાહી

Gujarat Weather: બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ્સના કારણે ગુજરાતમાં 12 થી 17 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ જાહેર કરાયું છે.

Top Stories Gujarat Vadodara Others Trending
Gujarat Weather

Gujarat Weather Forecast Heavy Rain Alert: ગુજરાતમાં હાલ વરસાદની 18 ટકા ઘટ નોંધાઈ રહી છે, ત્યારે હવે રાજ્યમાં ફરી વરસાદી માહોલ સક્રિય બન્યો છે. બંગાળની ખાડીમાં બનેલી વરસાદી સિસ્ટમ અને લો પ્રેશરની અસર ઉપરાંત દક્ષિણ ગુજરાત નજીક અપર એર સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ પણ સક્રિય છે. કુલ ત્રણ સિસ્ટમની અસરથી 12 સપ્ટેમ્બરની સાંજથી ગુજરાતમાં વરસાદ(Gujarat Weather) શરૂ થવાની શક્યતા છે. આ વરસાદી માહોલ 16થી 17 સપ્ટેમ્બર સુધી રહેવાની આગાહી છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

13 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી(Gujarat Weather) સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 12 અને 13 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, મહુવા અને બોટાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, ધ્રાંગધ્રા, દ્વારકા, પોરબંદર અને જામનગરમાં પણ વરસાદની શક્યતા છે. 15 સપ્ટેમ્બરે પોરબંદર, ગીર સોમનાથ અને દીવ માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદની સાથે દરિયામાં પવનની ઝડપ વધવાની અને ઊંચા મોજા ઉછળવાની શક્યતા હોવાથી 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને હવામાનની સ્થિતિ અંગે સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.

Gujarat Weather

અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ વરસાદ

12 સપ્ટેમ્બરે અમદાવાદમાં હળવાથી સામાન્ય વરસાદની(Gujarat Weather)  શક્યતા છે. જોકે 13 સપ્ટેમ્બરે અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં યેલો એલર્ટ સાથે ભારે વરસાદ પડી શકે છે. વડોદરા, આણંદ અને પંચમહાલ સહિત મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં 2થી 3 ઈંચ અથવા તેનાથી વધુ વરસાદ નોંધાઈ શકે છે. આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ અને ભારે પવનની સ્થિતિ બની શકે છે. તેથી લોકોને ખુલ્લા વિસ્તારોમાં અનાવશ્યક રીતે ન રહેવા અને વીજળી પડવાના જોખમથી સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને વરસાદ દરમિયાન વૃક્ષો, વીજ પોલ અને અન્ય જોખમી સ્થળોથી દૂર રહેવાની સલાહ છે.

12થી 14 સપ્ટેમ્બરે વરસાદનું જોર વધશે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદનું(Gujarat Weather) જોર વધવાની શક્યતા છે. 13 અને 14 સપ્ટેમ્બરે કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. ત્યારબાદ 15 સપ્ટેમ્બરથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થઈ શકે છે અને 16થી 17 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની ચેતવણી ન રહેવાની શક્યતા છે. હાલની સિસ્ટમની અસર ઓછી થયા બાદ પણ ગુજરાતના હવામાન પર નજર રહેશે. હવામાન વિભાગના અનુમાન મુજબ 18 સપ્ટેમ્બરની આસપાસ વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. એટલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ ફરી સક્રિય રહે તેવી શક્યતા છે.


આ પણ વાંચો: દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું; 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 65 કિમીની ઝડપે પવન ફૂંકાશે

આ પણ વાંચો: જન્માષ્ટમી પર પણ મેઘરાજા રિસાયા! 11 સપ્ટેમ્બર સુધી સારા વરસાદની શક્યતા નહિવત્

 

આ પણ વાંચો: 11 સપ્ટેમ્બરે 25 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 75 કિમીની ઝડપે પવનની આગાહી