New Delhi News : દેશના અનેક વિસ્તારોમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે. સોમવારે દિલ્હીમાં અચાનક ગાઢ વાદળો છવાયા અને ભારે વરસાદ (Delhi Rain)પડતાં દિવસ દરમિયાન જ અંધકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. શરૂઆતમાં હવામાન વિભાગે હળવા વરસાદની આગાહી કરી હતી, પરંતુ બાદમાં દિલ્હીના વિવિધ વિસ્તારો માટે ભારે વરસાદ (Heavy Rainfall)ની ચેતવણી આપવામાં આવી હતી.
દિલ્હી (Delhi Rain)માં વરસાદને કારણે તપામાનમાં ઘટાડો
વરસાદને કારણે દિલ્હીના તાપમાન (Delhi Weather)માં પણ ઘટાડો નોંધાયો છે. સોમવારે સરેરાશ લઘુત્તમ તાપમાન 27.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રિજ વિસ્તારમાં 24 ડિગ્રી અને પાલમમાં 24.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
4 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે ભારે વરસાદ (Heavy Rainfall)ની શક્યતાને ધ્યાનમાં રાખીને ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને બિહારના કેટલાક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ (Orange Alert)જાહેર કર્યું છે.
આ ઉપરાંત હિમાચલ પ્રદેશ, પંજાબ, પૂર્વ રાજસ્થાન, ઝારખંડ અને દક્ષિણ તથા પશ્ચિમ બિહાર માટે પણ વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
પશ્ચિમ બંગાળ અને ઉત્તરપૂર્વના રાજ્યોમાં યલો એલર્ટની સ્થિતિ છે. ઓડિશા, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને કેરળના અનેક વિસ્તારોમાં પણ વરસાદની સંભાવનાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પશ્ચિમ અને ઉત્તર કર્ણાટક માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હિમાચલમાં 29 ઓગસ્ટ સુધી વરસાદ
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ (Himachal Pradesh Rain)ના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યમાં 125 જેટલા રસ્તા બંધ હોવાના અહેવાલ છે, જેમાં મંડી જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત હોવાનું જણાવાયું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ હિમાચલ પ્રદેશમાં 29 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ ચાલુ રહેવાની શક્યતા છે. ભારે વરસાદને કારણે મંડી શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.
મંડીના ઈન્દિરા માર્કેટ વિસ્તારમાં પાણી ભરાતા ઐતિહાસિક ક્લોક ટાવર સંકુલની આસપાસ પણ પાણી ફરી વળ્યું હતું. વેપારીઓએ પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.
મંડી-પઠાણકોટ હાઈવે પર મુશ્કેલી
ભારે વરસાદની અસર માર્ગ વ્યવહાર પર પણ જોવા મળી છે. મંડી-પઠાણકોટ નેશનલ હાઈવે પર કોટ્રોપી નજીક ચામડા મોડ વિસ્તારમાં રસ્તાનો એક ભાગ અને સુરક્ષા દિવાલને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર નાના વાહનોની અવરજવર માટે રસ્તો ફરી શરૂ કરવાની કામગીરી કરવામાં આવી છે. જોકે, સતત વરસાદને કારણે પહાડી વિસ્તારોમાં મુસાફરી દરમિયાન સાવચેતી રાખવાની જરૂર છે.
બિહારમાં ગંગાના જળસ્તરથી ચિંતા
બિહારમાં ગંગા નદીનું જળસ્તર વધતાં નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભાગલપુરના રાઘોપુર ગામમાં રાઘોપુર-નરકટિયા બંધ તૂટી જતાં ગંગાનું પાણી ગામમાં પ્રવેશ્યું હોવાના અહેવાલ છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી અને ફરક્કા બેરેજના દરવાજા ખોલવા અંગે અપીલ કરી હતી.
દિલ્હીની હવાની ગુણવત્તા ‘મધ્યમ’
વરસાદ વચ્ચે દિલ્હીની હવાની ગુણવત્તા ‘મધ્યમ’ શ્રેણીમાં રહી હતી. CPCBના આંકડા મુજબ શહેરનો સરેરાશ AQI 105 નોંધાયો હતો.
હાલમાં ઉત્તર અને મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી દિવસોમાં પણ હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે.
