Tech & Auto News : ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા માટે મોટાભાગના ઘરોમાં એર કંડિશનર (AC Electricity Saving Tips) નો સતત ઉપયોગ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે રિમોટથી AC બંધ કરી દીધા પછી પણ તમારું પાવર મીટર સતત ફરતું રહે છે? આ કોઈ ટેકનિકલ ખામી નથી, પરંતુ આપણી જ રોજિંદી નાની ભૂલ કે બેદરકારીનું પરિણામ છે. જો તમે પણ રિમોટથી જ AC બંધ કરવાની ટેવ ધરાવો છો, તો તેનાથી તમારા ખિસ્સા પર પડી રહેલા આર્થિક બોજ વિશે જાણવું ખૂબ જરૂરી છે.
AC Electricity Saving Tips : માત્ર રિમોટ બંધ કરવું પૂરતું નથી
અનેક લોકો AC બંધ કરવા માટે માત્ર રિમોટના પાવર બટનનો ઉપયોગ કરે છે. પરંતુ રિમોટથી બંધ કરવા માત્રથી મશીનનો વીજ પુરવઠો સંપૂર્ણપણે અટકતો નથી. AC નો અંદરનો ઇલેક્ટ્રોનિક સર્કિટ ‘સ્ટેન્ડબાય મોડ’ (Standby Mode) માં જ સક્રિય રહે છે અને સતત થોડી-થોડી વીજળી ખેંચતો રહે છે. ભલે આ વપરાશ એક દિવસમાં ઓછો જણાતો હોય, પણ ઘરમાં રહેલા વિવિધ ઉપકરણો જો આ રીતે જ ચાલુ રહે તો મહિનાના અંતે ઇલેક્ટ્રિસિટી બિલ (Electricity Bill Saving)માં નોંધપાત્ર વધારો જોવા મળે છે.
મેઈન સ્વિચ ચાલુ રાખવી પડે છે મોંઘી
જ્યાં સુધી AC ની મેઈન પાવર બોર્ડની સ્વિચ ચાલુ હોય ત્યાં સુધી મશીન પાવર ગ્રીડ સાથે જોડાયેલું જ રહે છે. જો તમારે થોડા કલાકો કે દિવસો સુધી AC નો ઉપયોગ ન કરવો હોય, તો રિમોટની સાથોસાથ મેઈન સ્વિચ પણ બંધ કરવાની ટેવ પાડવી હિતાવહ છે, જેથી વીજળીનો બિનજરૂરી બગાડ અટકાવી શકાય.
ઇન્વર્ટર AC અને વાયરિંગની ક્ષતિઓ
ઇન્વર્ટર AC માં કોમ્પ્રેસર જરૂરિયાત મુજબ પાવર એડજસ્ટ કરતું હોય છે, પરંતુ મેઈન સ્વિચ ચાલુ હોય ત્યારે તેના સર્કિટ બોર્ડમાં સ્ટેન્ડબાય પાવરનો વપરાશ થાય છે. તેથી ઇન્વર્ટર AC વપરાશકર્તાઓએ પણ ઉપયોગ ન હોય ત્યારે મુખ્ય સપ્લાય બંધ કરવો જોઈએ. આ ઉપરાંત, જો સ્વિચ બંધ કર્યા પછી પણ વધુ વીજળી વપરાતી હોય, તો શોર્ટ સર્કિટ, કરંટ લિકેજ અથવા વાયરિંગની ખામી પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં અનુભવી ઇલેક્ટ્રિશિયન પાસે તપાસ કરાવવી જરૂરી છે.
તમારા ઘરનું મીટર રીડિંગ ચેક કરવાની સરળ રીત
AC સ્ટેન્ડબાય મોડમાં કેટલી વીજળી વાપરે છે તે ચકાસવા માટે સૌપ્રથમ AC ને ફક્ત રિમોટથી બંધ કરો અને પાવર મીટરનું રીડિંગ નોંધો. ત્યારબાદ મેઈન સ્વિચ બંધ કરીને ફરીથી મીટર ચેક કરો. જો બંનેમાં તફાવત જણાશે તો સ્પષ્ટ થશે કે સ્ટેન્ડબાય મોડ વીજળી બગાડી રહ્યો છે.
આ પણ વાંચો :બ્રહ્માંડના સૌથી મોટા રહસ્ય પરથી પડદો ઉઠવાની શરૂઆત; ડાર્ક મેટર હોવાના મળ્યા સંકેતો
આ પણ વાંચો :ભૂલથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા? ગભરાવાને બદલે તરત કરો આ 4 કામ, પૂરેપૂરા નાણાં મળશે પરત
આ પણ વાંચો :એપલમાં મોટા નેતૃત્વ પરિવર્તન: ટિમ કૂક બાદ જોન ટર્નસે સંભાળી CEOની જવાબદારી
