Breaking News: ટીકટોક સ્ટાર કીર્તિ પટેલની (Kirti Patel) રાજસ્થાનમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તેને ગુજરાત લાવી રહી છે. જૂનાગઢમાં સાત દિવસમાં તેની વિરુદ્ધ ત્રણ પોલીસ ફરિયાદો નોંધાઈ છે.21 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢમાં કીર્તિ પટેલ વિરુદ્ધ બીજી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જૂનાગઢના એક યુટ્યુબરે કીર્તિ પટેલ અને તેની ગેંગ દ્વારા હેરાનગતિને કારણે ફિનાઇલ પીધા બાદ કીર્તિ, દિવ્યા અને અન્ય પાંચ લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢના યુટ્યુબર અબજલ સીડાએ યુટ્યુબ પર લાઇવ થઈને કિર્તિ પટેલ વિસે મૃગીકુંડમાં સ્નાન પર ટિપ્પણી કરી હતી જેને લઈને કીર્તિ પટેલના (Kirti Patel) ફોલોઅર્સ ઘટી ગયા છે તેઓ કીર્તિએ દાવો કર્યો હતો, ત્યાર બાદ તેણે અબજલ પાસેથી 20 લાખ રૂપિયા પડાવવાની અને તેના પર ખોટો બળાત્કારનો કેસ દાખલ કરવાની ધમકી આપી હતી.
જેના પછી અબજલ સીડાએ ફિનાઇલ પીધું હતું અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા સાત દિવસમાં જૂનાગઢમાં કિર્તિ પટેલ સામે નોંધાયેલો આ ત્રીજો ગુનો છે.દિવ્યા સામે ફરિયાદ નોંધાયાના બાર કલાક પછી, દિવ્યા મીડિયા સમક્ષ હાજર થઈ અને પોતાની કહાની કહી હતી. ત્યારબાદ તેણે પણ ફિનાઇલ પી લીધું હતું ત્યારબાદ તેને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ વિડીયો અપલોડ કર્યો હતો.
દિવ્યા એ ફિનાઇલ પીતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો જેમાં તેને કહ્યું કે જીદ્દી બોય (અબજલ સીડા) તેને માનસિક રીતે ત્રાસ આપતો હતો. “મેં તેમને કંઈ કહ્યું પણ નહીં, છતાં પોલીસ તંત્રએ મારા પર કેસ દાખલ કર્યો. તો, સેના બેઝ પર આ કેસ દાખલ કરવામાં આવ્યો?” શું તમે ફક્ત મને અને કીર્તિને (Kirti Patel) જોયા? ઝિદ્દીએ ફિનાઇલ કેમ પીધું, અને શું પુરાવા છે કે મારી સામે કેસ દાખલ થયો છે? ભલે તેની સામે કોઈ ન હોય, પણ મારો પરિવાર, મારા બે બાળકો અને મારી પાછળ ઘણા બધા છે. તેથી, જો કોઈ સ્ત્રી પર આ રીતે અત્યાચાર થઈ રહ્યો હોય, તો આ દુનિયામાં જીવવાનો કોઈ અર્થ નથી. અબજલએ દવા પીધી…! તેણે ફિનાઇલની બોટલ બતાવી અને કહ્યું, “આને ખરી દવા કહેવાય, હવે હું પણ પીશ. ભલે હું મરી જાઉં, મને યાદ રાખ…” અને તેને ફિનાઇલ પી લીધી.

કીર્તિ પટેલના (Kirti Patel) વધતાં વિવાદો
ફરિયાદી, અબજલસીડા, જે પોતે યુટ્યુબર છે (ZIDI_boy_4848) તેનાદ્વારા પોલીસને આપવામાં આવેલી વિગતો અનુસાર, કિર્તી પટેલે જૂનાગઢમાં તાજેતરમાં મહાશિવરાત્રીના મેળા દરમિયાન સાધુના વેશમાં મૃગીકુંડમાં શાહી સ્નાન કર્યું હતું. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર મોટો વિવાદ જગાવ્યો હતો. અબજલના જણાવ્યા મુજબ, કિર્તી પટેલે (Kirti Patel) ત્યારબાદ સંતો અને સનાતન ધર્મ વિરુદ્ધ વાંધાજનક વીડિયો બનાવ્યા અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા. મુસ્લિમ હોવા છતાં, ફરિયાદીને સનાતન ધર્મમાં અતૂટ શ્રદ્ધા હતી, અને તેથી, તેણે કિર્તી પટેલના વીડિયોનો વિરોધ કરતા સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કર્યા.
તેનાના વીડિયોના કારણે કીર્તિ પટેલના (Kirti Patel) વ્યૂઅરશિપમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનો અબજલ પર આક્ષેપ કરવામાં આવ્યો હતો, જેના કારણે કીર્તિ પટેલ અને તેના સાથીઓ – જૂનાગઢની દિવ્યા સાવલાણી, તેના બોયફ્રેન્ડ જશપાલ સિંહ, અને સુરતના હનુ રાણાભાઈ ચાવડા અને વિરમ ચૌથુભાઈ મેવાડા – ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર અબજલને ફોન કરીને ધમકી આપી રહ્યા હતા. તેમણે અબ્જલને કહ્યું હતું કે તેના વીડિયોને કારણે તેમની વ્યૂઅરશિપ ઘટી ગઈ છે, અને તેણે કીર્તિ પટેલને (Kirti Patel) 20 લાખ રૂપિયા ચૂકવવા પડશે.

ફરિયાદ મુજબ, આરોપી દિવ્યા સાવલાની અને જસપાલ સિંહે અબજલને વોટ્સએપ પર ફોન કરીને દુર્વ્યવહાર કર્યો હતો અને જો તે વીડિયો ડિલીટ નહીં કરે અને 20 લાખ રૂપિયા નહીં આપે તો તેને ખોટા બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. વધુમાં, જ્યારે આરોપીઓએ તેને ધમકી આપી હતી કે, “અમે તમારા ઘરે આવી રહ્યા છીએ, તૈયાર રહેજો.” ત્યારે અબજલ માનસિક રીતે તૂટી ગયો હતો.
આરોપીઓ અગાઉ પણ અનેક ઝઘડાઓમાં સામેલ હતા, તેથી અબજલને ડર હતો કે તેનું આખું જીવન જેલમાં બરબાદ થઈ જશે. 20 ફેબ્રુઆરીની સાંજે, જ્યારે જસપાલ સિંહ અને દિવ્યાએ તેને કોન્ફરન્સ કોલ પર ધમકી આપી, ત્યારે ગભરાયેલા અબજલે તેના બાથરૂમમાં સંગ્રહિત ફિનાઇલ પીધું. ત્યારબાદ તે ઘર છોડીને જેતપુર નવાગઢ નજીક ભાદર નદી પરના રેલ્વે પુલ પર ગયો અને ફરીથી ફિનાઇલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો.ત્યાંથી પસાર થતી એક મહિલાએ અબજલને પીડામાં જોયો અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી, જેથી તેને જેતપુર સરકારી હોસ્પિટલમાં સમયસર સારવાર મળી શકે.
આ પણ વાંચો:કીર્તિ પટેલે કોર્ટની બહાર આવતા જ દુપટ્ટો હટાવી વીડિયો બનાવનારને કહ્યું-‘લઈલે બરાબર મસ્ત હો’
આ પણ વાંચો:ફરી એક વખત કીર્તિ પટેલ આવી વિવાદમાં, જાણો હવે શું કર્યું કાંડ
આ પણ વાંચો:મૃગીકુંડ સ્નાન વિવાદ વધુ ગરમાયો, કિર્તી પટેલે ઈન્દ્રભારતી બાપુ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
