Rapido Privacy Breach: રાઈડ-હેલિંગ પ્લેટફોર્મ રેપિડો (Rapido) ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. ઇન્સ્ટાગ્રામ યુઝર અનુષ્કા નામની યુવતીએ સોશિયલ મીડિયા પર પોતાની સાથે બનેલી એક ચોંકાવનારી ઘટના શેર કરી છે. રાઈડ પૂરી થયાના થોડા જ સમય બાદ રાઈડરે અનુષ્કાના પર્સનલ નંબર પર મેસેજ કરીને તેની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેનાથી ડેટા પ્રાઈવસી અને સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.
શું છે સમગ્ર ઘટના?
અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે જણાવ્યું કે ડેસ્ટિનેશન પર પહોંચ્યાના થોડી જ વારમાં રાઈડરે તેને WhatsApp પર મેસેજ કર્યો હતો. રાઈડરે મેસેજમાં લખ્યું હતું, “વેસે બહુ ક્યૂટ હો આપ…” (તમે ખૂબ ક્યૂટ છો). અનુષ્કાએ આ વાતચીતના સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહી છે અને લોકો પૂછી રહ્યા છે કે રાઈડર પાસે યુવતીનો પર્સનલ નંબર ક્યાંથી આવ્યો?
View this post on Instagram
Rapido ની પ્રતિક્રિયા
પોસ્ટ વાયરલ થયા બાદ કંપનીએ કોમેન્ટ સેક્શનમાં માફી માંગી છે. રેપિડોએ આ વ્યવહારને અયોગ્ય ગણાવતા કહ્યું કે, “આ અમારા સર્વિસ સ્ટાન્ડર્ડ્સની વિરુદ્ધ છે અને આવા મામલાઓમાં સખત કાર્યવાહી કરવામાં આવશે.” કંપનીએ યુવતી પાસે રાઈડ આઈડી અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર માંગ્યો છે જેથી તપાસ આગળ ધપાવી શકાય.
પ્રાઈવસી પર ગંભીર સવાલો
આ ઘટના બાદ રાઈડ-હેલિંગ એપ્સમાં ડેટા પ્રોટેક્શનને લઈને નવી ચર્ચા છેડાઈ છે. એક્સપર્ટ્સનું માનવું છે કે કંપનીઓએ એવું સિસ્ટમ બનાવવું જોઈએ જેમાં ડ્રાઈવર કે રાઈડરને પેસેન્જરનો અસલી નંબર ક્યારેય ન દેખાય (Number Masking). રાઈડ પૂરી થયા પછી કોઈપણ ડ્રાઈવર પાસે પેસેન્જરની પર્સનલ ડિટેલ્સ હોવી જોઈએ નહીં.
આ પણ વાંચો: શું AI ના કારણે 2030 સુધીમાં ભારતનું IT સેક્ટર ડૂબી જશે? TCS ના CEO એ આપ્યો ચોખ્ખો જવાબ
આ પણ વાંચો: સાયબર ઠગથી બચવા માટે વરદાન છે ‘ચક્ષુ પોર્ટલ’, શંકાસ્પદ કોલ કરનારનો મોબાઈલ જ થઈ જશે બ્લેકલિસ્ટ
આ પણ વાંચો: ચીનમાં રોબોટે માનવીને હરાવ્યા, 21 કિમીની મેરેથોનમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ

