Delhi News/ દિલ્હીમાં ભારે વરસાદથી મુશ્કેલી વધી: એરપોર્ટ પર પાણી ભરાયા, 400થી વધુ ફ્લાઇટ મોડી

Delhiમાં ભારે વરસાદના કારણે IGI એરપોર્ટના ફોરકોર્ટમાં 3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે. ખરાબ હવામાનને કારણે 9 ફ્લાઇટ્સ ડાયવર્ટ અને 400થી વધુ ઉડાનો મોડી પડી છે.

NATIONAL Top Stories India
Delhi

Delhi Airport Waterlogging Heavy Rain: રાજધાની દિલ્હીમાં શુક્રવારે ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. ભારે વરસાદની સીધી અસર હવાઈ સેવા પર પણ પડી હતી. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઓછામાં ઓછી 9 ફ્લાઇટને ડાયવર્ટ કરવી પડી હતી, જ્યારે 400થી વધુ ફ્લાઇટ મોડી પડી હતી. એરપોર્ટના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

એરપોર્ટના ફોરકોર્ટ અને રસ્તાઓ પર પાણી ભરાયા

ભારે વરસાદના કારણે IGI એરપોર્ટના ટર્મિનલ-3ના ફોરકોર્ટ સહિત અપપ્રોચ રોડના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. કેટલાક અહેવાલોમાં એરપોર્ટ વિસ્તારમાં લગભગ 3 ફૂટ સુધી પાણી ભરાયું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. દિલ્હી(Delhi) એરપોર્ટ ઓથોરિટીએ સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે અપપ્રોચ રોડ અને ફોરકોર્ટ વિસ્તારમાં પાણી ભરાયું હતું. જોકે, ટીમોએ થોડા જ સમયમાં પાણી દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. બાદમાં એરપોર્ટ ઓથોરિટીએ એવા વીડિયો પણ શેર કર્યા હતા જેમાં પાણીનું સ્તર ઘટેલું જોવા મળ્યું હતું.

મુસાફરો પરેશાન, ફ્લાઇટ ઓપરેશનને અસર

પાણી ભરાવાને કારણે એરપોર્ટ સુધી પહોંચવામાં અને એરાઇવલ ગેટ તરફ જવામાં મુસાફરોને મુશ્કેલી પડી હતી. એક મુસાફરે જણાવ્યું હતું કે એરપોર્ટ (Airport) પર ભારે પાણી ભરાયું હોવાથી તે લગભગ અડધા કલાકથી પાણીનું સ્તર ઘટવાની રાહ જોઈ રહી હતી. ખરાબ હવામાન અને પાણી ભરાવાની સ્થિતિને કારણે ફ્લાઇટના સંચાલન પર પણ અસર પડી હતી. કેટલીક ફ્લાઇટને અન્ય એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી, જ્યારે મોટી સંખ્યામાં ફ્લાઇટ વિલંબિત થઈ હતી.

Delhiના અનેક વિસ્તારોમાં જળબંબાકાર

એરપોર્ટ ઉપરાંત દિલ્હીના(Delhi) અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદના (Rain) કારણે પાણી ભરાયા હતા. લુટિયન્સ દિલ્હીના અકબર રોડ પર વાહનો ધીમી ગતિએ પસાર થતા જોવા મળ્યા હતા. મહિપાલપુરના અંડરપાસમાં પણ પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલી પડી હતી. દિલ્હી નજીક ગુરુગ્રામના શિવમૂર્તિ વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી. ભારે વરસાદ બાદ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા તેમજ હવાઈ સેવા સામાન્ય કરવામાં તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.


આ પણ વાંચો: દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદથી હાહાકાર; ગુરુગ્રામમાં ઝાડ પડવાથી કાર દબાઈ

આ પણ વાંચો: દિલ્હીમાં ભારે વરસાદથી દિવસમાં અંધારું, 4 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ

આ પણ વાંચો: દિલ્હીમાં ચોમાસા વચ્ચે પણ ગરમી યથાવત, IMDએ વરસાદને લઈને આપ્યું મોટું અપડેટ