National News/ 11 સપ્ટેમ્બરે 25 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 75 કિમીની ઝડપે પવનની આગાહી

ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગે 11 સપ્ટેમ્બર 2026ના રોજ દેશના 25 રાજ્યોમાં Heavy Rain અને 75 કિમીની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી જારી કરી છે. જાણો વિગતવાર અહેવાલ.

Top Stories NATIONAL India
Heavy Rain

India Weather Forecast: દેશના અનેક ભાગોમાં ચોમાસાની અસર હજુ યથાવત છે. 11 સપ્ટેમ્બર 2026ના રોજ દેશના 25 રાજ્યોમાં વરસાદ અને આંધીને લઈને હવામાન(Heavy Rain ) વિભાગે ચેતવણી જાહેર કરી છે. કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આ દરમિયાન પવનની ઝડપ 75 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. તેથી લોકોને ઘરેથી બહાર નીકળતા પહેલાં સ્થાનિક હવામાનની સ્થિતિ તપાસવાની સલાહ આપવામાં આવી છે.

આ 25 રાજ્યોમાં વરસાદની આગાહી

દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, આસામ, છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશ, કેરળ, કર્ણાટક, મણિપુર, મેઘાલય, મિઝોરમ, સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં વરસાદની (Heavy Rain) શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દિલ્હીથી યુપી સુધી આંધી-વરસાદની શક્યતા

દિલ્હીમાં 11 સપ્ટેમ્બરે અનેક વિસ્તારોમાં વરસાદ(Heavy Rain) સાથે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં ભારે વરસાદની આગાહી છે અને પવનની ઝડપ 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. લખનઉમાં મહત્તમ તાપમાન 32 અને લઘુત્તમ 27 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. બિહારના અનેક જિલ્લાઓમાં વરસાદ સાથે વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ શકે છે. અહીં પવનની ઝડપ 40થી 45 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે. મધ્ય પ્રદેશના પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ છે અને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

રાજસ્થાન અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ

રાજસ્થાનના અનેક શહેરોમાં ભારે વરસાદની(Heavy Rain) આગાહી સાથે પવનની ઝડપ 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. ઉત્તરાખંડમાં પણ વરસાદ અને વાવાઝોડાને લઈને ચેતવણી આપવામાં આવી છે. અહીં પવનની ઝડપ 75 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. પહાડી વિસ્તારોમાં વરસાદને કારણે ભૂસ્ખલન અથવા માટી ધસવાની ઘટનાઓનું જોખમ પણ રહે છે. હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં આંધી સાથે વરસાદની શક્યતા છે, જ્યારે મહારાષ્ટ્રના મુંબઈ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું(Heavy Rain) એલર્ટ છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, સુરત, જામનગર, જૂનાગઢ, કચ્છ સહિત અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 11 સપ્ટેમ્બરે મહત્તમ તાપમાન આશરે 31 અને લઘુત્તમ 24 ડિગ્રી રહેવાની શક્યતા છે.

ખેડૂતો અને વાહનચાલકો માટે ખાસ સાવચેતી

હવામાન વિભાગે ભારે વરસાદ(Heavy Rain) અને તેજ પવન દરમિયાન ખેડૂતોને સાવચેત રહેવાની સલાહ આપી છે, કારણ કે પાકને નુકસાન થઈ શકે છે. કેળા, પપૈયા અને સરગવા જેવા છોડ-ઝાડ તેજ પવનમાં પડી શકે છે. વરસાદ દરમિયાન વૃક્ષો નીચે ઊભા ન રહેવા અને જર્જરિત મકાનો તથા કાચા બાંધકામથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. ઓછી વિઝિબિલિટી હોય ત્યારે વાહનચાલકોએ ઝડપ ઓછી રાખવી જોઈએ અને બહાર નીકળતા પહેલાં હવામાનનું તાજું અપડેટ જરૂર તપાસવું જોઈએ.


આ પણ વાંચો: દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું; 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 65 કિમીની ઝડપે પવન ફૂંકાશે

આ પણ વાંચો: મોન્સૂનની વિદાય પહેલાં ફરી મેઘમહેર, 21 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

આ પણ વાંચો: દિલ્હીમાં ભારે વરસાદથી મુશ્કેલી વધી: એરપોર્ટ પર પાણી ભરાયા, 400થી વધુ ફ્લાઇટ મોડી