National News : નરેન્દ્ર મોદીએ યુદ્ધગ્રસ્ત ઈરાન ને ઈદ (Eid)અને નૌરોઝની શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયાન સાથે ફોન પર વાત કરી અને તહેવારોની શુભેચ્છાઓ વ્યક્ત કરી.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું:
“અમને આશા છે કે આ તહેવારોની મોસમ પશ્ચિમ એશિયામાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ લાવશે.”
https://twitter.com/narendramodi/status/2035304185122697464?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2035304185122697464%7Ctwgr%5Eedd8158f10e4648b3372b6cb426c4a61b44428d6%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.indiatv.in%2Findia%2Fnational%2Fpm-modi-extends-eid-greetings-to-iran-amidst-war-speaks-with-president-masoud-pezeshkian-over-phone-2026-03-21-1205656
પ્રાદેશિક સ્થિરતા અંગે ચિંતા
પીએમ મોદીએ ઈરાનમાં મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓ પર થયેલા હુમલાઓની નિંદા કરી. તેમણે જણાવ્યું કે આવા હુમલાઓ પ્રાદેશિક સ્થિરતા માટે ખતરો છે અને વૈશ્વિક પુરવઠા શૃંખલાઓને અસર કરે છે.
નેવિગેશન અને સુરક્ષા પર ભાર

તેમણે સમુદ્રી માર્ગોની સુરક્ષા અને નેવિગેશનની સ્વતંત્રતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. સાથે જ, ઈરાનમાં રહેલા ભારતીય નાગરિકોની સલામતી માટે ઈરાન સરકારના સતત સહકારની પ્રશંસા કરી.
ઈદની ઉજવણી વિશ્વભરમાં
આજે ઈદનો પવિત્ર તહેવાર ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ભારે ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ તહેવાર એક મહિના સુધી ચાલેલા રમઝાન ના ઉપવાસના સમાપનનું પ્રતિક છે.
આ પણ વાંચો : ઈદના પવિત્ર દિવસે જ વિરોધનો સૂર! અમદાવાદમાં UCC સામે AIMIM ના ઉગ્ર દેખાવો, કાર્યકર્તાઓની અટકાયત
આ પણ વાંચો : ઈદ 2026 પર આવશે ‘ધુરંધર 2’, પાંચ ભાષાઓમાં પેન-ઈન્ડિયા રિલીઝ
આ પણ વાંચો : આજે ભારતમાં ઉજવવામાં આવશે બકરી ઈદ, જાણો ઈદને લઈ આટલી મૂંઝવણ કેમ હોય છે?
