rajsthan news/ રાજસ્થાનના પચપદરા રિફાઇનરીમાં ભીષણ આગ, કર્મચારીઓમાં નાસભાગ મચી

Rajasthanની પચપદરા રિફાઇનરીમાં પીએમ મોદીના ઉદ્ઘાટન પહેલા જ ભીષણ આગ લાગી છે. ક્રૂડ ડિસ્ટિલેશન યુનિટમાં લાગેલી આગને કારણે કર્મચારીઓમાં નાસભાગ. જાણો લેટેસ્ટ અપડેટ.

Top Stories NATIONAL India
Rajasthan  Pachpadra Refinery Fire:

Rajasthan  Pachpadra Refinery Fire: રાજસ્થાનના બાલોતરામાં આવેલી પચપદરા રિફાઇનરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનના માત્ર 24 કલાક પહેલા જ મોટી દુર્ઘટના ઘટી છે. સોમવારે બપોરે રિફાઇનરીની મેઈન યુનિટમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે મંગળવારે પીએમ મોદી આ રિફાઇનરીનું ઉદ્ઘાટન કરવાના છે, તે પૂર્વે બનેલી આ ઘટનાએ તંત્રની ઉંઘ ઉડાવી દીધી છે.

Rajasthan: ક્રૂડ ડિસ્ટિલેશન યુનિટમાં લાગી આગ

મળતી માહિતી મુજબ, સોમવારે બપોરે આશરે 2 વાગ્યાના સુમારે રિફાઇનરીની ક્રૂડ ડિસ્ટિલેશન યુનિટ (CDU) માં અચાનક આગ લાગી હતી. આ એ જ યુનિટ છે જ્યાં પાઇપલાઇન દ્વારા આવતું કાચું તેલ રિફાઇન થવા માટે આવે છે. આગ લાગતા જ આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાને પગલે તાત્કાલિક ફાયર સેફ્ટી સિસ્ટમ એક્ટિવેટ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

સભા સ્થળથી માત્ર 800 મીટર દૂર દુર્ઘટના

ચિંતાજનક બાબત એ છે કે રિફાઇનરીના જે ભાગમાં આગ લાગી છે, તે પીએમ મોદીના સભા સ્થળથી માત્ર 800 મીટરના અંતરે આવેલું છે. મંગળવારે વડાપ્રધાન અહીં વિશાળ જનસભાને સંબોધિત કરવાના છે. સુરક્ષાના કારણોસર હાલમાં આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે અને તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી.

તંત્ર હાઈ એલર્ટ પર

HPCL રાજસ્થાન રિફાઇનરી લિમિટેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ જ નુકસાન અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાશે. પીએમ મોદીના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ અને વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર છે. આ ઘટના બાદ આખા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.


આ પણ વાંચો:  રાજસ્થાનમાં એમડી ડ્રગ્સની દાણચોરીનો પર્દાફાશ

આ પણ વાંચો:  રાજસ્થાનથી અમદાવાદ આવતી સ્લીપર બસ બની અગનગોળો, 1 મુસાફર જીવતો ભડથું, 6 ગંભીર

આ પણ વાંચો:  ટીકટોક સ્ટાર કીર્તિ પટેલની રાજસ્થાનમાં ધરપકડ, જૂનાગઢમાં 7 દિવસમાં 3 ફરિયાદો